________________
સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી
૩૮૭
-: અથ સત્તાપ્રકરણ પ્રશ્નોત્તરી :-)
પ્ર. ૫
સમ્યક્ત મોહનીય તથા મિશ્રમોહનીય બંધ વિના જ ઉદયાદિ ત્રણમાં પ્રાપ્ત થાય છે. તો બંધાયેલ કર્મનો જ ઉદય થાય છે. એમ કેમ કહેવાય ? આ બે પ્રકૃતિઓ સ્વસ્વરૂપે બંધાતી નથી, પરંતુ બંધાયેલ મિથ્યાત્વના કર્મદલિકને જ પથમિક સમ્યકત્વરૂપ વિશુદ્ધિના વશથી રસ ઘટાડીને સમ્યકત્વ અને મિશ્રમોહનીયરૂપે બનાવે છે. તેથી બંધાયેલ કર્મનો જ ઉદય થાય છે, એમ કહેવામાં હરકત નથી. એવું ક્યું કર્મ છે કે જેનો ઉદીરણા વિના કેવળ ઉદય મિશ્રગુણસ્થાને હોતો જ નથી ?
આયુષ્યકર્મ. પ્ર. ૩ એવાં ક્યાં મૂળકર્મો છે કે જેમની ઉદીરણા સાતમા ગુણસ્થાનકથી હોતી જ નથી ?
વેદનીય અને આયુષ્યકર્મ. પ્ર. ૪ કેટલા કાળ સુધી કઇ કઇ પ્રકૃતિઓનો ઉદીરણા વિના પણ કેવળ ઉદય હોઇ શકે ?
બે વેદનીય અને મનુષ્યા, એ ત્રણ પ્રકૃતિઓનો દેશોનપૂર્વક્રોડવર્ષ, પાંચ નિદ્રા, ત્રસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ સૌભાગ્ય, આદેયદ્રિક, તીર્થંકર નામકર્મ અને ઉચ્ચગોત્ર એ પંદરનો અંતર્મુહૂર્ત, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, ત્રણવેદ, સમ્યકત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય, મનુષ્યામુ વિના ત્રણ આયુ અને સંજ્વલન લોભ આ ૨૩ પ્રકૃતિઓનો એક આવલિકા સુધી કેવળ ઉદય હોય છે. શરૂઆતના મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે ન બંધાય અને ઉપરના અમુક ગુણસ્થાનકોમાં જ બંધાય એવી કઇ કર્મપ્રકૃતિઓ છે ? આહારકદ્ધિક અને જિનનામ.
એવું ક્યું મૂળકર્મ છે કે જેનો સર્વથા ઉદયવિચ્છેદ થાય છતાં ફરીથી ઉદયમાં આવી શકે ? ઉ.
મોહનીયકર્મ, તેનો ઉપશાંતમોગુણસ્થાને સર્વથા ઉદયવિચ્છેદ થાય છે અને ત્યાંથી પડતાં દશમે અથવા ચોથે ગુણસ્થાનકે ફરી ઉદય શરૂ થાય છે. બંધ આદિ ચારેના ક્યા ચાર પ્રકારો છે ? બંધ આદિ ચારેના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ અથવા ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય અથવા સાદિ વગેરે એમ ચાર પ્રકાર છે. અજઘન્ય તથા અનુત્કૃષ્ટમાં શું તફાવત છે? અજઘન્યમાં જઘન્ય સિવાય ઉત્કૃષ્ટ સુધીના દરેક ભેદોનો અને અનુત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સિવાય જઘન્ય સુધીના દરેક ભેદોનો સમાવેશ થઇ જાય છે. વળી ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના દરેક ભેદો અપેક્ષા-વિશેષથી અજઘન્ય અને
અનુત્કૃષ્ટ બન્નેમાં ગણી શકાય છે. પ્ર. ૯. ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના દરેક ભેદો અજઘન્ય અને અનુકુષ્ટમાં આવી જાય તો અજઘન્ય કે અનુકુષ્ટરૂપ
એક જ ભેદ ન પાડતાં બે ભેદ પાડવાનું શું કારણ ? ઉ. પ્રકૃતિ આદિનો વિચાર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ મુખ્યત્વે બે પ્રકારે કરવામાં આવે છે. તેથી જ્યારે જઘન્યને
લક્ષ્યમાં રાખીને વિચાર કરવામાં આવે ત્યારે શેષ સઘળા ભેદોને અજઘન્ય અને જ્યારે ઉત્કૃષ્ટને લક્ષ્યમાં રાખીને વિચાર કરવામાં આવે ત્યારે શેષ સઘળા ભેદોને અનુકુષ્ટ કહેવાય છે. આ હકીકત ધ્યાનમાં રાખવા આ બે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org