________________
સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી
૩૯૭
પ્ર. ૬૫
ઉત્તર
પ્ર. ૬૬ ઉત્તર પ્ર. ૬૭ ઉત્તર,
થીણદ્વિત્રિકનો મનુષ્યગતિમાં તેમજ મતાન્તરે મનુષ્ય અને તિર્યંચગતિમાં, દૌર્ભાગ્ય, અનાદેય, અપયશ અને નીચગોત્ર આ ચારનો દેવ સિવાય શેષ ત્રણ ગતિમાં તેમજ મિથ્યાત્વમોહનીય તથા અનંતાનુબંધિચતુષ્ક એ પાંચનો ચારે ગતિમાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઇ શકે છે. યુગલિકો નિરુપક્રમી અનાવર્તનીય આયુષ્યવાળા કહેવાય છે. છતાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકને ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત આયુ વર્જી શેષ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ પ્રમાણ આયુષ્યની અપવર્તન કરી ત્યાર પછીના પ્રથમ સમયે તિર્યંચને તિર્યંચાયુનો અને મનુષ્યને મનુષ્યાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહ્યો છે તો અનપવર્તનીય આયુષ્યવાળા યુગલિકોનો આયુષ્યની અપવર્તન શી રીતે હોય ? યુગલિકોને અપર્યાપ્ત અવસ્થામાં આયુષ્યની અપવર્ણના થાય છે, પરંતુ પર્યાપ્ત થયા બાદ અપવર્તન થતી નથી. માટે અનાવર્તનીય આયુષ્યવાળા કહ્યાં છે. આ હકીકત શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર તથા આચારંગ સૂત્રમાં પણ કહેલ છે. જઘન્ય પ્રદેશોદય પ્રાયઃ ક્યા જીવને હોય ? આયુ સિવાયની સર્વ પ્રકતિઓનો જઘન્ય પ્રદેશોદય પ્રાય: ક્ષપિતકર્માશ જીવને જ હોય છે. અનંતાનુબંધિનો જઘન્ય પ્રદેશોદય કયા જીવને હોય ? તે કારણ સહિત સમજાવો. ક્ષપિતકશ જે કોઇ જીવ ચાર વાર મોહનીયનો ઉપશમ કરી પ્રથમ ગુણસ્થાનકે આવી સ્વભૂમિકા અનુસાર જઘન્ય યોગે વર્તતાં અંતર્મુહૂર્ણકાળ માત્ર અનંતાનુબંધિનો બંધ કરી તરત જ સમ્યકત્વ પ્રાપ્ત કરી, સાધિક ૧૩૨ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વનો કાળ પૂર્ણ કરી પ્રથમ ગુણસ્થાનકે આવે તે જીવને મિથ્યાત્વના ઉદયની પ્રથમ આવલિકાના ચરમ સમયે યથાયોગ્ય ચારે અનંતાનુબંધિનો જઘન્ય પ્રદેશોદય હોય છે.
ચાર વાર મોહનીયનો ઉપશમ કરવાથી સત્તામાં રહેલ અપ્રત્યાખ્યાનીય વગેરે શેષ કષાયના ઘણાં દલિકોનો ક્ષય થાય છે અને થોડા જ દલિકો સત્તામાં શેષ રહે છે, તેથી મિથ્યાત્વ ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત પ્રમાણ અનંતાનુબંધિના બંધ વખતે તેમાં સંક્રમ દ્વારા અન્ય કષાયોના ઘણાં જ ઓછાં દલિકો આવે. ત્યારબાદ સાધિક ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વના કાળમાં સત્તામાં રહેલ જે અલ્પ પ્રમાણમાં અનંતાનુબંધિના દલિકો છે તે પણ અન્ય પ્રવૃતિઓમાં સંક્રમવાથી ઘણાં જ ઓછાં સત્તામાં રહે છે. તેથી ચાર વાર મોહનો ઉપશમ કરનાર અને સાધિક ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વનું પાલન કરનાર જીવ ગ્રહણ કરેલ છે.
- મિથ્યાત્વ ગુણસ્થાનકે આવતાં જ પ્રથમ સમયથી અનંતાનુબંધિનો બંધ શરૂ થાય છે. તેથી સંક્રમ દ્વારા અન્ય કષાયોના દલિક બંધસમયથી જ અનંતાનુબંધિમાં આવે છે અને બંધાવલિકાની સાથે જ સંક્રમાવલિકા પૂર્ણ થવાથી આવલિકા પછી બંધથી અને સંક્રમથી પ્રાપ્ત થયેલ ઘણાં દલિકો ઉદય તથા ઉદીરણા દ્વારા ભોગવાય છે. તેથી આવલિકા પછી જઘન્ય પ્રદેશોદય ન થાય માટે પ્રથમ આવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશોદય કહેલ છે.
આવલિકાના ચરમ સમય કરતાં આવલિકાના પ્રથમાદિ સમયોમાં બંધથી તથા અપવર્ણનાકૃત નિક્ષેપથી પ્રાપ્ત થયેલ દલિક વધારે પ્રમાણમાં હોય છે. તેથી ઉદયમાં પણ વધુ પ્રાપ્ત થાય છે. માટે પ્રથમાદિ સમયે નહિ કહેતાં ચરમ સમયે જ જઘન્ય પ્રદેશોદય કહેલ છે. દેવમાંથી એવી એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરનાર જીવને પ્રથમ સમયે કઇ કઇ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય થાય ? વળી તે જ એકેન્દ્રિયને દ્વિતીયાદિ સમયમાં અથવા બેઇકિયાદિ અન્ય જીવોને જઘન્ય પ્રદેશોદય કેમ ન હોય ? અવધિજ્ઞાનાવરણ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ વિના ત્રણ દર્શનાવરણ, નપુંસકવેદ, તિર્યંચદ્ધિક, સ્થાવર અને નીચગોત્ર આ બાર પ્રકૃતિઓનો ક્ષપિતકર્માશ એકેન્દ્રિય જીવોને ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. પરંતુ તેઓને દ્વિતીયાદિ સમયમાં અથવા અન્ય જીવોને યોગ અસંખ્યગુણ હોવાથી ઉદીરણા
પ્ર. ૬૮
ઉત્તર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org