________________
४०४
કર્મપ્રકૃતિ ભાગ - ૩
હોય છે. તેથી ત્યાં ઉદયસ્થાન આશ્રયી મોહનીયકર્મની ચોવીશી બતાવેલ નથી, પરંતુ અષ્ટકો જ બતાવેલ છે. અને દેવગતિમાં નપુંસક વિના દ્રવ્યવેદ બે જ હોવાથી બે ભાવવંદ આશ્રયી ષોડશક અથવા ૧૬-૧૬ ભાંગા કરેલ
છે. પણ ચોવીશી કરેલ નથી. તેથી મને આ બાબતમાં આમ લાગે છે. પછી તો બહુશ્રુતો કહે તે પ્રમાણ. પ્ર. ૧૦૩ દેવગતિમાં તમારા કહેવા પ્રમાણે પણ પુરુષ અને સ્ત્રી એમ બે દ્રવ્યવેદ હોય છે. માટે ભાવથી નપુંસકવેદ
ઉદયમાં ન આવે તો પણ બે ભાવવેદનો ઉદય અંતર્મુહૂર્ત અવશ્ય પરાવર્તન થાય છે. તેથી પુરુષવેદના ઉદયનો
ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરોપમ શી રીતે હોય? ઉત્તર દેવોમાં દેવીઓની ઉત્પત્તિ પ્રથમના બે દેવલોક સુધી જ હોય છે. માટે દ્રવ્યથી સ્ત્રીવેદ બે દેવલોક સુધી જ હોવાથી
ત્યાં ભાવથી બન્ને વેદોના ઉદયનું પરાવર્તન અવશ્ય થાય છે પરંતુ ત્રીજા દેવલોકથીદ્રવ્યથી લિંગાકારરૂપ સ્ત્રીવેદ પણ નથી. પરંતુ માત્ર દ્રવ્યથી લિંગાકાર રૂપે પણ પુરુષવેદ જ હોય છે. માટે તે દેવોને સતત ભાવવેદોદય પુરુષવેદનો જ હોય છે. પરંતુ અન્ય વેદોનો ઉદય ન હોય, તેથી અનુત્તર દેવો આશ્રયી પુરુષવેદના ઉદયનો ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરોપમ ઘટી શકે એમ લાગે છે. તે સિવાય બીજી કોઇ વિવક્ષા હોય તો તે અપેક્ષાએ પણ
બહુશ્રુતો પાસેથી સમજવું. આમાં મારો આગ્રહ નથી. મારા ક્ષયોપશમ પ્રમાણે લખેલ છે. પ્ર. ૧૦૪ ક્ષયોપશમ સમ્યગુદૃષ્ટી અનંતાનુબંધિની વિસંયોજના કરી પહેલે ગુણસ્થાનકે જાય ત્યારે બંધાવલિકા સુધી
અનંતાનુબંધિનો ઉદય ન હોવાથી પહેલે ગુણસ્થાનકે પણ એક આવલિકા સુધી ૭નું ઉદયસ્થાન હોય એમ બતાવેલ છે. પરંતુ કોઇપણ કર્મપ્રકૃતિના જઘન્ય સ્થિતિબંધમાં પણ અંતર્મુહૂર્ત પ્રમાણ અબાધાકાળ હોય છે. અને અનંતાનુબંધિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી ઉત્કૃષ્ટ અબાધા કાળ ૪ હજાર વર્ષ પ્રમાણ છે. તેથી પહેલે ગુણસ્થાનકે અનંતાનુબંધિના ઉદય વિના જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૪ હજાર વર્ષ પ્રમાણ ૭ ના ઉદયસ્થાનનો કાળ ઘટી શકે. છતાં તેમ ન બતાવતાં માત્ર એક બંધાવલિકા જ કેમ
બતાવેલ છે ? ઉત્તર પહેલે ગુણસ્થાનકે આવી નવીન બંધાયેલ અનંતાનુબંધિ અબાધાકાળની દષ્ટિએ એટલા કાળ પછી જ ઉદયમાં
આવે. એ વાત બરાબર છે. પરંતુ જે સમયે પહેલે ગુણસ્થાનકે આવી અનંતાનુબંધિનો બંધ શરૂ કરે છે. તે જ સમયથી અનંતાનુબંધિ પતગ્રહ બને છે. અર્થાત્ સત્તામાં રહેલ શેષ ચારિત્રમોહનીયની પ્રવૃતિઓ અનંતાનુબંધિમાં સંક્રમાવવાની શરૂઆત કરે છે. અને તે સંક્રઓમાણ અનંતાનુબંધિ રૂપે બનેલ દલિકનો
આવલિકા પછી અવશ્ય ઉદય થાય છે. પ્ર. ૧૦૫ જો સંક્રમીને અનંતાનુબંધિ રૂપે થયેલ દલિકનો ઉદય થતો હોય તો ૧ આવલિકા પછી શા માટે ? પહેલા સમયથી
કેમ નહીં ? ઉત્તર જેમ બંધ-આવલિકા સકલ કરણને અયોગ્ય હોય છે. તેમ સંક્રમીને આવેલ દલિકોમાં પણ સંક્રમ - આવલિકા
સુધી કોઇપણ કરણ લાગતું નથી અને ઉદયમાં પણ આવતા નથી. પ્ર. ૧૦૬ જો આ રીતે હોય તો સંક્રમ-આવલિકા સુધી અનંતાનુબંધિનો ઉદય ન હોય એમ બતાવવું જોઇએ પણ એમ ન
બતાવતાં બંધાવલિકા સુધી અનંતાનુબંધિનો ઉદય ન હોય એમ કેમ બતાવેલ છે ? ઉત્તર બંધ-આવલિકા અને સંક્રમ-આવલિકા બન્ને સાથે જ શરૂ થાય છે. અને સાથે જ પૂર્ણ થાય છે. માટે બન્ને રીતે
કહી શકાય તેમાં કાંઇ ફરક પડતો નથી. પ્ર. ૧૦૭ ઉદયપદ અને પદવૃંદ એ બે માં શું તફાવત છે ? ઉત્તર ઉદયપદ = ઉદયસ્થાનને ઉદય ચોવીશી સાથે ગુણવાથી જે આવે તે ઉદયપદ (ઉદયપદ ચોવીશી) અથવા એક
ઉદયસ્થાનની ચોવીશીઓનો સમૂહ. પદવૃંદ = ઉદયપદ ચોવીશીને ચોવીશે ગુણવાથી જે આવે તે પદછંદઅથવા ઉદયસ્થાનોની કુલ પ્રકૃતિઓનો સમૂહ.(પદ = પ્રકૃતિઓ, વૃંદ = સમૂહ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org