________________
૩૯૪
કર્મપ્રકૃતિ ભાગ - ૩
પ્ર. ૪૩
પ્ર. ૪૪
પ્ર. ૪૫
પ્ર. ૪૬
પ્ર. ૪૭
જ્ઞાનાવરણીય વગેરે ત્રણા કર્મો કરતાં મોહનીયનો સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવા છતાં તેને દલિકો વિશેષાધિક જ કેમ મળે છે ? મોહનીયકર્મમાં માત્ર મિથ્યાત્વમોહનીયનો જ સ્થિતિબંધ જ્ઞાનાવરણીય વગેરે ત્રણ કર્મો કરતાં સંખ્યાતગુણ છે. શેષ મોહનીયકર્મની સઘળી પ્રવૃતિઓનો સંખ્યાત ગુણ નથી. પરંતુ કેટલીક પ્રવૃતિઓનો વિશેષાધિક અને કેટલીકનો જ્ઞાનાવરણીય આદિ ત્રણથી પણ ઓછો સ્થિતિબંધ છે, તેથી જ્ઞાનાવરણીય આદિ ત્રણ કર્મ કરતાં મોહનીયને દલિકભાગ વિશેષાધિક જ મળે છે. બીજા કર્મોની જેમ વેદનીયકર્મના પુદ્ગલો થોડાં હોય તો સ્પષ્ટ અનુભવ કેમ ન થાય ? વેદનીયકર્મના પુદ્ગલો ચાર પ્રકારના આહારમાંથી અશન જેવાં અને શેષ કર્મના પુદ્ગલો સ્વાદિમ આહાર જેવાં કહેલ છે. તેથી જેમ - દાળ, ભાત, શાક, રોટલી વગેરે અશનરૂપ આહાર પુરતા પ્રમાણમાં હોય તો જ તૃપ્તિરૂપ સ્વકાર્ય કરી શકે અને તજ, એલાયચી, સોપારી વગેરે સ્વાદિમ આહાર બહુ જ અલ્પ પ્રમાણમાં હોય તો પણ તૃપ્તિરૂપ સ્વિકાર્ય કરી શકે છે. તે જ રીતે અહીં પણ સમજી લેવું. તીર્થકર નામકર્મના નિકાચિત બંધની શરૂઆત કોણ કરે ? અને ક્યારે કરે ? તીર્થંકર નામકર્મના નિકાચિત બંધની શરૂઆત મનુષ્ય જ કરે અને તે તીર્થંકરના ભવથી પહેલાંના ત્રીજા ભવમાં જ કરે, તે માટે જુઓ-આવશ્યક ચૂં િપૃષ્ઠ ૩૭૩, ગાથા નં.-૭૪૩, ૭૪૮. એવી કઇ પ્રકૃતિઓ છે કે જેની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધિએ બંધાય અને શુભ ગણાય ? દેવ, મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધિએ બંધાય અને તેથી તે શુભ ગણાય છે. પુણ્યપ્રવૃતિઓમાં એવી કઇ કઇ પ્રકૃતિઓ છે કે જેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધે જઘન્ય રસ બંધાય ? દેવાયુ, મનુષ્યાય અને તિર્યંચાયુ આ ત્રણ આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધે જઘન્ય રસબંધ થાય છે. ઉપરના પ્રશ્નમાં જણાવેલ ત્રણ આયુષ્ય સિવાય શેષ સર્વ પુન્ય પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંક્લિષ્ટ પરિણામથી થાય અને તેથી તે અશુભ ગણાય તેવી રીતે તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ સંક્લિષ્ટ પરિણામથી કેમ ન બંધાય ? વળી તે અશુભ કેમ ન ગણાય ? જેમ સુવર્ણ ઉત્તમ હોવા છતાં તેના બંધનમાં લાંબા સમય સુધી રહેવું ગમતું નથી તેમ તે પુન્યપ્રકૃતિઓ હોવા છતાં તેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંસારમાં દીર્ધકાળ સુધી પરિભ્રમણ કરાવનાર હોવાથી તત્ત્વજ્ઞાનીને ગમતો નથી. તેમજ તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંક્લિષ્ટ પરિણામથી થાય છે માટે તે અશુભ ગણાય છે, જ્યારે પુન્યપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધિએ બંધાય છે. માટે તે શુભ ગણાય છે. અશુભ પ્રકતિઓમાં એવી કઈ કઈ પ્રવૃતિઓ છે કે જેઓનો જઘન્ય સ્થિતિબંધ તથા જઘન્ય રસબંધ એક જ જીવ એકી સાથે અવશ્ય કરે ? પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓનો ક્ષપક સૂક્ષ્મસંપરાય ચરમસમયે અને પુરુષવેદ તથા ચાર સંજ્વલનનો સપક નવમા ગુણસ્થાનકે પોતપોતાના બંધવિચ્છેદ સમયે એક જ જીવ એકી સાથે જઘન્ય સ્થિતિબંધ તથા જઘન્ય રસબંધ અવશ્ય કરે. પુન્યપ્રકૃતિઓમાં એવી કઇ પ્રકૃતિઓ છે કે જેઓનો જઘન્ય સ્થિતિબંધ કરે ત્યારે જ ઉત્કૃષ્ટ રસબંધ થાય ? સાતવેદનીય, ઉચ્ચગોત્ર, યશ-કીર્તિ, જિનનામ તથા આહારકદ્વિક આ છ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસબંધ થાય.
પ્ર. ૪૮
પ્ર. ૪૯
પ્ર. ૫૦ ઉ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org