________________
સત્તાપ્રકરણ – પ્રશ્નોત્તરી
પ્ર. ૩૬
ઉ.
પ્ર. ૩૭
ઉ.
૫. ૩૮
ઉ.
પ્ર. ૩૯
ઉ.
૫.૪૦
ઉ.
પ્ર. ૪૧
ઉ.
પ્ર. ૪૨
ઉ.
Jain Education International
228
ચાર આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ સંશિ-પંચેન્દ્રિયો પણ કરી શકે તેથી કુલ ૨૯ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંશિ-પંચેન્દ્રિય કરી શકે છે.
એવી કઇ પ્રકૃતિઓ છે કે જેનો જઘન્ય સ્થિતિબંધ પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયો જ કરી શકે ?
વૈક્રિયષટ્ક.
એકેન્દ્રિયો જ જેનો જઘન્ય સ્થિતિબંધ કરી શકે એવી પ્રકૃતિઓ કઇ કઇ ?
નિદ્રાપંચક, અસાતાવેદનીય, મિથ્યાત્વ, પ્રથમ બાર કષાય, હાસ્યષટ્ક સ્ત્રીવેદ, નપુંસકવેદ, (વૈક્રિયષટ્ક, જિનનામ, યશઃકીર્તિ અને આહારકદ્વિક સિવાય શેષ) નામકર્મની ૫૭ તથા નીચગોત્ર - આ ૮૫ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયો જ કરી શકે છે.
દેવ-ના૨ક સિવાયના એકેન્દ્રિય આદિ સર્વ જીવો જેનો જઘન્ય સ્થિતિબંધ કરી શકે તેવી પ્રકૃતિઓ કઇ છે ? મનુષ્યાયુ તથા તિર્યંચાયુ.
કોઇપણ મૂળકર્મના ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધનો કાળ કેટલો ?
કોઇપણ કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત અને જઘન્યકાળ એક સમય છે. વળી આયુષ્ય વિના સાતકર્મના જઘન્ય સ્થિતિબંધનો ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બન્ને પ્રકારે કાળ એક સમય જ છે. અને આયુષ્ય કર્મના જઘન્ય સ્થિતિબંધનો ઉત્કૃષ્ટ તથા જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. આયુષ્યના આ સ્થિતિબંધનો કાળ
ભોગ્યકાળની અપેક્ષાએ લખેલ છે.
સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદ૨ એકેન્દ્રિય કઇ કઇ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કરે ? શેષ પ્રકૃતિઓનો કેમ ન કરે? સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય પાંચ નિદ્રા, મિથ્યાત્વ, પ્રથમ બાર કષાય, ભય, જુગુપ્સા અને નામકર્મની ધ્રુવબંધી નવ એમ કુલ ૨૯ધ્રુવબંધી તેમજ હાસ્ય,રતિ, મનુષ્યદ્ધિક, તિર્યંચદ્વિક, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકદ્ધિક, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસનવક અને નીચગોત્ર એમ કુલ ૫૩ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કરે, શેષ અસાતાવેદનીય આદિ ૩૨ પ્રકૃતિઓ પરાવર્તમાન અશુભ હોવાથી અતિવિશુદ્ધ પરિણામે બંધાતી ન હોવાથી તેઓના જઘન્ય સ્થિતિબંધ ન કરે.
અનાદિ મિથ્યાદૃષ્ટિ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે જેમ અંત૨ક૨ણ કરી મિથ્યાત્વની સર્વોપશમના કરે છે. તેમ અંત૨ક૨ણ ક૨ી અનંતાનુબંધિ ઉપશમ કરે કે ન કરે ?
મિથ્યાત્વની જેમ અંત૨ક૨ણ ક૨ી અનંતાનુબંધિનો પણ ઉપશમ કરે એમ લાગે છે, પરંતુ તેવા અક્ષરો કયાંય જોવામાં કે જાણવામાં આવેલ નથી. છતાં મિથ્યાત્વના ઉપલક્ષણથી અનંતાનુબંધિનો ઉપશમ કરે. એમ માનવામાં હરકત લાગતી નથી. વળી જો કદાચ ઉપશમ ન કરે તો ક્ષયોપશમ તો કરે જ. અન્યથા ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ જ ન થાય.
વેદનીય સિવાય સાથે બંધાતાં દરેક મૂળકર્મને સ્થિતિને અનુસારે દલિકનો ભાગ મળે છે. તો આયુષ્યકર્મ કરતાં નામકર્મ તથા ગોત્રકર્મનો સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવાથી આ બન્ને કર્મને આયુષ્યકર્મ કરતાં સંખ્યાતગુણ દલિક મળવાં જોઇએ તો વિશેષાધિક કેમ કહેલ છે ?
આયુષ્ય કરતાં નામ અને ગોત્રકર્મની સ્થિતિ સંખ્યાતગુણ હોવા છતાં આયુષ્યની પ્રધાનતા હોવાથી તથાસ્વભાવે જ આયુષ્યકર્મના પ્રથમ સ્થિતિસ્થાનથી જ તેમાં દલિકો ઘણાં ઘણાં ગોઠવાય છે, જ્યારે નામ અને ગોત્રકર્મન પ્રથમાદિ સ્થિતિસ્થાનોમાં આયુષ્ય કરતાં ઘણાં ઓછાં ઓછાં દલિકો ગોઠવાય છે. માટે આયુષ્ય કરતાં આ બન્ને કર્મની સ્થિતિ સંખ્યાતગુણ હોવા છતાં દલિકો વિશેષાધિક જ પ્રાપ્ત થાય છે. આ તો પંચમ કર્મ ગા ૮૦ ની ટીકાનુસાર યુક્તિ માત્ર છે. પરંતુ તે જ ટીકામાં જણાવેલ છે કે......... નિશ્ચયથી તો અહીં શ્રી જિનવચન જ પ્રમાણભૂત છે. આ જ પ્રમાણે પછીના પ્રશ્નોત્તરમાં સમજવું.
For Personal & Private Use Only
www.jainelibrary.org