________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૮૫
ઉદયસ્થાનવાર તેમજ કુલ ઉદયભંગની સંખ્યા :- ર૫ના ઉદયે વૈક્રિય અને આહારકનો ૧-૧ એમ ૨, ૨૭ના ઉદયે પણ એ પ્રમાણે ૨, ૨૮ તથા ૨૯ના ઉદયે ૨ આહારકના અને ૨ વક્રિયના એમ ૪-૪, ૩૦ના ઉદયે ૧ વક્રિયનો અને ૧ આહારકનો અને સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ ૧૪૬. આ પ્રમાણે પાંચે ઉદયસ્થાને મળી કુલ ઉદયભાંગા ૧૫૮ હોય છે.
સત્તાસ્થાન :- અહીં પણ સામાન્યથી ૯૩ આદિ પ્રથમના ચાર સત્તાસ્થાનો હોય છે.
સંવેધ :- ૨૮ના બંધે ૨૫ આદિ ૫ ઉદયસ્થાનો અને ઉપર બતાવ્યા મુજબ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૨ અને ૮૮ એ બે અને પાંચ ઉદયસ્થાને ૨-૨ માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૧૦ અને ઉદયભંગવાર વિચારીએ તો આહારકના સાતે ભાંગામાં આહારક ચતુષ્કની સત્તા અવશ્ય હોવાથી ૯૨નું ૧ અને શેષ ૧૫૧ ભાંગામાં ૯૨-૮૮ એમ બે-બે માટે ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો આ પ્રમાણે ..... ૨૫ અને ૨૭ ના ૩-૩, ૨૮ અને ૨૯ ના ૬-૬ અને ૩૦ના ૨૯૧ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાન ૩૦૯ થાય.
૨૯ના બંધે પણ આ પાંચે ઉદયસ્થાનો અને ઉદયસ્થાન વાર કુલ ઉદયભાંગા ઉપર પ્રમાણે જ હોય છે. સામાન્યથી અહીં ૯૩ અને ૮૯ આ ૨ અને ઉદયસ્થાન ગુણિત ૧૦ સત્તાસ્થાનો હોય છે. પરંતુ આહારકના સાતે ભાંગાઓમાં ૯૩નું ૧ જ સત્તાસ્થાન હોય છે. તેથી અહીં પણ ૨૮ના બંધની જેમ જ ઉદયસ્થાનવાર અને કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનોની સંખ્યા હોય છે.
અપ્રમત્ત ગુણસ્થાનક - બંધસ્થાન-બંધભાંગા - અહિં દેવ પ્રાયોગ્ય ૨૮ આદિ ચારે બંધસ્થાનો હોય છે. અસ્થિરદ્ધિક અને અયશનો બંધ અહીં ન હોવાથી દરેક બંધસ્થાનમાં ૧-૧ બંધમાંગો હોવાથી કુલ બંધ ભાંગા પણ ચાર હોય છે.
ઉદયસ્થાન - ઉદયભાંગા - આ ગુણસ્થાનકે વૈક્રિય તથા આહારક લબ્ધિ કોઇપણ ફોરવતા નથી. પરંતુ છઠ્ઠા ગુણસ્થાનકે વૈક્રિય અથવા આહારક શરીર બનાવી, તે-તે શરીર સંબંધી સંપૂર્ણ પર્યાપ્તિઓ પૂર્ણ કરી, સાતમા ગુણસ્થાનકે પણ આવી શકે છે. માટે વૈક્રિય તથા આહારક શરીર આશ્રયી ૨૯ અને ૩૦ તેમજ સામાન્ય મનુષ્ય આશ્રયી ૩૦ આ બે ઉદયસ્થાનો હોય છે.
ઉદયભાંગા :- સ્વર સહિત ૨૯ના ઉદયે ૧ આહારકનો અને ૧ વૈક્રિયનો એમ ૨ અને ઉદ્યોત સહિત ૩૦ના ઉદયના પણ આ -૨ તેમજ સામાન્ય મનુષ્યના ૧૪૪, એમ ૧૪૬ અને બન્ને ઉદયસ્થાનના મળી કુલ ૧૪૮ ઉદયભાંગા હોય છે.
સત્તાસ્થાનકો - સામાન્યથી ૯૩ આદિ પ્રથમના ચાર સત્તાસ્થાનો હોય છે.
સંવેધ :- ૨૮ના બંધે ૨૯ આદિ બન્ને ઉદયસ્થાનો હોય છે. અને ૨૯ના ઉદયે વૈક્રિયનો ૧ અને ૩૦ના ઉદયે વક્રિયનો ૧ અને સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ ૧૪૫ કુલ ૧૪૬ ઉદયભાંગા હોય છે. આહારક શરીર બનાવી, સાતમે આવી શકે છે. પરંતુ આ ગુણસ્થાનકે આહારકની સત્તા હોય તો આહારકનો બંધ પણ અવશ્ય હોય છે. અને સત્તા વિના આહારક શરીર બનાવી ન શકે, માટે અહીં તેમજ ૨૯ના બંધે આહારકના ભાંગા ઘટતા નથી.
સામાન્યથી સત્તાસ્થાન૮૮નું ૧ અને બન્ને ઉદયસ્થાને ૧-૧હોવાથી તેમજ દરેક ભંગમાં પણ ૧-૧ જ હોવાથી ઉદયસ્થાન ગુણિત બે અને ઉદયભંગગુણિત ૧૪૬ સત્તાસ્થાન થાય છે.
૨૯ના બંધે પણ ૨૮ ના બંધની જેમ જ સંવેધ જાણવો. માત્ર ૮૮ ના બદલે અહીં સત્તાસ્થાન ૮૯નું સમજવું.
૩૦ના બંધે સામાન્યથી બતાવ્યા મુજબ ૨૯ અને ૩૦ એમ ૨ ઉદયસ્થાન અને તેના અનુક્રમે ૨ અને ૧૪૬ એમ કુલ ૧૪૮ ઉદયભાંગા હોય છે. સામાન્યથી ૯૨નું ૧ સત્તાસ્થાન અને ઉદયસ્થાન ગુણિત ૨ અને દરેક ભાગોમાં પણ આ ૧ જ હોવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૯ ના ઉદયે ૨ અને ૩૦ ના ઉદયે ૧૪૬ અને સર્વ મળી ૧૪૮ હોય છે.
૩૧ ના બંધે પણ આજ પ્રમાણે સંવેધ સમજવો, પરંતુ સત્તાસ્થાન ૯૨ ના બદલે ૯૩નું જાણવું.
અપૂર્વકરણ ગુણસ્થાનક :- બંધસ્થાન-બંધભાંગા :- અહીં છઠ્ઠા ભાગ સુધી અપ્રમત્તની જેમ ૨૮ આદિ ૪ અને ત્યારબાદ સાતમા ભાગે યશ-કીર્તિરૂપ ૧નું એમ ૫ બંધસ્થાનો હોય છે. દરેક બંધસ્થાનમાં ૧-૧ બંધભંગ હોવાથી કુલ બંધભાંગા પ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org