________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૮૩ સત્તાસ્થાનકો :- સામાન્યથી અહીં૯૩ આદિ પ્રથમના ચાર સત્તાસ્થાનો હોય છે. શેષ સત્તાસ્થાનો પહેલે ગુણસ્થાનકે અને ક્ષપકશ્રેણિમાં જ ઘટતાં હોવાથી અહીં ૮ મા ગુણસ્થાનક સુધી આ ૪ સિવાય કોઇ સત્તાસ્થાન ઘટતાં નથી. | સંવેધ :- દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે સામાન્ય મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ તથા વેક્રિય મનુષ્ય અને તિર્યંચો આશ્રયી આઠે ઉદયસ્થાન હોય છે. પરંતુ દેવો અને નારકો ૨૮નો બંધ કરતા નથી. માટે દેવોના ૬૪ અને નારકના ૫ આ ૬૯ ભાંગા વર્જી ૭૫૯૨ ઉદયભાંગા હોય છે.
ઉદયસ્થાનવાર ભંગ સંખ્યા :- ૨૧ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૮, મનુષ્યના ૮ એમ ૧૬. ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૧૬, ૨૬ના ઉદયે મનુષ્યના ૨૮૮ અને ૫૦ તિર્યંચના ૨૮૮, એમ પ૭૬. ૨૭ના ઉદયે ૨૫ પ્રમાણે ૧૬. ૨૮ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬, મનુષ્યના ૫૭૬, વે તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૧૧૭૬. ૨૯ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨ મનુષ્યના ૫૭૬ વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, કુલ ૧૭૫૨. ૩૦ ના ઉદયે ૫. તિ ના ૧૭૨૮, મનુષ્યના ૧૧૫ર, વૈ તિ ના ૮ એમ ૨૮૮૮. ૩૧ ના ઉદયે તિર્યંચના ૧૧૫૨ ઉદયભાંગા હોય છે.
અહીં સામાન્યથી ૯૨ અને ૮૮ આ ૨, અને આઠે ઉદયસ્થાને પણ આ ૨-૨ સત્તાસ્થાન હોવાથી ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૬ હોય છે. જો સમ્યગ્દષ્ટીને જિનનામ સત્તામાં હોય તો જિનનામનો બંધ પણ અવશ્ય થાય. અને જિનનામનો બંધ થાય તો બંધસ્થાન ૨૮ને બદલે ૨૯નું થાય માટે ૨૮ના બંધે ૯૩ અને ૮૯નું સત્તાસ્થાન હોતું જ નથી.
દરેક ઉદયભંગમાં પણ આ ૨-૨ સત્તાસ્થાન હોવાથી જે-જે ઉદયસ્થાનમાં જેટલા ઉદયભાંગા હોય તેનાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો બમણાં હોય છે. તે આ પ્રમાણે - ૨૧ના ઉદયે ૩૨, ૨૫ના ૩૨, ૨૬ના ૧૧૫૨, ૨૭ના ૩૨, ૨૮ના ૨૩૫૨, ૨૯ના ૩૫૦૪, ૩૦ના ૫૭૭૬ અને ૩૧ના ૨૩૦૪ એમ કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૫૧૮૪ થાય છે.
૨૯ના બંધે ૨૧ અને ૨૫ થી ૩૦ પર્વતનાં ૭ ઉદયસ્થાનો હોય છે. ૩૧નું ઉદયસ્થાન આ ગુણસ્થાનકે તિર્યંચોને જ હોય છે. અને તિર્યંચો જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯નો બંધ કરી શકતા નથી. પરંતુ ૨૮નો બંધ જ કરે છે. માટે અહીં ૩૧નું ઉદયસ્થાન ઘટતું નથી.
ઉદયસ્થાનવાર તથા કુલ ભંગ સંખ્યા :- ૨૧ ના ઉદયે મનુષ્યના ૮, દેવતાના ૮, અને નારકનો ૧ એમ ૧૭, ૨૫ના ઉદયે દેવતાના ૮, નારકનો ૧ અને વૈક્રિય મનુષ્યના ૮, એમ ૧૭, ૨૬ના ઉદયે મનુષ્યના ૨૮૮, ૨૭ના ઉદયે ૨૫ પ્રમાણે ૧૭, ૨૮ના ઉદયે મનુષ્યના ૫૭૬, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૧૬ અને નારકનો ૧ એમ ૬૦૧, ૨૯ના ઉદયે પણ એજ પ્રમાણે ૬૦૧, ૩૦ ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧૫ર અને દેવતાના ૮ એમ ૧૧૬૦ આ પ્રમાણે સાતે ઉદયસ્થાને મળી કુલ ૨૭૦૧ ઉદયભાંગા હોય છે.
જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ૨૯નો બંધ વૈક્રિય મનુષ્ય અને સામાન્ય મનુષ્યને જ હોય છે. તેથી મનુષ્યના ઉદયસ્થાનોમાં ઉદયભાંગાઓમાં ૯૩ અને ૮૯નું સત્તાસ્થાન હોય છે. અને દેવો તથા નારકોને પોતપોતાના ઉદયસ્થાન અને ઉદયભાંગાઓમાં ૯૨-૮૮ આ બે જ સત્તાસ્થાન હોય છે. પરંતુ ૯૩ અને ૮૯નું હોતું નથી. કારણ કે સમ્યગુદીને જિનનામ સત્તામાં હોય ત્યારે જિનનામનો બંધ અવશ્ય હોય, તેથી દેવો તથા નારકોને જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ થાય, તેથી અહીં ન ઘટે.
સામાન્યથી ત્રણે ગતિના જીવો આશ્રયી ૯૩ આદિ પ્રથમના ૪, અને ૨૬નું ઉદયસ્થાન મનુષ્યોને જ હોવાથી ત્યાં ૯૩-૮૯ આ બે, તેમજ શેષ ૨૧ આદિ છે એ ઉદયસ્થાનોમાં ૯૩ આદિ ચારે સત્તાસ્થાન હોવાથી ૨૪, આ પ્રમાણે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૨૬ હોય છે.
ઉદયભંગવાર અને સત્તાસ્થાનો :- ૨૧ના ઉદયે મનુષ્યના ૮ માં ૯૩-૮૯ બે તેથી ૧૬, દેવોના ૮ અને નારકનો ૧ આ ૯ માં ૯૨ અને ૮૮ માટે ૧૮, એમ કુલ ૩૪. ૨૫ના ઉદયે વૈક્રિય મનુષ્યના ૮માં ૯૩ અને ૮૯ તેથી ૧૬, અને શેષ નવમાં ૯૨ અને ૮૮ માટે ૧૮ કુલ ૩૪. ર૬ના ઉદયે મનુષ્યના ૨૮૮માં ૯૩ અને ૮૯ માટે પ૭૬, ૨૭ના ઉદયે ૨૫ની જેમ ૩૪. ૨૮ના ઉદયે વૈક્રિય મનુષ્યના ૮ અને સામાન્ય મનુષ્યના ૫૭૬, એમ ૫૮૪ માં ૯૩ અને ૮૯ આ બે માટે ૧૧૬૮, દેવતાના ૧૬ અને નારકનો ૧ એમ ૧૭માં ૯૨ અને ૮૮ તેથી ૩૪, કુલ ૧૨૦૨. ૨૯ના ઉદયે પણ એ જ પ્રમાણે ૧૨૦૨. ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧૫રમાં ૯૭, અને ૮૯ તેથી ૨૩૦૪ અને દેવતાના ૮ માં ૯૨ અને ૮૮ માટે ૧૬, એમ ૨૩૨૦, એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૫૪૦૨ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www jainelibrary.org