________________
સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી
૩૯૫
પ્ર. ૫૧
ત્રણ આયુષ્ય સિવાય સર્વ મુખ્યપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધમાં તેઓનો ઉત્કૃષ્ટ રસબંધ થાય, એમ કહેવાય છે. તો ઉપરના પ્રશ્નના ઉત્તરમાં છ પ્રકૃતિઓનો જ જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે ઉત્કૃષ્ટ રસબંધ થાય, એમ કેમ કહ્યું ? ત્રણ આયુષ્ય સિવાય શેષ સર્વ મુખ્યપ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધ વખતે ઉત્કૃષ્ટ રસબંધ થાય, એ સામાન્ય કથન છે. એટલે સંક્ષિ-પંચેન્દ્રિય પર્યાપ્તો જઘન્યમાં જઘન્ય સ્થિતિબંધ કરે તે વખતે શેષ પુન્યપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ પડે એમ સમજવાનું છે. તેથી સાતા વેદનીય આદિ છ પ્રકૃતિ સિવાય શેષ પુન્યપ્રકૃતિઓનો એકેન્દ્રિયો અને દેવદ્ધિક તથા વૈક્રિયદ્વિકનો પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય જઘન્ય સ્થિતિબંધ કરે છે. ત્યારે તેઓને તેવા પ્રકારની વિશુદ્ધિ ન હોવાથી તેઓનો ઉત્કૃષ્ટ રસબંધ એકેન્દ્રિયો કે પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિય કરતા નથી. પરંતુ કેટલીક પ્રકૃતિઓનો ક્ષપકશ્રેણિમાં વર્તતા અને કેટલીક પ્રવૃતિઓનો અન્ય જીવો કરે છે. કાર્મણવર્ગણા લોકમાં સર્વત્ર વ્યાપીને રહેલ છે. જ્યારે વિવક્ષિત કોઇપણ એક જીવ લોકના અમુક ભાગમાં જ રહે છે તો તે વિવક્ષિત જીવ કઇ કાર્મણવર્ગણાને કેટલા પ્રમાણમાં ગ્રહણ કરે ? જેમ અગ્નિની વાળા તેનાથી દૂર રહેલ પદાર્થો દહન યોગ્ય હોવા છતાં તે પદાર્થોને અગ્નિરૂપે બનાવતી નથી, પરંતુ અગ્નિજ્વાળાની અંદર આવેલ પદાર્થોને જ અગ્નિરૂપે બનાવે છે. અર્થાત્ બાળે છે. તેમ વિવક્ષિત જીવ પણ તે જીવના આત્મપ્રદેશોને સ્પર્શેલ કે નહિ સ્પર્શલ વર્ગણાઓને કર્મરૂપે બનાવતો નથી, પણ જીવપ્રદેશોની અંદ૨ રહેલ કામણવર્ગણાને યોગના અનુસાર અલ્પ કે વધુ પ્રમાણમાં અનંત સંખ્યામાં ગ્રહણ કરી કર્મરૂપે બનાવે
પ્ર. ૫૨
ઉ.
પ્ર. ૫૩
જ્યારે આયુષ્યકર્મ બંધાય છે ત્યારે અવશ્ય આઠેય મૂળકર્મ બંધાય છે, એટલે આયુષ્યને અન્ય કોઇપણા મૂળકર્મનો ભાગ મળતો નથી. વળી, જ્યારે આયુષ્ય બંધાય ત્યારે ચારમાંથી એક જ બંધાય છે, તેથી આયુષ્યકર્મને પ્રાપ્ત થતો સર્વભાગ બધ્યમાન તે એક જ આયુષ્યને મળે છે તો બંધાતા આયુષ્યને સર્વદા સમાન ભાગ મળવા છતાં આયુષ્યકર્મના અથવા ચારે આયુષ્યના જઘન્ય પ્રદેશબંધ આદિ ચાર ભેદો શી રીતે ઘટી શકે ?
આયુષ્યકર્મને કોઇપણ મૂળકર્મ કે સ્વજાતીય ઉત્તઅકૃતિઓના ભાગ મળતા નથી, પરંતુ આયુષ્યબંધ વખતે . . જીવની ભૂમિકાને અનુસાર યોગ અલ્પ કે વધુ હોય છે અને એ યોગના અનુસારે કર્મદલિક ગ્રહણ થાય છે.
તેથી જઘન્યયોગે આયુષ્ય બાંધે ત્યારે જઘન્ય પ્રદેશબંધ અને ઉત્સુયોગે આયુષ્ય બાંધે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ
થાય છે. વળી તદનુસાર અજઘન્ય અને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ પણ ઘટી શકે છે. પ્ર. ૫૪, મૂળ આઠ કર્મમાંથી ક્યા કર્મનો સાદ્યાદિ ચારે પ્રકારે ઉદય હોય ? અને તે કઇ રીતે ?
મોહનીયકર્મનો સાદ્યાદિ ચારે પ્રકારે ઉદય હોય છે તે આ રીતે :- ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડતાં મોહનીયનો પુનઃ ઉદય થાય ત્યારે સાદિ, દશમા ગુણસ્થાનકથી આગળ નહિ ગયેલાને અનાદિ, અભવ્યને
ધ્રુવ અને ભવ્યને અધ્રુવ. પ્ર. ૫૫ મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ તથા જઘન્યસ્થિતિ ઉદય કેટલો હોય ? અને તે કઇ રીતે ?
મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટસ્થિતિ ઉદય બે આવલિકા ન્યૂન એક સમય અધિક ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તે આ રીતે :- જીવ ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, ત્યારબાદ બંધાવલિકા વ્યતીત થતાં જ પ્રથમ ઉદય સ્થિતિસ્થાનમાં વર્તતા તે જીવને ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન ત્રીશ. કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાય છે, અને તે ઉદીરણાથી કરાયેલ દલિક નિક્ષેપ ભુંગવાતા પ્રથમ ઉદયસ્થિતિસ્થાનમાં પણ થાય છે. તેથી એક ઉદય સમય અધિક બે આવલિકા ન્યૂન ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય હોય છે.
જઘન્યસ્થિતિ ઉદય એક સમય પ્રમાણ છે, અને તે બારમાં ગુણસ્થાનકના ચરમસમયે જ થાય છે. પ્ર. ૫૬
ક્ષપિત કર્ભાશ અને ગુણિતકર્માશ આત્મા કોને કહેવાય ? જે આત્માને ઓછામાં ઓછા કર્મપ્રદેશોની સત્તા હોય તે પિતકશ અને જે આત્માને વધારેમાં વધારે કર્મપ્રદેશોની સત્તા હોય તે ગુણિતકશ આત્મા કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org