________________
,
ઉદયપ્રકરણ
Gઃ અથ ત્રીજો અનુભાગ ઉદય :-) अणुभागुदओ वि जहण्ण नवरि आवरणविग्यवेयाणं । संजलणलोभसम्मत्ताण य गंतूणमावलिगं ।। ५ ।। अनुभागोदयोऽपि जबन्यो नवरमावरणविघ्नवेदानाम् ।
संज्वलनलोभसम्यक्त्वयोश्च गत्वाऽऽवलिकाम् ।। ५ ।। ગાળંથ :- ટીકાની જેમ.
ટીકાર્ય - સ્થિતિ ઉદય કહ્યો, હવે અનુભાગ ઉદયને કહે છે.... અનુભાગ ઉદય પણ અનુભાગ ઉદીરણા સરખો જાણવો. વિશેષ જ્ઞાનાવરણ-૫, અંતરાય-પ, દર્શનાવરણ-૪, વેદ-૩, સંજવલન લોભ, સમ્યકત્વ એ ૧૯ પ્રકૃતિઓનો ઉદીરણા વિચ્છેદ થયે છતે આગળ એક આવલિકા પસાર થયા પછી તે આવલિકાના અન્ય સમયે જઘન્ય અનુભાગ ઉદય
કહેવો.
ઇતિ ત્રીજો અનુભાગ ઉદય સમાપ્ત ૯ અથ ચોથો પ્રદેશ ઉદય ) अजहण्णाणुक्कोसा, चउत्तिहा छण्ह चउविहा मोहे । आउस्स साइअधुवा, सेसविगप्पा य सब्वेसिं ।। ६ ।। अजघन्यानुत्कृष्टौ, चतुस्त्रिधा षण्णां चतुर्विधो मोहे ।
आयुषः साद्यध्रुवौ, शेषविकल्पाश्च सर्वेषाम् ।। ६ ।। ગાળંથ :- આયુષ્ય અને મોહનીય વિના બાકીના ૬ કર્મોનો અજઘન્ય પ્રદેશોદય-૪ પ્રકારે છે, અને અનુત્કૃષ્ટ પ્રદેશોદય ૩ પ્રકારે છે. તથા મોહનયીનો અજઘન્ય અને અનુકુષ્ટ પ્રદેશોદય ૪ પ્રકારે છે, અને આયુષ્યના ૪ વિલ્પો અને સર્વ કર્મોના બાકીના વિલ્પો સાદિ-અદ્ભવ એમ બે પ્રકારે છે.
ટીકાર્થ :- અનુભાગ ઉદય કહ્યો, હવે પ્રદેશોદય કહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને ત્યાં આ બે અર્થાધિકાર છે - સાદિ - અનાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા છે. ત્યાં સાદિ – અનાદિ પ્રરૂપણા બે પ્રકારે છે - મૂલપ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયક છે.
-: અથ મૂલ – ઉત્તરપ્રકૃતિ સંબંધી સાધાદિ પ્રરૂપણા :-)
ત્યાં મૂલપ્રકૃતિ વિષયની સાદિ-અનાદિ પ્રરૂપણા કરતાં કહે છે - મોહનીય - આયુષ્ય સિવાયના ૬ કર્મોનો અજઘન્ય પ્રદેશોદય ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે.... સાદિ - અનાદિ - ધ્રુવ અને અવ. ત્યાં કોઇક ક્ષપિતકર્માશ જીવ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય અને ત્યાં સંકિલષ્ટ થઇને ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધતા ઉત્કૃષ્ટ પ્રદેશના સમૂહની ઉદ્વર્તન કરે, પછી બંધના અન્ને કોલ કરીને એકેન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય, તેના પ્રથમ સમયે પૂર્વ કહેલ ૬ કર્મોનો જઘન્ય પ્રદેશોદય થાય, અને તે એક સમય જ હોવાથી સાદિ- અધ્રુવ, પછી બીજે સર્વે પણ અજઘન્ય, તે પણ બીજા સમયે પ્રવર્તે ત્યારે સાદિ, તે (જઘન્ય) સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. તથા તે જ ૬ કર્મોનો અનુકુષ્ટ પ્રદેશોદય-૩ પ્રકારે છે. - અનાદિ – ધ્રુવ અને અધ્રુવ. તે આ પ્રમાણે કહે છે.... આ ૬ કર્મોનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ગુણિતકર્માશજીવને પોત પોતાના ઉદયના અન્ત ગુણશ્રેણિના શિખરે? ૪ લપિત કર્ભાશ એટલે ઓછામાં ઓછા કર્મોશની સત્તાવાળો આત્મા. તે ભવ્ય જ હોય છે. તેનું વિશેષ સ્વરૂપ સંક્રમણકરણમાં પૂર્વે કહ્યું છે. ૫ ક્ષપિત કર્ભાશ આત્મા સીધો એકેન્દ્રિયમાં ન જાય, પરંતુ દેવલોકમાં જાય માટે દેવલોકમાં જવાનું કહ્યું. જઘન્ય પ્રદેશોદય એકેન્દ્રિયમાં હોય છે, કારણ કે
યોગ અત્યંત અલ્પ હોવાથી વધારે ઉદીરણા કરી શકતો નથી. બેઇન્દ્રિયાદિમાં યોગ વધારે હોવાથી ઉદીરણા વધારે થાય એટલે વધારે પ્રમાણમાં ભોગવાય તેથી જઘન્ય પ્રદેશોદય ન થાય. માટે દેવલોકમાંથી એકેન્દ્રિયમાં જવાનું કહ્યું. નીચેના સ્થાનકોના દલિતો ઉપરના સ્થાનકમાં જ્યારે ગોઠવાય ત્યારે નીચેના સ્થાનકોમાં દલિકો ઓછા રહે તેથી જઘન્ય પ્રદેશોદય થઇ શકે માટે દેવપણામાં ઉદ્વર્તન કરવાનું જણાવ્યું. જે કર્મલિકો બંધાય અને ઉદ્વર્તિત થાય તેની જો આવલિકા પૂર્ણ થાય તો તે ઉદીરણા યોગ્ય થાય અને જો ઉદીરણા થાય તો પણ જઘન્ય પ્રદેશોદય ન થાય માટે તે થતાં પહેલા બંધના અન્ને પ્રથમ અને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતાં પ્રથમ સમયે યોગ અલ્પ હોય તેથી પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org