________________
૩૯૨
પ્ર. ૩૧
ઉ.
પ્ર. ૩૨
પ્ર. ૩૩
કર્મપ્રકૃતિ ભાગ - ૩ કેટલાક ગ્રંથોમાં વામનને ચોથા સંસ્થાન તરીકે ગણાવેલ છે. તેથી તેમના મતે વામનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૬ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. કર્મપ્રકૃતિના મતે પોતપોતાની પ્રકૃતિની વર્ગોત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતાં જેટલો આવે તેટલો તે તે પ્રકતિઓનો એકેરિયને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે. ત્યાં વર્ગ એટલે શું? અહીં સ્વજાતીય કર્મપ્રવૃતિઓના સમૂહને વર્ગ કહેવામાં આવે છે. જેમ - મતિજ્ઞાનાવરણ આદિ પાંચે પ્રકૃતિઓનો સમૂહ “જ્ઞાનાવરણીય વર્ગ ' કહેવાય છે એ જ રીતે દર્શનમોહનીયની પ્રકૃતિ તે દર્શનમોહનીય વર્ગ, કષાયમોહનીય પ્રવૃતિઓનો સમૂહ તે કષાયમોહનીય વર્ગ અને નોકષાય પ્રકૃતિઓનો સમૂહ તે નોકષાયમોહનીય વર્ગ કહેવાય છે. આ પ્રમાણે દરેક કર્મમાં સ્વયં વિચારી લેવું. શ્વાસોચ્છવાસ એટલે શું? તે એક મિનીટમાં કેટલા થાય ? માનસિક ચિંતા અને શારીરિક વ્યાધિ રહિત નવયુવાન માનવને એક શ્વાસ લેવા-મૂકવામાં એટલે કે નાડીના એક ધબકારામાં જેટલો ટાઇમ લાગે તેટલા ટાઇમ પ્રમાણ' શ્વાસોચ્છવાસ કહેવાય છે. તે એક મિનીટમાં ૭૮ થી કંઇક અધિક થાય છે. નવમા અને દશમા ગુણસ્થાનકે અનેક જીવ આશ્રયી પણ વિવક્ષિત સમયે એક-એક જ અધ્યવસાય હોય છે. તેથી આ બે ગુણસ્થાનકે આવેલ ત્રણે કાલવર્તી સર્વ આશ્રયી અધ્યવસાયસ્થાનો પણ આ બે ગુણસ્થાનકના કાળના જેટલાં સમયો હોય તેટલા જ હોય છે પણ તેથી વધારે નહિ, અને તે ઘણાં જ થોડા અસંખ્યાત પ્રમાણ છે. વળી મતિજ્ઞાનાવરણીય વગેરે કેટલીક પ્રવૃતિઓનો જઘન્યસ્થિતિબંધ ક્ષપકશ્રેણિમાં દશમા ગુણસ્થાનકના ચરમ સમયે આદિમાં જ થાય છે. અને તેમાંની અશુભ પ્રવૃતિઓનો જઘન્ય રસબંધ તથા શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ પણ ત્યાં જ થાય છે. તેમજ ત્યાં અનેક જીવ આશ્રયી પણ એક જ અધ્યવસાય હોય છે. જ્યારે જઘન્ય આદિ પ્રત્યેક સ્થિતિબંધમાં તે તે સ્થિતિબંધના કારણભૂત કાષાયિક અધ્યવસાયો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે અને પૂર્વ પૂર્વ કરતાં પછી પછીના સ્થિતિસ્થાનમાં તે અધિક અધિક હોય છે. તેમજ જઘન્ય આદિ સ્થિતિબંધના કારણભૂત એક-એક કાષાયિક અધ્યવસાયમાં રસબંધના અધ્યવસાયો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ કહ્યાં છે. તો ક્ષપકશ્રેણિમાં દશમા અને નવમા ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ અથવા જઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ થાય છે ત્યાં અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો કેમ હોય? જઘન્ય સ્થિતિબંધથી આરંભી પ્રત્યેક સ્થિતિસ્થાનમાં અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અને ઉત્તરોત્તર અધિકઅધિક સ્થિતિબંધના અધ્યવસાયો તેમજ સ્થિતિબંધના એક-એક અધ્યવસાયમાં રસબંધના અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો કહેલ છે. ત્યાં ક્ષપકશ્રેણિમાં દશમાં ગુણસ્થાનક આદિમાં થતા જઘન્ય સ્થિતિબંધ, જઘન્ય રસબંધ કે ઉત્કૃષ્ટ રસબંધ લેવાના નથી, પરંતુ અભવ્ય સંક્ષિ-પંચેન્દ્રિયને ઓછામાં ઓછો જે અન્તઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે અને તે વખતે જે જઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ થાય છે તે જઘન્ય સ્થિતિબંધાદિ લેવાના છે. અને તેથી જ અનુકૃષ્ટિ, તીવ્ર-મંદતા આદિનો વિચાર પણ મોટાભાગે અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાન આદિ આશ્રયીને જ કરવામાં આવેલ છે. જે સમયે કોઇપણ કર્મનો દશકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય તે સમયે પ્રથમ નિષેકસ્થાનમાં ગોઠવાયેલ દલિકનો સ્થિતિસત્તા કાળ કેટલો હોય ? પ્રથમ નિષેકસ્થાનમાં ગોઠવાયેલ કર્મદલિક જો કોઇપણ કરણ ન લાગે તો એક હજાર વર્ષ પ્રમાણ અબાધાકાળ પૂર્ણ થતાં જ પ્રથમ સમયે ઉદયદ્વારા ભોગવાઇ આત્માથી છુટું પડે માટે તેનો સ્થિતિસત્તા કાળ એક સમય અધિક એક હજાર વર્ષ કહેવાય. સંજ્ઞિ - પંચેન્દ્રિયો કેટલી અને કઇ કઇ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કરે ?
પ્ર. ૩૪
પ્ર. ૩૫
ઉ.
જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, સંજ્વલનચતુષ્ક, પુરુષવેદ, સાતાવેદનીય, યશકીર્તિ, આહારકદ્રિક, તીર્થકર નામકર્મ, ઉચ્ચગોત્ર અને અંતરાયપંચક આ ૨૫ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંજ્ઞિ-પંચેન્દ્રિયો જ કરે, તેમજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org