________________
૪૧૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩
પ્ર. ૧૩૧
ઉત્તર
જ હોય છે. અને જો પરિષહો કેવળી ભગવંતોને આવતા ન હોય તો તેઓને કેવળી અવસ્થામાં તૃષા, સુધા, ઠંડી, તેમજ ગરમી વગેરે ન જ લાગે, પરંતુ શરીર હોવાથી તુષાદિક તો લાગે છે. માટે જ આહારાદિ લે છે. તેથી સામાન્ય રીતે શરીર નિરોગી હોય તો પણ અંતર્મુહૂર્ત બાદ ૧૧માંથી કોઇને કોઇ પરિષહોનો સંભવ હોવાથી આ ભાંગાનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત જ હોય પરંતુ તેથી વધારે ન હોય. મનુષ્યોને વૈક્રિય તથા આહારક શરીર અને તિર્યંચોને વૈક્રિય શરીર બનાવતાં ૨૫ અને ૨૭થી ૩૦ એમ પ ઉદયસ્થાનો બતાવેલ છે. પરંતુ વૈક્રિય અથવા આહારક શરીર બનાવે ત્યારે મૂળ શરીર પણ હોય છે. એટલું જ નહીં પણ કેટલીક વાર તો મૂળ ઔદારિક શરીરી અને બનાવેલ વૈક્રિય અથવા આહારક શરીરી ક્રિયાઓ પણ એકી સાથે કરે છે. તો ૨૫ આદિ ઉદયસ્થાનોમાં ઔદારિકદ્ધિકનો ઉદય તો માનેલ નથી. અને જો તેનો ઉદય માનીએ તો સંઘયણનો ઉદય પણ માનવો પડે, માટે ૨૫ ને બદલે ૨૮ અને ૨૭ આદિને બદલે ૩૦ થી ૩૩ પર્યત એમ ૫ ઉદયસ્થાનો કેમ ન હોય ? વૈક્રિય અથવા આહારક શરીર બનાવે તે વખતે મૂળ શરીરની અપેક્ષાએ તો ૩૦ પ્રકૃતિનો ઉદય હોય જ છે પરંતુ તેની વિવક્ષા કરવામાં આવેલ નથી, કારણ કે ૨૫ આદિના ઉદયસ્થાનમાં પણ જેમ મૂળ શરીરની અપેક્ષાએ ઔદારિકદ્ધિક અને સંઘયણનો ઉદય છે, તેમ પરાઘાત આદિ ૪ પ્રકૃતિનો પણ ઉદય છે જ, છતાં વૈક્રિય વગેરે શરીર બનાવતાં ૨૫ના ઉદયસ્થાનમાં જેમ પરાઘાત આદિની વિરક્ષા કરેલ નથી તેમ દારિકદ્ધિક અને સંઘયણના ઉદયની પણ વિવક્ષા કરેલ નથી અને જેમ મૂળ શરીરની અપેક્ષાએ ૩૦નો ઉદય માનીએ તો માત્ર વૈક્રિય કે આહારક શરીર બનાવતાં વૈક્રિયદ્ધિક અથવા આહારકદ્વિક આ બે પ્રકૃતિઓનો ઉદય વધારે થાય છે. માટે ૩૦ ને બદલે ૩૨નું અને ઉદ્યોતનો પણ ઉદય થાય તો ૩૦ ને બદલે ૩૩નું એમ બે ઉદયસ્થાન આવે, પરંતુ ૨૫ અને ૨૭ આદિ ૪ એમ ૫ અથવા તમો એ પ્રશ્નમાં પૂછેલ છે તે પ્રમાણે ૨૮ અને ૩૦ આદિ ૪ એમ ૫ ઉદયસ્થાનો તો ન જ આવે. તમોએ ૧૦૧ના પ્રશ્નમાં અનુત્તર દેવોની અપેક્ષાએ પુરુષવેદના ઉદયનો ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરોપમ બતાવેલ છે. પરંતુ પંચસંગ્રહ દ્વિતીય દ્વાર ગાથા ૪૮માં પુરુષવેદની ઉત્કૃષ્ટ સ્વકાસ્થિતિ કેટલાએક વર્ષ અધિક ૨૦૦ થી ૯૦૦ સાગરોપમ પ્રમાણ બતાવેલ છે. માટે પરસ્પર વિરોધ કેમ ન આવે ? અહીં ભાવવંદની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરોપમ પ્રમાણ બતાવેલ છે. અને પંચસંગ્રહમાં દ્રવ્યવેદની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્વકાસ્થિતિ બતાવેલ છે. માટે કોઈ વિરોધ નથી. જો કે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે છતે જ પુરુષાકૃતિ રૂપ પુરુષવેદ હોય છે. પરંતુ શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુરુષાકૃતિ રૂ૫ પુરુષવેદ હોતો નથી. છતાં ભાવી નૈગમ નયની અપેક્ષાએ વિગ્રહગતિમાં અને શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી પણ દ્રવ્યથી પુરુષવેદ માનેલ હોય એમ લાગે છે. તમોએ પ્રશ્ન ૧૧૭ માં રૈવેયક અને અનુત્તરદેવોને ઉત્તર વૈક્રિય શરીર ન હોવાથી ૨૧ આદિ ૫ ઉદયસ્થાનો અને ૪૦ ઉદયભાંગા બતાવેલ છે. પરંતુ દેવગતિમાં દર્ભાગ્ય આદિ પ્રકૃતિઓનો ઉદય કિલ્બીલીયા વગેરે હલકા દેવોને જ હોય એમ કેટલાક ઠેકાણે બતાવેલ છે. તો આવા ઉચ્ચ કોટીના દેવોને દોર્ભાગ્ય આદિનો ઉદય કેવી રીતે હોય ? આવા સ્પષ્ટ અક્ષરો અમુક ગ્રંથમાં જ મળે છે. પરંતુ સર્વત્ર મળતા નથી. માટે જ ૪૦ ભાંગા બતાવેલ છે, પરંતુ દીભંગ્યાદિક અશુભ પ્રવૃતિઓ ઉદયમાં ન જ હોય તો પાંચે ઉદયસ્થાનમાં ૧-૧, એમ આ દેવોને ૫ જ ઉદયભાંગા હોય એમ માનવામાં પણ કોઇ વિરોધ નથી.
પ્ર. ૧૩૨
ઉત્તર
પ્ર. ૧૩૩
કે ૨
ઇતિ સત્તાપ્રકરણ પ્રશ્નોત્તરી રામાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org