________________
૪૦૨
કર્મપ્રકૃતિ ભાગ - ૩
અનું બંધ ઉદય ઉદીરણા સત્તા
ગુણસ્થાનક ૮ |૧ થી ૬ (૩જા વિના)
| ૭માં ૮ |૧ થી ૬ ||૧ થી ૬, ૩જા વિના ભવની ચરમાવલિકામાં
૭ થી ૯
૧૦મા (ચરમાવલિકા વિના) ૭ | | ૮ | ૫ | ૮ ૧૦મા લપકને ચરમાવલિકામાં |૮T૧ | 8 |
| ૧૨મા (ચરમાવલિકા વિના) ૧૨માં ચરમાવલિકામાં
૧૧માં
૧૩માં
૧૪મા
૧૨૦ | ૪ | | આ પ્રમાણે વિશેષતા છે.
પ્ર. ૯૪
ઉત્તર
દર્શનાવરણીયના ચાર અને પાંચ પ્રકૃતિ સ્વરૂપ એમ બે ઉદયસ્થાનો અને તે બંને ઉદયસ્થાનોનો કાળ સારસંગ્રહમાં જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત બતાવેલ છે. પરંતુ ૫ થી ૬ કલાક અથવા તેથી પણ વધારે ટાઇમ સુધી સતત કામકાજની ધમાલમાં અથવા તો ઉત્તમ પ્રકારના મુનિઓ સતત આરાધના વગેરેમાં હોય છે. તેમજ કેટલાએક જીવો ૮ થી ૧૦ કલાક અથવા તેથી પણ વધારે કાળ સુધી સતત નિદ્રા લે છે. એટલું જ નહીં, પરંતુ કુંભકર્ણ છ માસ સુધી ઉંઘતા હતા એમ પણ શાસ્ત્રોમાં સંભળાય છે. તો આ બન્ને ઉદયસ્થાનોનો ઉત્કૃષ્ટ કાળ ઉપર બતાવેલ યુક્તિથી અંતર્મુહૂર્તથી ઘણાં વધારે કાળ સુધી પણ કેમ ન હોય ? સ્થલદષ્ટિએ તમારો પ્રશ્ન બરાબર છે, પરંતુ સૂક્ષ્મદષ્ટિથી તેમ નથી. કર્મનો વિપાકોદય વ્યક્ત એટલે આપણને ખ્યાલમાં આવે તેવો અને અવ્યક્ત એટલે આપણને ખ્યાલમાં ન આવે તેવો એમ બે પ્રકારના હોય છે. જ્યારે જ્યારે વ્યક્તિ વિપાકોદય હોય ત્યારે ત્યારે આપણને ખ્યાલ આવે છે. અને અવ્યક્ત વિપાકોદય હોય ત્યારે આપણને ખ્યાલ નથી આવતો. દષ્ટાંત તરીકે નવમા ગુણસ્થાનકે અમુક ભાગ સુધી મહામુનિને પણ ત્રણ વેદનો અને અમુક અમુક ભાગ સુધી સંજ્વલન ક્રોધાદિકનો તેમજ આઠમાં ગુણસ્થાનક સુધી હાસ્યાદિ બે યુગલનો ઉદય અવશ્ય હોય છે, અને રૈવેયક તથા અનુત્તર દેવોને ૪-૪ ગુણસ્થાનક હોવાથી વેદોનો વિપાકોદય અવશ્ય હોય છે. પરંતુ સાતમા ગુણસ્થાનકવાળા અને તેથી પણ આગળ વધેલા શ્રેણિમાં રહેલ મહામુનિઓને મનથી લેશમાત્ર પણ વિષય વિકારનો અને હાસ્યાદિકના ઉદયનો પોતાને પણ ખ્યાલ આવતો નથી.અને આવો વિચાર પણ હોતો નથી. એટલું જ નહિં પણ “જે સાવિવાર:' આ સૂત્રમાં ભગવાન ઉમાસ્વાતિ મહારાજાએ વેદોનો. વિપાકોદય હોવા છતાં રૈવેયક અને અનુત્તર દેવોને માનસિક દૃષ્ટિએ પણ વિકાર ૨હિત કહેલા છે.
એ જ પ્રમાણે સંપૂર્ણ શારીરિક તંદુરસ્તીવાળા કેટલાએક સુખી માણસોને પણ જીવન સુધી રોગાદિક નથી આવતા અને દવાઓ પણ લેવી પડતી નથી. અર્થાત્ સાતાનો જ ઉદય જણાય છે. અનુત્તર દેવોને પણ લગભગ સાતાનો જ ઉદય જણાય છે. પરંતુ તત્ત્વાર્થ સૂત્ર ચોથા અધ્યાયના ભાષ્યમાં દેવોને વધુમાં વધુ ૬ માસ સુધી સાતાનો ઉદય બતાવેલ છે. એટલે વચ્ચે વચ્ચે અવ્યક્ત અસાતાનો વિપાકોદય પણ છે. અને મનુષ્યોને પણ અંતર્મુહૂર્ત પછી અસાતાનો અવ્યક્તોદય થાય છે. છતાં તેનો ખ્યાલ ન આવવાથી આપણને સતત સાતાનો ઉદય જણાય છે. તેમ અંતર્મુહૂર્ત પછી અવશ્ય વ્યક્ત નહી તો અવ્યક્ત રૂપે પણ નિદ્રાનો ઉદય થાય છે. અને સામાન્યથી ૬ થી ૭ કલાક અથવા તેથી વધારે કાળ સુધી ઉઘનાર માણસને પણ અંતર્મુહૂર્ત છી અવશ્ય
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org