________________
સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી
૩૯૧ યોગ્યતા પ્રાપ્ત કરે છે. એથી દશ સમય સુધી નિરંતર સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધ થવા છતાં દશમાં સમયે પણ મોહનીયકર્મની સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ જ સ્થિતિસત્તા થાય છે. પણ તેથી વધારે થતી
નથી. પ્ર. ૨૬ કોઇ એક જીવ જ્ઞાનાવરણીય કર્મનો પ્રથમ અંતર્મુહૂર્તમાં પાંચ, બીજા અંતર્મુહૂર્તમાં દશ, ત્રીજા અંતર્મુહૂર્તમાં
પંદર અને ચોથા અંતર્મુહૂર્તમાં વીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરે તો તે જીવને ચોથા અંતર્મુહૂર્તમાં જ્ઞાનાવરણીયની કુલ સ્થિતિસત્તા કેટલી હોય ? ૨૫મા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યા મુજબ ચોથા અંતર્મુહુર્તમાં જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિસત્તા વીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ જ હોય પણ તેથી વધારે નહિ.
પ્ર. ૨૭ ઉપશાંતમોહાદિ ત્રણ ગુણસ્થાનકે બે સમય પ્રમાણ સાતા વેદનીય બંધાય છે છતાં વેદનીયકર્મનો સંકષાય
જીવને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમ સમયે જે બાર મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ થાય છે તેને જ જઘન્ય
સ્થિતિબંધ તરીકે કેમ ગણાવેલ છે ? ઉ. કોઇપણ કર્મના સ્થિતિબંધ અને રસબંધ કષાયથી જ થાય છે. આ હકીકત આ જ ગ્રંથના ચોથા દ્વારની ૨૦ મી
ગાથામાં જણાવેલ છે. તેથી ઉપશાંતમોહાદિ ત્રણ ગુણસ્થાનકોમાં માત્ર યોગના નિમિત્તથી જે સાતવેદનીય બંધાય છે તે માત્ર પ્રકૃતિ અને પ્રદેશરૂપે જ બંધાય છે, પણ વાસ્તવિક સ્થિતિરૂપે બંધાતું નથી. તેથી જ વિવક્ષિત સમયે બંધાયેલ તે દલિક પછી-પછીના સમયે ભોગવાઇ ક્ષય થઇ જાય છે માટે જ બે સમય પ્રમાણ સ્થિતિબંધ થાય છે. એમ કહેવાય છે. તેથી તે બે સમય પ્રમાણ સ્થિતિબંધને જઘન્યસ્થિતિબંધમાં ગ્રહણ કરવામાં આવેલ
નથી. પ્ર. ૨૮ આ ગ્રંથમાં ટીકાકાર મહર્ષિએ દેવો, નારકો અને યુગલિકોને નિરૂપક્રમી કહ્યાં છે. જ્યારે બૃહત્સંગ્રહણીની
મૂળગાથામાં આ ઉપરાંત ત્રિષષ્ટિ શલાકા પુરુષો તથા તદ્ભવ મોક્ષગામીઓને પણ નિરુપક્રમી કહ્યાં છે. તો આ ભિન્નતાનું કારણ શું ? વળી જો તે બરાબર હોય તો પ્રતિવાસુદેવો વાસુદેવોના શસ્ત્રોથી જ મૃત્યુ પામે છે અને બંધક અનિ. ગજસકમાલ મુનિ આદિ અનેક ચરમશરીરીઓ પણ શસ્ત્રાદિ નિમિત્તોદ્વારા જ આયુ પૂર્ણ કરી મોક્ષમાં ગયેલ છે, તો તેઓને નિરુપક્રમી કેમ કહેવાય ? અહીં ટીકાકારશ્રીએ ‘જે જીવોને આયુષ્ય પૂર્ણ થવામાં એટલે કે મૃત્યુ પામવામાં શસ્ત્રાદિ નિમિત્ત બનતાં જ નથી ' તેવા જીવોને જ નિરુપક્રમી તરીકે ગણાવેલ છે. ત્યારે બૃહત્સંગ્રહણી આદિમાં શસ્ત્રાદિ નિમિત્તા પ્રાપ્ત થવા છતાં જે જીવોનું આયુષ્ય ઘટતું નથી તેવા જીવોને પણ નિરુપક્રમી કહ્યાં છે. તેથી જ પ્રતિવાસુદેવો અને ખંધક મુનિ આદિ ચરમશરીરી જીવોને જ્યારે પોતાનું આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે શસ્ત્રાદિક નિમિત્તો થાય છે પણ તે શસ્ત્રાદિક નિમિત્તોથી તેઓનું આયુષ્ય ઘટતું નથી તેથી તેઓ નિરુપક્રમી કહેવાય છે. આ પ્રમાણે
વિવાભેદ હોવાથી પૂર્વાપર વિરોધ નથી. પ્ર. ૨૯ ત્રીજા આરાને અંતે યુગલિક મનુષ્યના તાડવૃક્ષતળે બેસેલ યુગલમાંથી પુરુષ તેની ઉપર ફળ પડવાથી મૃત્યુ
પામ્યો, અને તે યુગલકન્યા નાભિરાજા દ્વારા સુનંદા સાથે પ્રથમ તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુને પરણાવવામાં
આવી' આ પ્રમાણે અનેક ગ્રંથોમાં આવે છે. તો યુગલિકો નિરુપક્રમી જ હોય એમ કેમ કહેવાય ? ઉ.' આવા બનાવો કવચિત જ બનતા હોવાથી આચ્ચાર્યરૂપ ગણાય છે. તેથી તેમાં કંઇ દોષ નથી. અથવા આવા
બનાવો યુગલિકકાળ નષ્ટ થવાનું સૂચવે છે. જુઓ કાલલોકપ્રકાશ. પ્ર. ૩૦ વામન સંસ્થાનની સ્થિતિ બાબત શું મતાન્તર છે ?
મૂળકારશ્રીએ પાંચમા સંસ્થાન અને પાંચમા સંઘયણની ૧૮ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બતાવી છે. ત્યાં કર્મગ્રંથ તથા આ ગ્રંથના મતે પાંચમા સંસ્થાન તરીકે “વામન' જણાવેલ છે.જ્યારે બૃહત્સંગ્રહણી આદિ
ઉ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org