________________
૩૮૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩
શરીરી ન )
સાથે ગુણતા કરવાથી પ્રથમના
- ઉદયસ્થાન-ઉદયભાંગ :- અને આ ગુણસ્થાનકે વૈક્રિય તથા આહારક શરીરી ન હોવાથી સ્વભાવસ્થ ૩૦નું ૧ જ ઉદયસ્થાન હોય છે. અંતિમ ૩ સંઘયણનો પણ અહીં ઉદય ન હોવાથી પ્રથમના ૩ સંઘયણને છ સંસ્થાન સાથે ગુણાતાં ૧૮, તેને બે વિહાયોગતિ સાથે ગુણતાં ૩૬, અને બે સ્વર સાથે ગુણતાં ૭૨ ઉદયભાંગા હોય છે.
સત્તાસ્થાનો :- ૯૩ આદિ પ્રથમના ૪, ત્યાં ૨૮નાં બંધે ૮૮નું ૧ અને ઉદયભંગ ગુણિત ૭૨, એ જ પ્રમાણે ૨૯ના બંધ ૮૯નું ૧ અને ઉદયભંગ ગુણિત ૭૨, ૩૦ના બંધે ૯૨નું ૧ અને ઉદયભંગ ગુણિત ૭૨, ૩૧ના બંધે ૯૩નું ૧ અને ઉદયભંગ ગુણિત ૭૨ અને ૧ ના બંધે ૯૩ આદિ ચારે સત્તાસ્થાનો હોય છે. અને દરેક ઉદયભંગમાં ૪-૪ હોવાથી ૭૨ને ચારે ગુણતાં ૨૮૮ અને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૮૮ હોય છે.
અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક :- અહીં ૧ બંધસ્થાન, ૧ બંધભંગ, ૩૦નું ૧ ઉદયસ્થાન અને ૭૨ ઉદયભાંગા હોય છે. ઉપશમશ્રેણિમાં ૯૩ આદિ ૪ તથા ક્ષપકશ્રેણિમાં ૧૩ પ્રકૃતિનો ક્ષય ન થાય ત્યાં સુધી ૯૩ આદિ પ્રથમના ૪ અને ૧૩ પ્રકૃતિનો ક્ષય થયા પછી ૮૦-૭૯-૭૬ અને ૭૫ આ ૪ એમ ૮ સત્તાસ્થાનો હોય છે.
બીજા અને ત્રીજા સંઘયણના ઉદયવાળા ૪૮ ભાંગા ઉપશમશ્રેણિમાં જ હોવાથી પ્રથમના ૪-૪ માટે કુલ ૧૯૨ અને પ્રથમ સંઘયણના ઉદયવાળા સર્વ પ્રશસ્ત પ્રકૃતિ ના ઉદયવાળા ૧ ભાંગામાં ૮ અને શેષ ૨૩ ભાંગાઓમાં તીર્થંકર પરમાત્મા ન હોવાથી ૮૦ અને ૭૬ વિના ૬-૬ માટે ૨૩ ને ૬ એ ગુણતાં ૧૩૮ એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાનો ૩૩૮ હોય છે.
- સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક - નવમા ગુણસ્થાનકમાં બતાવ્યા મુજબ અહીં ૧ બંધસ્થાન, ૧ બંધમાંગો, ૩૦નું ૧ ઉદયસ્થાન, ઉદયભાંગા ૭૨, અને સત્તાસ્થાન ઉપશમશ્રેણિ આશ્રયી પ્રથમના ૪ અને ક્ષપકશ્રેણિ આશ્રયી ૮૦ આદિ ૪ એમ ૮ હોય છે. ઉદયભંગ ગુણિત સત્તાસ્થાન પણ નવમા ગુણસ્થાનકની જેમ ૩૩૮ હોય છે.
' ઉપશાંતમોહ ગુણસ્થાનક :- અહીં બંધસ્થાન તથા બંધભાંગા નથી. ઉદયસ્થાન ૩૦નું ૧, ઉદયભંગ ૭૨ અને સત્તાસ્થાન સામાન્યથી ૯૩આદિ ૪ અને દરેક ઉદયભાંગામાં પણ આ ૪-૪ હોવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૮૮ હોય
ક્ષીણામોહ ગુણસ્થાનક :- અહીં ઉદયસ્થાન ૩૦નું ૧, પરંતુ આ ગુણસ્થાનકે પ્રથમ સંઘયણનો જ ઉદય હોવાથી ઉદયભાંગા ૨૪ અને સામાન્યથી ૮૦-૭૯-૭૬ અને ૭૫ આ ચાર સત્તાસ્થાનો હોય છે. સર્વ પ્રશસ્ત પ્રકૃતિનો ઉદયવાળા ૧ ભાંગામાં ૪ અને શેષ ૨૩ ભાંગામાં ૭૯ અને ૭૫ એમ ૨ હોય છે. માટે ૨૩ ને ૨ એ ગુણતાં ૪૬ અને એક ભાંગામાં ૪ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૫૦ છે.
સયોગી કેવળી ગુણસ્થાનક :- અહીં સામાન્યથી ઉદયસ્થાન પ્રસંગે બતાવેલ ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ના આ ૮ ઉદયસ્થાનો હોય છે. અને ઉદયસ્થાનવાર તેમજ કુલ ઉદયભંગની સંખ્યા આ પ્રમાણે ..... ૨૦નો ૧, ૨૧નો ૧, ર૬ના ૬, ૨૭નો ૧, ૨૮ના ૧૨, ૨૯ના ૧૩, ૩૦ના ૨૫ અને ૩૧નો ૧ કુલ ૬૦, સત્તાસ્થાન સામાન્યથી ૮૦ આદિ ૪ ત્યાં ૨૦-૨૬ અને ૨૮ના ઉદયે સામાન્ય કેવળી જ હોવાથી ૭૦-૭૫ એમ ૨-૨ તેથી ૬, ૨૧-૨૭ અને ૩૧ના ઉદયે તીર્થકર કેવળી જ હોવાથી ૮૦-૭૬ આ ૨-૨ તેથી ૬, ૨૯ અને ૩૦ના ઉદયે બન્ને પ્રકારના કેવળી ભગવંતો હોવાથી ૪-૪ માટે ૮ એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૨૦ થાય છે.
ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો :- ૨૦ના ઉદયે ૭૯ અને ૭૫ એમ ૨, ૨૧-૨૭ અને ૩૧ના ઉદયે ૮૦ અને ૭૬ આ ર-૨ તેથી ૬. ર૬ના ઉદર્ય ૬ ભાંગામાં ૭૦-૭૫ આ ૨-૨ માટે ૧૨, ૨૮ નાદિયે ૧૨ ભાંગામાં આ જ ૨-૨ તેથી ૨૪, ૨૯ ના ઉદયે સ્વરના નિરોધ બાદના સામાન્ય કેવળીના ૧૨ માં આ જ ૨-૨તેથી ૨૪ અને તીર્થકર કેવળીને ઉચ્છવાસના નિરોધ બાદના ૧માં ૮૦ અને ૭૬ આ ૨ કુલ ૨૬, ૩૦ના ઉદયે સામાન્ય કેવળીના ૨૪માં ૭૯ અને ૭૫ હોવાથી ૪૮ અને સ્વરના નિરોધ પછીના તીર્થકરના ૧માં ૮૦-૭૬ એમ ૨ કુલ ૫૦ એ પ્રમાણે ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૧૨૦ થાય.
અયોગી કેવળી ગુણસ્થાનક :- અહીં તીર્થકર કેવળીને ૯નું અને સામાન્ય કેવળીને ૮નું એમ બે ઉદયસ્થાન અને બન્ને ઉદયસ્થાનનો ૧-૧ તેથી કુલ ૨ ઉદયભંગ, સત્તાસ્થાન સામાન્યથી ૮૦-૭૯-૭૬-૭૫-૯ અને ૮ એમ ૬ હોય છે. ત્યાં તીર્થકર કેવળીને નવના ઉદયે ભવના દ્વિચરમ સમય સુધી ૮૦ અને ૭૬ અને ચરમ સમયે ૯ એમ ૩ અને સામાન્ય કેવળીના ૮ ના ઉદયે ભવના દ્વિચરમ સમય સુધી ૭૯ અને ૭૫ અને ચરમ સમયે ૮ એમ ૩, તેથી ઉદયસ્થાન ગુણિત તેમજ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૬ હોય છે.
ઇતિ સત્તાપ્રકરણ સારસંગ્રહ સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org