________________
૩૮૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩
સાસ્વાદન ગુણસ્થાનક -બંધસ્થાન - બંધમાંગા :- આ ગુણસ્થાનકવાળા અપર્યાપ્ત એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય તેમજ નરક પ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી ૨૩ આદિ પ્રથમના ૩ બંધસ્થાનો નથી. અને નરક પ્રાયોગ્ય બંધસ્થાન પણ નથી. તથા યતિને જ સંભવતા ૩૧ અને ૧ના બંધસ્થાનો પણ અહીં હોતાં નથી. અહીં માત્ર દેવ પ્રાયોગ્ય ૨૮ અને પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ અને ઉદ્યોત સહિત ૫૦ તિ, પ્રાયોગ્ય ૩૦નું એમ ૩ બંધસ્થાનો હોય છે.
ત્યાં દેવપ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ ભાંગા અને આ ગુણસ્થાનકે એવઠ્ઠી સંઘયણ અને હૂંડક સંસ્થાનનો બંધ ન હોવાથી ૬ ને બદલે વારાફરતી પ્રથમના ૫ સંઘયણ અને ૫ સંસ્થાનો જ બંધાય છે, માટે પ સંઘયણને ૫ સંસ્થાને ગુણાતાં ૨૫, તેને બે વિહાયોગતિએ ગુણતાં ૫૦ અને તેને સ્થિર - અસ્થિરે ગુણતાં ૧૦૦, શુભ-અશુભ ગુણતાં ૨૦૦, સૌભાગ્ય-દોર્ભાગ્યે ગુણતાં ૪૦૦, બે સ્વરે ગુણતાં ૮૦૦, આદય-અનાદયે ગુણતાં ૧૬૦૦ અને યશ-અશે ગુણતાં ૩૨૦૦ ભાંગા થાય. પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ના બંધના આ પ્રમાણે ૩૨૦૦ અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના પણ ૩૨૦૦ એમ કુલ ૬૪૦૦ અને ઉદ્યોત સહિત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના બંધના પણ ૩૨૦૦ એમ ત્રણે બંધસ્થાનના મળી ૯૬૦૮ બંધભાંગા હોય છે.
ઉદયસ્થાન - ઉદયભાંગા :- સામાન્યથી આ ગુણસ્થાનકે ૨૧-૨૪-૨૫-૨૬-૨૯-૩૦ અને ૩૧ આ સાત ઉદયસ્થાનો હોય છે. અનાદિ મિશ્રાદી ત્રણ કરણ કરી ઉપશમ સમ્યકત્વ પામી પડતાં સાસ્વાદને આવી સાસ્વાદન સમ્યકત્વ સહિત કાળ કરી નરક વિના યથાસંભવ ત્રણ ગતિમાં ઉત્પન્ન થાય છે. અને સાસ્વાદનનો કાળ ઉત્કૃષ્ટથી પણ છ આવલિકા જ હોય છે. તેથી પરભવથી સાસ્વાદન ગુણસ્થાનક લઇ જીવ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પોતપોતાના પહેલા બે ઉદયસ્થાનોમાં સાસ્વાદનનો સંભવ છે. તેથી એકેન્દ્રિયમાં ૨૧ અને ૨૪, દેવતામાં ૨૧ અને ૨૫ અને મનુષ્ય - તિર્યંચોમાં ૨૧ અને ૨૬, એમ પ્રથમના આ ચાર ઉદયસ્થાનો ઘટી શકે છે.
શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં અંતર્મુહૂર્ત લાગે છે. અને પોતાના શરૂઆતના બે ઉદયસ્થાન પછીના એટલે એકેન્દ્રિયને ૨૫. દેવતાને ૨૭ અને ૨૮ અને શેષ જીવોને ૨૮ અને ૨૯ના ઉદયસ્થાનો શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ હોય છે. માટે અનેક જીવો આશ્રયીને પણ ૨૭ અને ૨૮નું ઉદયસ્થાન સંભવતું નથી. | સર્વ પર્યાપ્તએ પર્યાપ્તિની અપેક્ષાએ દેવો અને નારકોને ૨૯નું તેમજ પંચેન્દ્રિય તિર્યંચોને ૩૦ અને ૩૧ અને મનુષ્યની અપેક્ષાએ ૩૦નું એમ ૨૯ આદિ ૩ ઉદયસ્થાનો પર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમ્યકત્વ પામી સાસ્વાદને આવે તે અપેક્ષાએ હોય
છે.
ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ ચારે ગતિના જીવોમાં ૨૫-૨૭ અને ૨૮ આદિ ઉદયસ્થાનો અને તેના ઉદયભાંગાઓ કદાચ આવી શકે. પરંતુ કોઇપણ સ્થાને બતાવેલ નથી. માટે કાંતો ક્વચિત્ અને અલ્પકાલીન હોવાથી અહીં ઉત્તર વૈક્રિય શરીર બનાવતા જ નહીં હોય.તત્ત્વતો અતિશય જ્ઞાની જાણે.
ઉદયસ્થાનવાર તથા કુલ ઉદયભંગની સંખ્યા :- ર૧ના ઉદયે બાદર પર્યાપ્તના યશ અને અયશના ૨, પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા વિક્લેન્દ્રિયના છ, પંતિ ના આઠ, મનુષ્યના આઠ અને દેવતાના આઠ એમ ૩૨. ૨૪ના ઉદયે એકેન્દ્રિયના બાદર પર્યાપ્ત પ્રત્યેકના યશ-અયશ સાથેના બે જ ભાંગા હોય, કારણ કે આ ગુણસ્થાનક લઇ સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ તેમજ નરકમાં જીવ ઉત્પન્ન થતો નથી. માટે તે સંબંધી ઉદયભાંગા તે તે ઉદયસ્થાનમાં સંભવતા નથી. એમ સર્વત્ર સમજવું. ૨૫ ના ઉદયે દેવતાના ૮, ૨૯ના ઉદયે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા વિક્લેન્દ્રિયના ૬, પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮ અને મનુષ્યના ૨૮૮ એમ ૫૮૨. ૨૯ના ઉદયે સ્વર સહિતના દેવતાના ૮, અને નારકનો ૧ એમ ૯, ૩૦ના ઉદયે દેવતાના ૮, સ્વર સહિત ૫ તિર્યંચના ૧૧૫૨ અને મનુષ્યના ૧૧૫ર એમ ૨૩૧૨. ૩૧ ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨. એમ સાતે ઉદયસ્થાને મળી ૪૦૯૭ ઉદયભાંગા હોય છે.
સત્તાસ્થાનકો - અહીં સામાન્યથી ૯૨ અને ૮૮ આ બે સત્તાસ્થાનો હોય છે. પણ શેષ સત્તાસ્થાનો ઘટતાં નથી, કારણ કે જિનનામની સત્તાવાળા તથાસ્વભાવે બીજે અને ત્રીજા ગુણસ્થાનકે જતા નથી. માટે ૯૩ અને ૮૯ તેમજ ક્ષપકશ્રેણિમાં જ સંભવતાં હોવાથી ૭૯ આદિ ૫ આ ૭ સત્તાસ્થાનો અહીં ઘટતા નથી. ૭૮ અને ૮૬નું સત્તાસ્થાન એકેન્દ્રિયમાં અથવા એકેન્દ્રિયમાંથી આવેલ જીવોને અમુક અલ્પ કાળ સુધી પહેલે ગુણસ્થાનકે જ હોય છે. તેમજ ૮૦નું સત્તાસ્થાન પહેલે અથવા ક્ષપકશ્રેણિમાં જ હોય છે. માટે તેમનો અહીં સંભવ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org