________________
સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી
૪૦૩
વચમાં-વચમાં સૂક્ષ્મ કાળ પર્યત નિદ્રાનો ઉદય અટકે છે. અને ફરીથી ઉદય થઇ જાય છે. તેથી તે વચલો કાળ બહુ જ અલ્પ હોવાથી અને તેમાં પણ અવ્યક્ત નિદ્રાનો ઉદય હોય માટે આપણને ૪ અથવા ૫ ના ઉદયસ્થાનનો
કાળ ઘણો લાગે છે, પરંતુ વાસ્તવિક રીતે અંતર્મુહૂર્ત જ હોય છે એમ જ્ઞાનીઓના વચનો ઉપરથી સમજાય છે. પ્ર. ૯૫ જઘન્યથી ૧ સમયકાળ પ્રમાણ ગોત્રકર્મના કેટલા ? અને ક્યાં ભાંગા હોય. ઉત્તર પ્રથમ ભાંગા સિવાયના ૬ એ ભાંગાઓનો કાળ જઘન્યથી ૧ સમય પ્રમાણ છે. પ્ર. ૯૬ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત કાળ સુધી સંભવે એવા ગોત્ર કર્મના ભાંગા કેટલા ? અને ક્યા? ઉત્તર (૧) નીચનો બંધ, ઉચ્ચનો ઉદય અને બેની સત્તા, આ એક જ ભાંગાનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પ્ર. ૯૭ દર્શનાવરણીયકર્મના એવા ક્યાં સંવેધો છે, કે જેનો જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે અંતર્મુહૂર્ત પ્રમાણ જ
કાળ હોય ? ઉત્તર મૂળ મતે ક્ષપકશ્રેણિમાં જ સંભવતા (૧) ચારનો બંધ, ૪નો ઉદય અને ૬ની સત્તા (૨) અબંધ, ૪નો ઉદય અને
૬ની સત્તા. આ બે સંવેધોનો જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ હોય છે. પરંતુ મતાંતરે
આ બે સંવેધનો પણ જઘન્ય કાળ એક સમય પ્રમાણ સંભવે છે. પ્ર. ૯૮ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે સમય પ્રમાણ જ કાળવાળો દર્શનાવરણીયનો ક્યો સંવેધ છે ? ઉત્તર ૪નો ઉદય અને ૪ની સત્તા ૧૨મા ગુણસ્થાનકના ચરમ સમયે હોવાથી તેનો કાળ બન્ને રીતે ૧ સમય પ્રમાણ જ
હોય છે. પ્ર. ૯૯ મોહનીયકર્મના એવાં કેટલાં અને ક્યાં બંધસ્થાનો છે કે જેઓનો જઘન્યથી કાળ ૧ સમય હોય ? ઉત્તર ૨૧, ૯ અને ૫ થી ૧ પર્વતના એમ ૭ બંધસ્થાનનો કાળ જઘન્યથી ૧ સમય હોય છે. પ્ર. ૧૦૦ નવનું બંધસ્થાન છટ્ટાથી ૮મા ગુણસ્થાનક સુધી હોય છે. અને આ ત્રણે ગુણસ્થાનકનો સંયુક્ત કાળ જઘન્યથી
પણ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. માટે નવના બંધનો જઘન્ય કાળ ૧ સમય શી રીતે હોય ? ઉત્તર ઉપશમશ્રેણિમાં ચડતાં ન આવે. પરંત ઉપશમશ્રેણિથી પડતાં નવમા ગુણસ્થાનકે પાંચનો બંધ કરનાર આઠમે
ગુણસ્થાનકે આવી ૧ સમય બંધ કરી તરત જ કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થનાર બીજા સમયે ૧૭નો બંધ કરે
છે. એ અપેક્ષાએ ૯ના બંધનો જઘન્યકાળ ૧ સમય ઘટી શકે છે. પ્ર. ૧૦૧ મોહનીયકર્મની એક જીવને સતત અંતર્મુહૂર્તથી વધારે કાળ સુધી પણ ઉદયમાં રહે એવી કેટલી ? અને કઇ
પ્રકૃતિઓ છે. ઉત્તર મિથ્યાત્વમોહનીય, સમ્યકત્વમોહનીય, પુરુષવેદ અને નપુંસકવેદ આ ૪ પ્રકૃતિઓ ૧ જીવને સતત અંતર્મુહૂર્તથી
વધારે કાળ પણ ઉદયમાં હોઇ શકે છે. ત્યાં મિથ્યાત્વમોહનીય અભવ્યને તથા અનાદિ મિથ્યાદૃષ્ટિને અનાદિ કાળથી ઉદયમાં હોય છે. અને સમ્યકત્વથી પડેલાને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધી, સમ્યકત્વ મોહનીયનો ઉદય સાધિક ૬૬ સાગરોપમ સુધી, નપુંસકવેદનો ઉદય અસાંવ્યવહારિક જીવો આશ્રયી અનાદિ
અનંત અને અનાદિ -સાત્ત તેમજ પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં આવેલા જીવો આશ્રયી ઉત્કૃષ્ટથી આવલિકાના . અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ અસંખ્ય પુગલ પરાવર્ત અને પુરુષવેદનો ઉત્કૃષ્ટ ઉદય ૩૩
સાગરોપમ પ્રમાણ હોય છે. પ્ર. ૧૦૨ દરેક જીવોને વેદોદય અંતર્મુહૂર્તમાં અવશ્ય પરાવર્તન થાય છે એમ સપ્તતિકા અને આ ગ્રંથની ટીકા વગેરેમાં
બતાવેલ છે. તો આટલો કાળ શી રીતે ઘટે ? ઉત્તર જે ગતિમાં અથવા જે જાતિમાં અમુક જ દ્રવ્ય વેદ હોય ત્યાં કાયમ માટે ભાવ વેદ પણ તે જ હોય છે. એટલે કે
ભાવવેદનું પરાવર્તન થતું નથી. માટે જ નરકમાં તેમજ ચઉરિન્દ્રિય સુધીના જીવોને કેવળ દ્રવ્યથી નપુંસકવેદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org