________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
અનાદિ મિથ્યાદરી ત્રણ કરણ કરી ઉપશમ સમ્યક્ત્વ પામી અન્તઃકરણમાં વર્તતો કોઇક મનુષ્ય પ્રમત્ત અને અપ્રમત્ત ગુજ઼ાસ્થાનકને પણ પ્રાપ્ત કરે છે. પરંતુ તે વખતે તેવી વિશુદ્ધિ ન હોવાથી સાતમે ગુણસ્થાનકે પણ તે આહારકરતુખનો બંધ કરતા નથી. એમ લાગે છે. અને તેથી જ મનુષ્યના ૩૦ના ઉદયસ્થાન સિવાયના અન્ય કોઇ ઉદયસ્થાનમાં ૯૨નું સત્તાસ્થાન
ટીકાકરે બતાવેલ નથી.
ઉપશમ સમ્યક્ત્વ પામી ઉપશમપ્રેશિ કરનાર જીવોને આહારક ચતુષ્કની સત્તા હોય છે. અને તેવા જીવો ઉપશમ શ્રેણિથી પડતાં સાસ્વાદને આવી કાળ ક૨ી દેવલોકમાં જઇ શકે છે, તો તેવા જીવોને દેવમાં ૨૧ અને ૨૫ આ બે ઉદયસ્થાનોમાં ૯૨નું સત્તાસ્થાન ઘટી શકે છે. પરંતુ ટીકાકારશ્રીએ ક્યાંય પણ બતાવેલ નથી. માત્ર મનુષ્યને ૩૦ના ઉદયસ્થાનમાંજ ૯૨નું સત્તાસ્થાન બતાવેલ છે. ૨૧ અને ૨૫ના ઉદયસ્થાનમાં બતાવેલ નથી. તેનું કારણ અલ્પકાલીન અને ક્વચિત્ હોવાથી વિવક્ષા ન કરી હોય એમ લાગે છે, નહિં તો દેવોને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ અને તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ અને ૩૦ના બંધે ૨૧ અને ૨૫ ના હૃદયસ્થાનમાં પણ ૯૨નું સત્તાસ્થાન સંભવી શકે. તત્ત્વ તો બહુશ્રુતો જાણો.
દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે મનુષ્યને ૩૦નું અને તિર્યંચોને ૩૦ અને ૩૧ એમ ૨ ઉદયસ્થાનો
૨૮ના બંધનો સંવેધ :
હોય છે.
૩૮૧
ત્યાં ૩૦ના હૃદયના મનુષ્યના ૧૧૫૨ અને સ્વર સહિત તિર્યંચના ૧૧૫૨ એમ ૨૩૦૪ અને ૩૧ના ઉદર્ય તિર્યંચના ૧૧૫૨ એમ બન્ને હૃદયસ્થાને મળી ૩૪૫૬ ઉદયભાંગા હોય છે. સામાન્યથી સત્તાસ્થાન ૨, ૩૦ના ઉદર્ય પણ બે જ અને ૩૧ના ઉદયે ૮૮નું એક, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૩ થાય.
૩૦ના ઉદયે મનુષ્યના ૧૧૫૨માં ૯૨-૮૮ એમ બે-બે હોવાથી ૨૩૦૪ અને તિર્યંચના ૧૧૫૨ ભાંગામાં ૮૮નું ૧ માટે કુલ ૩૪૫૬ અને ૩૧ ના ઉદયે ૧૧૫૨ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૪૬૦૮ થાય.
૨ તથા ૩૦ ના બંધનો સંવેધ - પં તિર્યંચ અને મનુષ્ય પ્રાર્યાગ્યે ૨૯ના બંધે તેમજ ઉદ્યોત સહિત પંચેન્દ્રિય તિર્યંચ :પ્રાયોગ્ય ૩૦ના બંધે આ ગુણસ્થાનકમાં સામાન્યથી બતાવ્યા મુજબ ૨૧ આદિ ૭ હૃદયસ્થાનો અને દરેક ઉદયસ્થાને ભંગ સંખ્યા તેમજ કુલ ભંગ સંખ્યા હોય છે. સત્તાસ્થાન અહીં પણ સામાન્યથી ૨, ત્યાં પ્રથમના ૫, અને ૩૧ આ છ ઉદયસ્થાનમાં ૮૮નું એક-એક તેથી ૬, અને ૩૦ના ઉદયસ્થાનમાં ૨, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૮-૮ હોય છે.
ઉદયભંગવાર વિચારીએ તો પણ માત્ર ૩૦ના ઉદયના મનુષ્યના ૧૧૫૨ ભાંગામાં ૨-૨ અને શેષ સર્વ ભાંગાઓમાં ૮૮નું એક-એક જ હોય છે, તેથી જે જે ઉદયસ્થાનમાં જેટલાં ઉદયભંગ છે. તેટલા જ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાની હોય છે. માત્ર ૩૦ના ઉદયસ્થાનમાં મનુષ્યના ૧૧૫૨ ભાંગામાં ૯૨નું સત્તાસ્થાન પણ હોય છે. તેથી આ ઉદયસ્થાનમાં ઉદયભંગની સંખ્યાથી ઉદયભંગ ગુાિત સત્તાસ્થાનો માત્ર ૧૧૫૨ વધારે હોય છે. તે આ પ્રમાણે...... ૨૧ના ૩૨, ૨૪ ના ૨, ૨૫ના ૮, ૨૬ના ૫૮૨, ૨૯ના ૯, ૩૦ના ૩૪૬૪ અને ૩૧ના ૧૧૫૨ એમ કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો પ૨૪૯ થાય છે.
મિશ્ર ગુણસ્થાનક ઃ- બંધસ્થાન-બંધમાંગા ઃ- મનુષ્ય અને તિર્યંચો માત્ર દેવ પ્રાગ્ય ૨૮નો બંધ કરે છે, અને દેવો તથા નારકો માત્ર મનુષ્ય પ્રાયોગ્ય ૨૯નો જ બંધ કરે છે. તેથી આ બે જ બંધસ્થાનો હોય છે. શેષ બંધસ્થાનો મિથ્યાદષ્ટી અને સમ્યગદષ્ટીને જ ઘટતાં હોવાથી અહીં સંભવતો નથી.
ત્યાં દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ તેમજ મનુષ્ય પ્રાયોગ્ય ર૯ના બંધસ્થાનમાં પણ આ ગુરાસ્થાનકે અસ્થિર -અશુભ અને અયશ સિવાય કોઇપણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિનો બંધ ન હોવાથી ૮ ભાંગા હોય છે. એમ કુલ ૧૬ બંધભાંગા અહીં હોય છે.
ઉદયસ્થાન-ઉદયભાંગા :- આ ગુણસ્થાનક સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. માટે દેવો અને નારકોની અપેક્ષાએ ૨૯ અને મનુષ્ય તેમજ તિર્યંચની અપેક્ષાએ ૩૦ અને તિર્યંચની અપેક્ષાએ ૩૧ એમ ૩ ઉદયસ્થાનો હોય છે. જો કે પર્યાપ્ત અવસ્થામાં ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો ૨૫ આદિ ઉદયસ્થાનો પણ ઘટી શકે. પરંતુ આ ગુશસ્થાનકે કોઇપણ સ્થાને વૈક્તિ મિશ્ર યોગ બતાવેલ નથી તેથી કાં તો આ ગુણસ્થાનકે કોઇપણ જીવો ઉત્તર વૈક્રિય શરીર બનાવતા જ ન હોય અથવા તો તેની વિવક્ષા નહીં કરી હોય, એમ પંચસંગ્રહ પ્રથમદ્રારમાં ટીકાકાર મહર્ષિએ જણાવેલ છે. માટે શેષ ઉદયસ્થાનો અહીં સંભવતાં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org