________________
૪00
કર્મપ્રકૃતિ ભાગ - ૩
પ્રથમ સમયથી જ તેનો સંક્રમ શરૂ થાય છે. અને તે દલિકનો અન્ય પ્રકૃતિમાં સંપૂર્ણ સંક્રમ થતાં ઓછામાં ઓછો એક આવલિકા કાળ લાગે, એટલે સંક્રમાવલિકાના દ્વિચરમ સમય સુધી તે દલિક સ્વસ્વરૂપે વિદ્યમાન હોય છે. પરંતુ ચરમ સમયે સ્વસ્વરૂપે રહેતું નથી. કેમ કે તે સંપૂર્ણપણે અન્ય પ્રકૃતિમાં સંક્રમેલ છે. ધારો કે અસત્કલ્પનાએ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના આઠમા સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. અને એક આવલિકાના અસત્કલ્પનાએ ચાર સમય કલ્પીએ તો બંધવિચ્છેદ રૂપ આઠમા સમયે બંધાયેલ કર્મદલિકની ચાર સમય રૂપ બંધાવલિકા અગિયારમા સમયે વ્યતીત થાય. ત્યાર પછીના બારમા સમયથી સંક્રમ શરૂ થાય, ત્યાં બારથી પંદર સમય સુધીના ચાર સમયરૂપ સંક્રમાવલિકા હોય. તે સંક્રમાવલિકાના ઉપાજ્ય સમય સુધી એટલે કે-ચૌદમાં સમય સુધી આઠમા સમયે બંધાયેલ દલિકની સ્વરૂપે સત્તા હોય. પરંતુ સંક્રમાવલિકાના ચરમ સમય રૂપ પંદરમા સમયે સત્તા ન હોય, તે જ પ્રમાણે સાતમા સમયે બંધાયેલ દલિકની તેરમા સમય સુધી, છઠ્ઠા સમયે બંધાયેલ દલિકની બારમા સમય સુધી, એ જ રીતે પાંચમા સમયે બંધાયેલની અગિયારમાં સમય સુધી, ચોથા સમયે બંધાયેલની દશમા સમય સુધી અને ત્રીજા સમયે બંધાયેલ દલિકની નવમા સમય સુધી સ્વરૂપે સત્તા હોય છે પણ પછી-પછીના સમયે સ્વરૂપે સત્તા હોતી જ નથી. વળી આઠમા સમયે બંધવિરચ્છેદ થતો હોવાથી નવમો સમય એ બંધવિચ્છેદ પછીનો પ્રથમ સમય કહેવાય. તે નવમા સમયે ઉપર બતાવ્યા મુજબ ત્રીજાથી આઠમા સમય સુધીના છ સમયે બંધાયેલ દલિકની જ સત્તા હોય છે. પણ આ ગુણસ્થાનકના પ્રથમના બે સમયોમાં બંધાયેલ દલિકોની સત્તા હોતી નથી. અને અસત્કલ્પનાએ ચાર સમયની આવલિકાની કલ્પના કરેલ હોવાથી અસત્કલ્પનાએ જે છ સમય છે એ બે સમયનૂન બે આવલિકા કહેવાય. તેથી જ બંધવિચ્છેદ પછીના એટલે કે નવમા સમયે બે સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિકની જ સત્તા હોય પણ તેથી ઓછી કે વધારે કાળમાં બંધાયેલ દલિકની સત્તા હોઇ શકે જ નહીં. કેટલાં પ્રદેશ સત્કર્મસ્થાનનું એક અદ્ધક થાય ? સામાન્યથી વિવક્ષિત સમયે ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી એક-એક પરમાણુની વૃદ્ધિએ અનંતા પ્રદેશ સત્કર્મસ્થાનનું એક રૂદ્ધક થાય છે. પરંતુ બંધવિચ્છેદ પછી પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણ એ ચાર પ્રકૃતિઓના દ્વિતીય સ્થિતિગત દલિકના જે બે સમયનૂન બે આવલિકા પ્રમાણે રૂદ્ધકો બતાવેલ છે, ત્યાં વિવક્ષિત સમયે ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી એક-એક પરમાણુની વૃદ્ધિએ અનંત પ્રદેશસત્કર્મસ્થાનો થતાં નથી, પરંતુ યોગસ્થાનની વૃદ્ધિથી કર્મસ્કંધની વૃદ્ધિએ નિરંતર પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. વળી યોગસ્થાનો અસંખ્ય જ હોવાથી વિવક્ષિત સમયે પણ એક-એક કર્મ સ્કંધની વૃદ્ધિએ અસંખ્ય પ્રદેશસત્કર્મસ્થાનો જ થાય. તેથી યોગસ્થાનના આધારે થતાં હોવાથી આ ચાર પ્રકતિઓની દ્વિતીય સ્થિતિમાં અસંખ્ય પ્રદેશસત્કર્મસ્થાનનું જ એક-એક રૂદ્ધક થાય છે.
પ્ર. ૮૨
સપ્તતિકા ને આશ્રયી પ્રશ્નોત્તરી
પ્ર. ૮૩
ઉત્તર
દશમા ગુણસ્થાનક સુધી દરેક જીવોને જેમ આઠે કર્મનો ઉદય અવશ્ય હોય છે. તેમ શું ઉદીરણા પણ આઠે કર્મની હોય ? ના, પ્રથમના ૬ ગુણસ્થાનક સુધી ભવની ચરમાવલિકામાં આયુષ્ય વિના ૭ની અને શેષ સર્વ કાળે આઠની તેમજ ૭મા થી ૧૦માં ગુણસ્થાનકની ૧ આવલિકા બાકી હોય ત્યાં સુધી વેદનીય અને આયુષ્ય વિના ૬ની અને ૧૦ મા ગુણસ્થાનકની ચરમ આવલિકામાં મોહનીય વિના પાંચની ઉદીરણા હોય છે. ભવની ચરમાવલિકામાં મિશ્ર ગુણસ્થાનકે આયુ વિના શું સાતે કર્મની ઉદીરણા હોય ? ના, ભવની ચરમાવલિકામાં તથા સ્વભાવે જ મિશ્ર ગુણસ્થાનકનો સંભવ જ ન હોવાથી મિશ્ર હંમેશાં આઠની જ ઉદીરણા હોય છે. મોહનીય વિના છઘને ૭નો ઉદય જઘન્યથી કેટલો કાળ ? અને તે કઇ રીતે ?
પ્ર. ૮૪
ઉત્તર
પ્ર. ૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org