________________
૩૯૬
પ્ર. ૫૭
પ્ર. ૫૮
પ્ર. ૫૯
પ્ર. ૬૦
કર્મપ્રકૃતિ ભાગ-૩ લઘુક્ષપક એટલે શું ? તેમજ પ્રાયઃ ઉત્કૃષ્ટ પ્રદેશોદય તેને જ કહેવાનું કારણ શું ? લઘુ = જલ્દી, ાપક = કર્મનો ક્ષય કરનાર, અર્થાત્ આઠ વર્ષની વયે સર્વવિરતિનો સ્વીકાર કરી અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઇ કેવળજ્ઞાન પામે તે લઘક્ષપક કહેવાય છે. તેમજ સંયમપ્રાપ્તિ પહેલાં નિર્જરા અલ્પ હોવાથી અને બંધ વધુ હોવાથી સત્તામાં પ્રદેશો ઘણાં હોય છે. વળી અંતર્મુહૂર્તમાં જ તેઓનો ગુણશ્રેણિકત ઉદયદ્વારા ક્ષય કરવાનો હોવાથી તે આત્માને ઘણાં પ્રદેશોનો ઉદય થાય છે. વળી તેને જ ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહેલ છે. ચિરક્ષપણા એટલે શું? ચિર= લાંબા કાળે. ક્ષપણા = કર્મનો ક્ષય કરવો તે, એટલે કે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળો જે આત્મા ઘણાં કાળ પછી સંયમનો સ્વીકાર કરે, વળી દીર્ધકાળ સંયમ પાળી અલ્પ આયુષ્ય બાકી રહે ત્યારે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે. તે આત્માને કર્મનો જે ક્ષય થાય છે, તે ચિરક્ષપણા કહેવાય છે. અગિયારમાંથી કેટલી અને કઇ કંઇ ગુણશ્રેણિઓ ઉદયદ્વારા સંપૂર્ણ ભોગવીને જ આત્મા કાળ કરી શકે? પરંતુ તે પહેલાં નહિ ? મોહલપક, ક્ષીણમોહ, યોગિ અને અયોગિ એમ આ ચાર સંબંધી ગુણશ્રેણિઓ ઉદયદ્વારા સંપૂર્ણ ભોગવીને જ અયોગીના ચરમ સમય બાદ કાળ કરે, પણ તે પહેલાં નહિ. શેષ સાત ગુણશ્રેણિઓ કાળ કરી અન્ય ભવમાં પણ ભોગવે. પહેલે ગુણસ્થાનકે કેટલી ગુણશ્રેણિઓ પ્રાપ્ત થઈ શકે ? સમ્યકત્વ વગેરે સંબંધી પ્રથમની ત્રણ ગુણશ્રેણિઓ કરી શીઘ મિથ્યાત્વ પામનાર આત્માને ઉદયની અપેક્ષાએ પહેલે ગુણસ્થાનકે આ ત્રણ ગુણશ્રેણિઓ પ્રાપ્ત થઇ શકે છે. નરકાદિ ચાર ગતિમાં કેટલી અને કઇ કઇ ગુણશ્રેણિઓ કરી શકે? નરક તથા દેવગતિમાં સમ્યકત્વ સંબંધી તેમજ અનંતાનુબંધિની વિસંયોજના સંબંધી એમ બે, તિર્યંચગતિમાં આ બે અને દેશવિરતિ સંબંધી એમ ત્રણ અને મનુષ્યગતિમાં સર્વ અગિયાર ગુણશ્રેણિઓ કરી શકે છે. નરકાદિ ચાર ગતિઓમાં કેટલી અને કઇ કઇ ગુણશ્રેણિઓ ઉદયમાં પ્રાપ્ત થાય? નરક તથા તિર્યંચગતિમાં પ્રથમની પાંચ, દેવગતિમાં પ્રથમની સાત અને મનુષ્યગતિમાં અગિયારે-અગિયાર ગુણશ્રેણિઓ કરેલ દલિક રચનાનો અનુભવ હોઇ શકે છે.
એવી કઇ ગુણશ્રેણિઓ છે કે... જેમાં પ્રત્યેક સમયે ઉપરની સ્થિતિમાંથી સમાન દલિકો ઉતારી અસંખ્યાત 'ગુણાકારે ગોઠવે? તે કારણ સાથે જણાવો. ઉપશાંતમહ તથા સયોગી આ બે ગુણસ્થાનકોમાં સ્થિર પરિણામ હોવાથી તે બે ગુણસ્થાનકો સંબંધી ગુણશ્રેણિઓમાં પ્રતિસમયે ઉપરની સ્થિતિમાંથી સરખા દલિકો ઉતારી અસંખ્ય ગુણાકારે ગોઠવે છે. કઇ કઇ કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કઇ કઇ ગતિમાં હોય ? વૈક્રિયસપ્તક, દેવત્રિક, મધ્યમ આઠ કષાય, અને હાસ્યષક આ ૨૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય દેવગતિમાં જ હોય. નરકત્રિકનો નરકગતિમાં જ હોય. એકેન્દ્રિયાદિ આદ્ય ચાર જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, અને તિર્યંચત્રિક, આ બાર પ્રકૃતિઓનો તિર્યંચગતિમાં જ , તેમજ જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ છે, વેદનીય બે, સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, ત્રણ વેદ, સંજ્વલનચતુષ્ક મનુષ્યાય, મનુષ્યદ્વિક, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, આહારકસપ્તક, તેજસ-કાશ્મણસપ્તક, સંસ્થાનષક, સંહનનષક વર્ણચતુષ્કની વીશ, વિહાયોગતિદ્રિક, આતપ વિના પ્રત્યેક પ્રકૃતિ સાત, ત્રસદશક, અસ્થિર, અશુભ, દુઃસ્વર, ઉચ્ચગોત્ર અને અંતરાયપંચક - એમ કુલ ૧૦૭ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય મનુષ્યગતિમાં જ હોય છે. વળી
પ્ર. ૬૧
પ્ર. ૬૨
પ્ર. ૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org