________________
૩૯૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩ અવસ્થિત કહ્યાં છે. ત્યાં ૯૪ અને ૯૫ની જેમ ૯૮ અને ૯૯નું સત્તાસ્થાન પણ ક્ષીણમોહના ચરમ સમયે એક સમયમાત્ર હોવાથી આ બે સત્તાસ્થાનો પણ અવસ્થિત કેમ કહેવાય ? ૯૮ અને ૯૯ આ બે સત્તાસ્થાનો ક્ષીણમોહના ચરમસમયે એક સમયમાત્ર હોવાથી ત્યાં અવસ્થિતરૂપે ઘટતાં નથી. પરંતુ જે જીવોને ક્ષીણમોહના ચરમસમયે ૮૪ અને ૮૫ની સત્તા થશે તે જીવોને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે જ્યારે માનનો ક્ષય થાય ત્યારે અંતર્મુહૂર્ત કાળ સુધી સંજ્વલન માયા, લોભ અને નિદ્રાદ્વિક એ ચારની સત્તા અધિક હોવાથી તે વખતે ૯૮ અને ૯૯ આ બે સત્તાસ્થાનો અવસ્થિતરૂપે પ્રાપ્ત થાય છે. માટે કોઇ દોષ નથી.
પ્ર. ૨૨
પ્ર. ૨૩
પ્ર. ૨૪
ઉ.
આ ૪૮ સત્તાસ્થાનોમાં એવું ક્યું સત્તાસ્થાન છે કે જેમાં એક જ પ્રકૃતિ બે વાર ગણવામાં આવેલ છે ? ૧૨૮ સત્તાસ્થાનમાં ચાલુ ભવનું તિર્યંચાયુ અને આવતા ભવનું બંધાયેલ તિર્યંચાય એમ એક જ તિર્યંચાયુરૂપ પ્રકૃતિ બે વાર ગણવામાં આવે છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે સર્વોત્તઅકૃતિના કુલ કેટલાં અને ક્યાં ક્યાં સત્તાસ્થાનો હોય ? મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૨૭, ૧૨૮, ૧૩૦, ૧૩૧ આ ચાર તથા ૧૩૬ થી ૧૪૨ એ સાત તેમજ ૧૪૪ અને ૧૪૫ એમ કુલ તેર સત્તાસ્થાનો ટીકાકારના લખવા મુજબ ઘટે છે. ૧૨૯નું સત્તાસ્થાન ટીકાકારશ્રીએ માત્ર ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે બતાવ્યું છે. પણ ૧૨૭ ની સત્તાવાળા તેઉકાય અને વાયુકાય ત્યાંથી કાળ કરી પૃથ્વીકાયાદિમાં જઇ મનુષ્યદ્વિકનો બંધ કરે ત્યારે ૧૨૯નું સત્તાસ્થાન પણ પહેલે ગુણસ્થાનકે ઘટી શકે એમ મને લાગે છે. વળી ટીપ્પણીમાં જણાવ્યા મુજબ ૧૪૩નું સત્તાસ્થાન પણ પહેલા ગુણસ્થાનકે માનવામાં આવે તો કુલ પંદર સત્તાસ્થાનો ઘટે, પછી તો બહુશ્રુતો જાણે. તે તે કર્મનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બતાવેલ છે તે બંધ તે તે વિવક્ષિત સમયે બંધાયેલ સંપૂર્ણ કર્મલતાની અપેક્ષાએ છે કે બીજી કોઈ રીતે ? વિવક્ષિત સમયે બંધાયેલ સંપૂર્ણ કર્મલતાની અપેક્ષાએ નહિ, પરંતુ તે સમયે બંધાયેલ કર્મદલિકના છેલ્લા નિષેકસ્થાનની અપેક્ષાએ હોય છે અને તેથી જ વિવક્ષિત સમયે બંધાયેલ છે તે કર્મના દલિકો પોતાના અબાધાકાળના સમયો છોડી પ્રથમ સમયથી ચરમ સમય સુધીના સ્થાનોમાં ગોઠવાય છે. અને અબાધાકાળ પૂર્ણ થતાં જ તે તે સમયમાં ગોઠવાયેલ દલિકો તે તે સમયે રસોદય કે પ્રદેશોદયથી ભોગવાઇ આત્માથી છુટા પડી જાય છે. દષ્ટાન્ત તરીકે :- જે સમયે જ્ઞાનાવરણીય કર્મનો ત્રીશકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે ત્યારે તે બંધ સમયે જ ત્રણ હજાર વર્ષ પછીના ત્રણ હજાર વર્ષ ન્યૂન ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બધા સમયોમાં દલિકો ગોઠવાઈ જાય છે. અને અબાધાકાળના ત્રણ હજાર વર્ષ પૂર્ણ થતાં જ પહેલા સમયમાં ગોઠવાયેલ દલિક પહેલા સમયે બીજા સમયમાં ગોઠવાયેલ દલિકો બીજા સમયે ત્રીજા સમયમાં ગોઠવાયેલ દલિક ત્રીજા સમયે ભોગવાઇ આત્માથી છૂટું પડે છે. એમ જો તે કર્મમાં કરણદ્વારા કોઇ ફેરફાર ન થાય તો થાવત્ ત્રીશ કોડાકોડી સાગરોપમના ચરમસમયે ગોઠવાયેલ દલિક બરાબર ત્રીશ કોડાકોડી સાગરોપમના ચરમસમયે ભોગવાઇને છૂટું પડે છે. અને આ રીતે ન માનતાં જો સંપૂર્ણ કર્મલતાની અપેક્ષાએ માનીએ તો જે સમયે ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કર્મ બંધાય તે સમયથી યાવત્ ત્રીશકોડાકોડી સાગરોપમ પ્રમાણ કાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કર્મના કોઇપણ દલિકો ભોગવાઇને છૂટા પડવા ન જોઇએ, પણ તેમ નથી માટે જ જે સમયે જેટલો સ્થિતિબંધ થાય છે તે સ્થિતિબંધ તે સમયે બંધાયેલ ચરમસ્થિતિસ્થાનમાં ગોઠવાયેલ દલિકોની અપેક્ષાએ જ કહેવાય છે. પ્રથમ સમયથી યાવત્ દશમા સમય સુધી પ્રત્યેક સમયે સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ મોહનીયકર્મનો બંધ કરે તો દશમા સમયે મોહનીય કર્મની કુલ કેટલી સ્થિતિસત્તા થાય ? પ્રતિ-સમયે બંધાયેલ કર્મલતાના દલિકો અલગ-અલગ ગોઠવાતા નથી પરંતુ અબાધાકાળ પછીના દરેક સ્થાનોમાં સાથે-સાથે જ ગોઠવાય છે અને પૂર્વબદ્ધ દલિકોની સાથે જ રહી તેની સમાન યોગ્યતા કે વિસમાન
પ્ર. ૨૫
Jain Education International
"For Personal & Private Use Only
www.jainelibrary.org