________________
સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી
પ્ર. ૭૫
ઉત્તર
પ્ર. ૭૬
ઉત્તર
પ્ર. ૭૭
ઉત્તર
પ્ર. ૭૮
ઉત્તર
પ્ર. ૭૯
ઉત્તર
પ્ર. ૮૦
ઉત્તર
પ્ર. ૮૧
ઉત્તર
Jain Education International
228
અહોરાત્ર જધન્ય સ્થિતિસત્તા ક્ષેપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે પોતપોતાના ચરમ સંક્રમ સમયે હોય છે. પરંતુ પુરુષવેદાદિ ચારમાં દલિકનિષેકરૂપ સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત ન્યૂન હોય છે.
ઉદયબંધોત્કૃષ્ટા તથા ઉદયસંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા શા માટે ?
ઉપરોક્ત પ્રકૃતિઓનો જ્યારે ઉદય ન હોય ત્યારે ઉદયના પ્રથમ સ્થિતિસ્થાનમાં રહેલ દલિક સ્તિબુકસંક્રમથી અન્ય પ્રકૃતિઓમાં સંક્રમી જાય છે. માટે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વખતે અથવા અન્ય પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સંક્રમ વખતે એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે અને ઉદય હોય ત્યારે પ્રથમ સ્થિતિસ્થાનનું દલિક સ્વરૂપે વિદ્યમાન હોવાથી એક સમય અધિક સ્થિતિસત્તા થાય છે. માટે આ બન્ને પ્રકારની પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે.
પ્રથમ ગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા અંતર્મુહૂર્ત જ કેમ હોય ?
પ્રથમ ગુણસ્થાનકે નરકાયુ બાંધી પછી ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી તેના પ્રભાવથી જિનનામનો નિકાચિત બંધ કરી મિથ્યાત્વ ગુણસ્થાને આવીને જ નરકમાં જાય છે અને નરકમાં જઇ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થઇ અંતર્મુહૂર્તમાં જ સત્તામાં રહેલ જિનનામના પ્રભાવથી અવશ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. એથી મિથ્યાત્વ ગુણસ્થાને અંતર્મુહૂર્તથી વધારે જિનનામની સત્તા ઘટી શકતી નથી.
અનેક જીવો આશ્રયી કેટલાં સત્તાગત સ્થિતિસ્થાનો નિરંત૨૫ણે જ પ્રાપ્ત થાય ?
એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાથી આરંભીતે તે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સુધીના સમયો પ્રમાણ સત્તાગત સ્થિતિસ્થાનો નિરંતરપણે જ પ્રાપ્ત થાય છે.
સત્તાગત અનુભાગસ્થાનના ત્રણ પ્રકારો ક્યા ? અને તેનું કારણ શું ?
બંધોત્પત્તિક, હતોત્પત્તિક અને હતહતોત્પત્તિક એમ ત્રણ પ્રકારે સત્તાગત અનુભાગસ્થાનો છે. રસબંધના કારણભૂત અધ્યવસાયસ્થાનોથી જે રસસ્થાનો થાય છે તે બંધોત્પત્તિક, ઉર્જાના - અપવર્તનારૂપ કરણ વિશેષથી જે રસસ્થાનો થાય છે તે હતોત્પત્તિક અને રસઘાત દ્વારા જે ફરીથી સત્તાગત અનુભાગસ્થાનો બને છે તે હતહતોત્પત્તિક અનુભાગસ્થાનો છે.
ચારિત્રમોહોપશમક અને ચારિત્રમોહક્ષપક સંબંધી ગુણશ્રેણીઓ નવમા દશમા ગુણસ્થાનકે કરે એમ જણાવેલ છે. પરંતુ અપૂર્વક૨ણ ગુણસ્થાનકે સ્થિતિઘાતાદિ પાંચે અપૂર્વ પદાર્થો કરે છે. તેથી અપૂર્વ ગુણશ્રેણિ પણ કરે છે. એમ નક્કી થાય છે. તો આ ગુણશ્રેણિનો અગિયારમાંથી કઇ ગુણશ્રેણિમાં સમાવેશ થાય ?
આ ગુણશ્રેણિનો સમાવેશ ચારિત્રમોહોપશમક અને ચારિત્રમોહક્ષપક ગુણશ્રેણિમાં જ થાય. જો કે પંચમકર્મગ્રંથ ગા૦ ૮૨ની ટીકામાં ઉપરોક્ત બન્ને ગુણશ્રેણિઓ નવમા-દશમા ગુણસ્થાનકે કહેલ છે. છતાં ઉપલક્ષણથી આઠમા ગુણસ્થાનકે પણ હોઇ શકે એમ લાગે છે.
ઉપશાંતમોહ આદિ ત્રણ ગુણસ્થાનકે સાતાવેદનીયરૂપ માત્ર એક જ મૂળ અને ઉત્તપ્રકૃતિનો બંધ હોવાથી બધ્યમાન સર્વ દલિક સાતાને જ મળે - માટે સાતાવેદનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ઉપશાંતમોહથી સયોગિગુણસ્થાનક સુધી કહેવો જોઇએ છતાં દશમા ગુણસ્થાને જ કેમ કહ્યો ?
તમારી વાત સાચી છે. પરંતુ અહીં સર્વત્ર સકષાયી જીવને થતા કર્મબંધનીજ વિવક્ષા છે. તેથી ઉપશાંતમોહાદિ ગુણસ્થાનકે કષાય ન હોવાથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી ન બતાવતાં દશમા ગુણસ્થાનકે જ બતાવેલ છે. પુરુષવેદનો બંધવિચ્છેદ થયા બાદ તેનું દ્વિતીયસ્થિતિમાં બે સમયન્યૂન બે આવલિકા કાળે બંધાયેલ દલિક જ સત્તામાં કેમ હોય ? તેથી ઓછા કે વધારે કાળમાં બંધાયેલ કર્મદલિક સત્તામાં કેમ ન હોય ?
જે કર્મ જે વિવક્ષિત સમયે બંધાય છે તે વિક્ષિત સમયથી એક આવલિકા સુધીના કાળને બંધાવલિકા કહેવાય છે. તે બંધાવલિકામાં કોઇપણ કરણ લાગતું ન હોવાથી બંધાવલિકા વ્યતીત થયા બાદ બીજી આવલિકાના
For Personal & Private Use Only
www.jainelibrary.org