________________
સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી
૩૮૯
ઉ.
પ્ર. ૧૬
કેમ કહેવાય ? તેમજ ઉચ્ચગોત્રરૂપ એકની સત્તા ૧૪માં ગુણસ્થાનકના ચરમ સમયે હોવાથી અને ત્યાંથી પડવાનો અભાવ હોવાથી બે પ્રકૃતિની સત્તારૂપ ગોત્રકર્મનો ભૂયસ્કાર કેમ થાય? અહીં આ અપેક્ષાએ એક પ્રકૃતિની સત્તાસ્વરૂપ અવસ્થિત અને બે પ્રકૃતિની સત્તાસ્વરૂપ ભૂયસ્કાર જણાવેલ નથી. પરંતુ તેઉકાય અને વાયુકાયમાં ઉચ્ચગોત્રની ઉદ્ધલના કર્યા પછી ઘણાં કાળ સુધી કેવળ નીચગોત્રરૂપ એકની સત્તા હોય છે. તેથી નીચગોત્ર આશ્રયી એક પ્રકૃતિનું સત્તાસ્થાન અવસ્થિતરૂપે છે. અને તે જ જીવ તેઉકાય - વાયુકાયમાંથી નીકળી અન્ય એકેન્દ્રિયાદિકમાં જઇ ઉચ્ચગોત્રનો બંધ કરે ત્યારે બેની સત્તારૂપ ભૂયસ્કાર પણ થાય છે. એવું ક્યું ગુણસ્થાનક છે કે જ્યાં જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય તેટલી પ્રવૃતિઓની ઉદીરણા પણ હોય જ ? તેમજ પહેલે ગુણસ્થાનકે ઉદય હોવા છતાં કેટલી અને કઇ કઇ પ્રકૃતિની ઉદરીણા ન પણ હોય એવું બની શકે ? મિશ્રગુણસ્થાનકે જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય છે, તે દરેક પ્રવૃતિઓની ઉદીરણા પણ હોય જ છે. અને પ્રથમ ગુણસ્થાનકે -ચરમાવલિકામાં ચાર આયુષ્યનો, પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં મિથ્યાત્વનો તેમજ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિદ્રાપંચકનો એમ દશ પ્રકૃતિઓનો ઉદીરણા વિના કેવળ ઉદય હોય છે. ઉદયના ચરમસમય પછી પણ જે પ્રકૃતિઓની સત્તા હોય છતાં ચરમાવલિકામાં જેનો કેવળ ઉદય હોય પણ ઉદીરણા ન હોય તેવી પ્રવૃતિઓ કેટલી અને કઇ કઇ ? મિથ્યાત્વ, પુરુષવેદ, અને સમ્યકત્વમોહનીય એ ત્રણ અથવા સ્ત્રીવેદ, નપુંસકવેદ અને સંવલન લોભ સહિત કુલ છે. ઉદય તથા સત્તાનો એકી સાથે વિચ્છેદ થવા છતાં જે પ્રકૃતિઓનો ઉદીરણા વિના કેવળ ઉદય આવલિકા કરતાં પણ વધારે કાળ હોય તેવી પ્રવૃતિઓ કેટલી અને કઇ કઇ ? મનુષ્યગતિ, મનુષ્કાય, ત્રસત્રિક, સૌભાગ્ય, આદેઢિક, ઉચ્ચ ગોત્ર, તીર્થકર નામકર્મ, પંચેન્દ્રિયજાતિ અને બે વેદનીય આ તેર પ્રકૃતિઓનો ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમયે ઉદય-સત્તાનો સાથે વિચ્છેદ હોવા છતાં ચૌદમાં ગુણસ્થાનકના અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ ઉદીરણા વિના કેવળ ઉદય હોય છે અને તે કાળ આવલિકાથી વધારે છે. વળી આ તેરમાંથી મનુષ્યાયુ અને બે વેદનીયનો ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી પણ ઉદીરણા વિના ઉદય હોઇ શકે છે.
પ્ર. ૧૭.
ઉ.
પ્ર. ૧૮.
પ્ર. ૧૯
પ્ર. ૨૦. ઉ.
મિશ્રાદષ્ટિને અનંતાનુબંધિનો ઉદય ન હોય ત્યારે જઘન્યથી મોહનીય સંબંધી સાત પ્રકૃતિનું ઉદયસ્થાન હોય
છે તેથી તેને વિગ્રહગતિમાં સર્વોત્તઅકૃતિનું ૪પનું ઉદયસ્થાન કેમ ન ઘટે ? મિથ્યાત્વ ગુણસ્થાનકે અનંતાનુબંધિના ઉદય રહિત જઘન્યથી મોહનીયનું સાત પ્રકૃતિનું ઉદયસ્થાન પર્યાપ્ત સંશિ-પંચેન્દ્રિયને જ હોય છે અને તે પ્રથમાવલિકામાં કાળ કરતો નથી, તેથી વિગ્રહગતિમાં સાતનો ઉદય ઘટતો ન હોવાથી સર્વોત્તપ્રકૃતિનું ૪૫નું ઉદયસ્થાન પણ ઘટતું નથી. નામકર્મના બાર સત્તાસ્થાનોમાં એવાં ક્યાં સત્તાસ્થાનો છે કે જે બે રીતે પ્રાપ્ત થાય ?અને તે કઇ રીતે ? ત્રપણું નહિ પામેલ અથવા એકેન્દ્રિયમાં જઇ વૈક્રિય અષ્ટકની ઉઠ્ઠલના કરેલ એકેન્દ્રિયાદિ જીવોને વૈક્રિય અષ્ટક, આહારકચતુષ્ક અને જિનનામ એ તેર વિના ૮૦નું અથવા ક્ષપકશ્રેણિમાં ૯૩ની સત્તાવાળાને નામકર્મની તે પ્રકૃતિઓનો ક્ષય થયા પછી નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી ૮૦નું સત્તાસ્થાન હોય છે. આ રીતે ૮૦નું સત્તાસ્થાન બે રીતે થાય છે. વળી એકેન્દ્રિયાદિમાંથી આવેલ ૮૦ની સત્તાવાળા પંચેન્દ્રિયને પર્યાપ્તાવસ્થામાં વૈક્રિયચતુષ્ક અને દેવદ્વિકના અથવા વૈક્રિયચતુષ્ક અને નરકદ્વિકના બંધકાલે છની સત્તા બે રીતે વધવાથી ૮૬નું સત્તાસ્થાન પણ બે રીતે થાય છે. સર્વોત્તપ્રકૃતિના ૪૮ સત્તાસ્થાનોમાં અગિયાર તથા બારનું સત્તાસ્થાન અયોગીના ચરમ સમયે અને ૯૪ તથા ૯૫નું સત્તાસ્થાન ક્ષીણમોહના ચરમ સમયે એક સમય માત્ર હોવાથી એ ચાર વર્જિત શેષ ૪૪ સત્તાસ્થાનો
પ્ર. ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org