________________
૩૮૨
કર્મપ્રકૃતિ ભાગ - ૩
આ ગુણસ્થાનકે ઉત્તર વૈક્રિય શરીર ન બનાવે એમ માનીએ તો પણ દેવોના ઉત્તર વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ કાળ ૧૫ દિવસ અને પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ કાળ ચાર મુહૂર્ત પ્રમાણ છે. એટલે ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યા પછી દેવો તથા તિર્યંચોને ઉદ્યોત સહિત ૩૦નું અને મનુષ્યોને ઉદ્યોત વિના ૨૯નું ઉદયસ્થાન હોય તે દરમ્યાન મિશ્ર ગુણસ્થાનક પામે તો આ જીવોની અપેક્ષાએ આ ઉદયસ્થાનોના ઉત્તર વૈક્રિયના ભાંગાઓ પણ હોય, પરંતુ કોઇપણ ગ્રંથમાં ઉત્તર વૈક્રિય આશ્રયી ભાંગાઓ બતાવેલ નથી. તેનું કારણ કેવળી ભગવંત જાણે.
ત્યાં ૨૯ના ઉદયે સ્વરના ઉદયવાળા દેવતાના ૮ અને નારકનો ૧ એમ ૯, ૩૦ના ઉદયે સ્વરવાળા ૫૦ તિ ના ૧૧૫ર, મનુષ્યના ૧૧૫૨, એમ ૨૩૦૪ અને ૩૧ ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨, એમ કુલ ૩૪૬૫ ઉદયભાંગા હોય છે.
સત્તાસ્થાનકો - સામાન્યથી અહીં પણ ૯૨-૮૮ એમ બે અને ત્રણે ઉદયસ્થાને પણ ૨-૨ માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૬, ઉદયભંગવાર આ પ્રમાણે... ૨૯ ના ઉદયે ૯ ભાંગામાં ૨-૨ માટે ૧૮, ૩૦ના ઉદયના ૨૩૦૪ ઉદયભાંગામાં ૨-૨ તેથી ૪૬૦૮ અને ૩૧ ના ઉદયે પણ ૧૧૫રમાં ૨-૨ માટે ૨૩૦૪, એમ કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૬૯૩૦ હોય છે. | સંવેધ :- ૨૮ના બંધે ૩૦ અને ૩૧ આ ૨ ઉદયસ્થાનો છે. ત્યાં ૩૦ના ઉદયે ઉપર બતાવેલ ૨૩૦૪ અને ૩૧ના ઉદયે ૧૧૫૨, એમ ૩૪૫૬ ઉદયભાંગા હોય છે. સામાન્યથી ૨ અને બન્ને ઉદયસ્થાને પણ ૨-૨ હોવાથી ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૪ હોય છે. અને બંને ઉદયસ્થાનના દરેક ઉદયભાંગામાં ૨-૨ હોવાથી ૩૦ ના ઉદયે ૪૬૦૮ અને ૩૧ ના ઉદયે ૨૩૦૪, એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૬૯૧૨ હોય છે.
૨૯ના બંધે દેવો અને નારકોની અપેક્ષાએ ૨૯નું એક જ ઉદયસ્થાન અને ઉપર બતાવેલ નવ ઉદયભાંગા તેમજ સામાન્યથી ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૨ હોય છે. અને દરેક ભાંગામાં બન્ને સત્તાસ્થાનોનો સંભવ હોવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૮ હોય છે.
અવિરત સમ્યગદષ્ટ ગુણસ્થાનક :- બંધસ્થાન-બંધમાંગા - આ ગુણસ્થાનકે પણ મિશ્ર ગુણસ્થાનકની જેમ મનુષ્ય અને તિર્યંચો માત્ર દેવ પ્રાયોગ્ય અને દેવો તથા નારકો માત્ર મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે છે. પરંતુ અહીં જિનનામના બંધનો પણ સંભવ હોવાથી મનુષ્યો જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯નો અને દેવો તથા નારકો જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ પણ કરી શકે છે. માટે સામાન્યથી ૨૮-૨૯ અને ૩૦ આ ત્રણ બંધસ્થાનો હોય છે. તેમજ અહીં અસ્થિરદ્ધિક અને અયશ સિવાય પરાવર્તમાન કોઇપણ અશુભ પ્રવૃતિઓ બંધમાં આવતી નથી. માટે દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના ૮ એમ ૧૬ અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯ તથા મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધે ૮-૮ એમ ત્રણે બંધસ્થાનના કુલ ૩૨ બંધભાંગા હોય છે.
ઉદયસ્થાન-ઉદયભાગ - સામાન્યથી કેવળીમાં જ સંભવતાં ૨૦-૯ અને ૮ તેમજ એકેન્દ્રિયમાં ચોથું ગુણસ્થાનક ન હોવાથી અને ૨૪નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી ૨૪નું આ ૪ વિના ૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતના ૮ ઉદયસ્થાનો હોય છે.
ઉદયભાંગા - એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, યતિ, કેવળી તેમજ લબ્ધિ અપર્યાપ્ત જીવોમાં આ ગુણસ્થાનક ન હોવાથી એકેન્દ્રિયના ૪૨, વિક્લેન્દ્રિયના ૬૬, આહારક અને ઉદ્યોત સહિત વૈક્રિય યતિના ૧૦, કેવળીના ૮ અને લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચના ૨૧ અને ૨૬ના ઉદયના ૨-૨ એમ ૧૩૦ ઉદયભાંગા અહીં ઘટતા નથી. માટે તે સિવાયના આઠે ઉદયસ્થાને મળી સામાન્યથી ૭૬૬૧ ઉદયભાંગા હોય છે.
ઉદયસ્થાનવાર ભંગ સંખ્યા :- ૨૧ના ઉદયે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા પંચેન્દ્રિય તિર્યંચના ૮, મનુષ્યના ૮, દેવતાના ૮, અને નારકનો ૧ એમ ૨૫ ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચનો ૮, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૮ અને નારકનો ૧ એમ ૨૫, ૨૬ નાદિયે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા પંચેન્દ્રિય તિયના ૨૮૮ તથા મનુષ્યના ૨૮૮, કુલ ૫૭૬. ૨૭ના ઉદયે ૨૫ના ઉદયની જેમ ૨૫. ૨૮ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬, મનુષ્યના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૧૬, અને નારકનો ૧, કુલ ૧૧૯૩ ૨૯ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨, મનુષ્યના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૧૬, અને નારકનો ૧, એમ કુલ ૧૭૬૯ ૩૦ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૭૨૮, મનુષ્યના ૧૧૫ર, વૈક્રિય તિર્યંચના ૮, દેવતાના ૮ એમ ૨૮૯૬ અને ૩૧ ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચા ૧૧૫ર એમ આઠે ઉદયસ્થાનના મળી કુલ ૭૬૬૧ ઉદયભાંગાઓ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org