________________
૩૮૪
કર્મપ્રકૃતિ ભાગ - ૩
જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ દેવો અને નારકોને હોય છે. તેથી દેવો અને નારકો આશ્રયી યથાસંભવ ૨૧-૨૫ અને ૨૭ થી ૩૦ પર્યત એમ કુલ ૬ ઉદયસ્થાન હોય છે. ત્યાં ૨૧ના ઉદયે દેવતાના ૮ અને નારકનો ૧ એમ ૯, ૨૫ અને ૨૭ ના ઉદયે પણ એ જ પ્રમાણે ૯-૯, ૨૮ના ઉદયે દેવતાના ૧૬ અને નારકનો ૧ એમ ૧૭, ૨૯ના ઉદયે પણ એ જ પ્રમાણે ૧૭ અને ૩૦ના ઉદયે દેવતાના ૮ એમ કુલ ૬૯ ઉદયભાંગા હોય છે.
સામાન્યથી૯૩ અને ૮૯ આ ૨, અને ૬એ ઉદયસ્થાને પણ ૨-૨માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૨, તેમાં નારકના પાંચે ઉદયભંગમાં ૯૩નું સત્તાસ્થાન ન હોવાથી ૮૯નું એક-એક અને દેવતાના ૬૪ ભાંગામાં બન્ને સત્તાસ્થાનો હોય તેથી ઉદયભંગવાર સત્તાસ્થાનો આ પ્રમાણે હોય છે..... ૨૧ના ઉદયે ૧૭, ૨૫ અને ૨૭ ના ઉદયે પણ એ જ પ્રમાણે ૧૭-૧૭, ૨૮ અને ૨૯ના ઉદયે ૩૩-૩૩ અને ૩૦ના ઉદયે ૧૬ એમ૩૦ના બંધે ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૩૩હોય છે.
દેશવિરતિ ગુણસ્થાનક :- બંધસ્થાન -બંધભાંગા - આ ગુણસ્થાનક તિર્યંચો અને મનુષ્યોને જ હોય છે. તેમાં પણ તિર્યંચો માત્ર દેવ પ્રાયોગ્ય ૨૮ અને મનુષ્યો દેવ પ્રાયોગ્ય ૨૮ અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯નો બંધ કરે છે માટે બંધસ્થાન ૨૮ અને ૨૯ એમ ૨. અને બન્ને બંધસ્થાને બંધભાંગા ૮-૮ તેથી કુલ ૧૬ બંધભાંગા હોય છે.
ઉદયસ્થાન - ઉદયભાંગા - આ ગુણસ્થાનક પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી ૩૦ અને ૩૧ તેમજ વૈક્રિય તિર્યંચ અને મનુષ્યો આશ્રયી ૨૫-૨૭-૨૮ અને ૨૯ આ ચાર ઉદયસ્થાનો પણ હોય છે. માટે ૨૫ અને ૨૭ થી ૩૧ સુધીના એમ કુલ ૬ ઉદયસ્થાનો હોય છે. આ ગુણસ્થાનકે દોર્ભાગ્ય અને અનાદેઢિકનો ઉદય હોતો નથી માટે આ ૩ પ્રકૃતિઓ આશ્રયી ઉદયભાંગા પણ હોતા નથી. જેથી ઉદયસ્થાનવાર કુલ ઉદયભાંગા આ પ્રમાણે છે..... ૨૫ ના ઉદયે વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યનો ૧-૧ એમ ૨, ૨૭ના ઉદયે પણ આ જ પ્રમાણે ૨, ૨૮ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૨ અને વૈક્રિય મનુષ્યનો ૧ એમ ૩, ૨૯ના પણ એ જ પ્રમાણે ૩, ૩૦ના ઉદયે વેક્રિય તિર્યંચનો ૧ અને સ્વરના ઉદયવાળા સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૪૪, સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ કુલ ૨૮૯ અને ૩૧ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૪૪ એમ ૬ એ ઉદયસ્થાને મળી કુલ ઉદયભાંગા ૪૪૩ થાય છે.
અહીં સામાન્ય મનુષ્ય અને તિર્યંચના ૩૦ ના અને તિર્યંચના ૩૧ના ઉદયે ૬ સંઘયણ ને ૬ સંસ્થાને ગુણતાં ૩૬, બે વિહાયોગતિ સાથે ગુણતાં ૭૨ અને સુસ્વર-દુસ્વર સાથે ગુણતાં દરેકના ૧૪૪ ભાંગા થાય છે. પરંતુ શેષ પરાવર્તમાન પ્રકૃતિઓનો ઉદય ન હોવાથી વધારે ઉદયભાંગા થતા નથી.
સત્તાસ્થાનકો:- સામાન્યથી અહીં પ્રથમના ૪ સત્તાસ્થાન હોય છે.
સંવેધ :- ૨૮ના બંધે ઉપર બતાવેલ ૨૫ આદિ ૬ એ ઉદયસ્થાનો અને ૪૪૩ ઉદયભાંગા હોય છે. અને સામાન્યથી ૯૨ અને ૮૮ આ બે અને ઉદયસ્થાન ગુણિત ૧૨ સત્તાસ્થાનો હોય છે. અને દરેક ઉદયભાંગા પણ આ જ ૨-૨ સત્તાસ્થાન ' હોવાથી ૨૫ના ઉદયે ૪, એ જ પ્રમાણે ૨૭ના ઉદયે પણ ૪, ૨૮ તથા ૨૯ના ઉદયે ૬-૬, ૩૦ના ઉદયે ૫૭૮, અને ૩૧ના ઉદયે ૨૮૮ એમ કુલ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાનો ૮૮૬ હોય છે.
જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯નો બંધ માત્ર મનુષ્યો જ કરે છે. તેથી વૈક્રિય મનુષ્ય અને સામાન્ય મનુષ્ય આશ્રયી ૨૫ અને ૨૭ થી ૩૦ પર્વતના ૫ ઉદયસ્થાનો હોય છે. અને આ ગુણસ્થાનકે ૩૧નું ઉદયસ્થાન માત્ર તિર્યંચોને જ હોય છે. અને તિર્યંચો દેવ પ્રાયોગ્ય ૨૯નો બંધ કરતા નથી. તેથી ૨૯ના બંધે ૩૧નું ઉદયસ્થાન ઘટતું નથી. તેમજ વૈક્રિય મનુષ્યને ૩૦નો ઉદય ઉદ્યોત સહિત હોય છે. અને યતિને જ હોય છે. માટે ૩૦ના ઉદયે વૈક્રિય મનુષ્યનો ભાંગો પણ સંભવતો નથી.
૨૫-૨૭-૨૮ અને ૨૯ના ઉદયે વૈક્રિય મનુષ્યનો ૧-૧ અને ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ કુલ ૧૪૮ ઉદયભાંગા હોય છે. સામાન્યથી ૯૩ અને ૮૯ આ બે તેમજ આ પાંચે ઉદયસ્થાનમાં આ જ બે-બે સત્તાસ્થાન હોવાથી ઉદયસ્થાન ગુણિત ૧૦ અને દરેક ભંગમાં પણ આ જ ૨-૨ સત્તાસ્થાન હોવાથી ૨૫-૨૭-૨૮ અને ૨૯ ના ઉદયસ્થાનમાં ૨-૨- અને ૩૦ ના ઉદયસ્થાનમાં ૨૮૮ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૯૬ થાય છે.
પ્રમત્ત સંયત ગુણસ્થાનક :- બંધસ્થાન -બંધભાંગા - અહીં પણ પાંચમા ગુણસ્થાનકની જેમ મનુષ્યોને દેવ પ્રાયોગ્ય ૨૮ અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯ એમ ૨ બંધસ્થાન અને બન્ને બંધસ્થાને ૮-૮ એમ ૧૬ બંધમાંગ હોય છે.
ઉદયસ્થાન - ઉદયભાંગા :- અહીં સામાન્ય મનુષ્યોને ૩૦નું ૧ અને વૈક્રિય તથા આહારક મનુષ્યોની અપેક્ષાએ ૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ એમ કુલ ૫ ઉદયસ્થાનો હોય છે. અહીં પણ સૌભાગ્ય અને આયદ્ધિકનો ઉદય હોવાથી વધુ ભાંગા થતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.lainelibrary.org