________________
ઉદયપ્રકરણ
स्थित्युदयोऽपि स्थितिक्षय-प्रायोगेण स्थित्युदीरणाया अधिकः । उदयस्थितेर्हखः, षट्त्रिंशतामेकोदयस्थितिः।। ४ ।।
ગાળંથ :- સ્થિતિ ઉદય પણ સ્થિતિના ક્ષયથી, અને પ્રયોગથી (= ઉદીરણાથી) થાય છે, અને તે (= ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય) ઉદીરણા સ્થિતિ કરતાં ઉદય સ્થિતિ જેટલો અધિક છે, અને જઘન્ય સ્થિતિ ઉદય તે ૩૬ પ્રકૃતિની એક સમય માત્ર ઉદયસ્થિતિ જેટલો જાણવો.
ટીકાર્થ :- પ્રકૃતિ ઉદય કહ્યો, હવે સ્થિતિ ઉદયને કહે છે.... સ્થિતિ ઉદય પણ સ્થિતિના ક્ષયથી અને પ્રયોગથી એમ બે પ્રકારે થાય છે. ત્યાં સ્થિતિ તે અબાધાકાલરૂપ તેના ક્ષયથી દ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભવ અને ભાવરૂપ ઉદયહેતુઓ પ્રાપ્ત થયે છતે જે સ્વભાવથી જ ઉદય થાય છે તે સ્થિતિશયથી ઉત્પન્ન થયેલ ઉદય કહેવાય છે, પરંતુ તે સ્થિતિષય નિષ્પન્ન ઉદય વર્તતો હોય ત્યારે ઉદીરણાકરણરૂપ પ્રયોગથી ખેંચી લાવેલ દલિકનો જે અનુભવ થાય છે તે પ્રયોગ ઉદય કહેવાય છે. મૂળ ગાથામાં જે “મા” છે, જ્યાં વિશેષ વાત નથી ત્યાં પહેલા ક્યું હતું તેમ ઉદીરણાની જેમ છે. તે વાતનો સમુચ્ચય કરે છે. અર્થાત્ જે વિશેષ વાત બતાવી છે તે સિવાય બધુ જ પહેલા ક્યું હતું તેમ ઉદીરણાની જેમ જાણવું.
જે આ ઉદય સામાન્યથી બે પ્રકારે છે... ઉત્કૃષ્ટ અને જઘન્ય. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય તે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાથી (વદ્યમાન) ઉદય સ્થિતિ સમયમાત્ર જેટલો અધિક છે. તે આ પ્રમાણે કહે છે.... ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાયે છતે અબાધા કાળમાં પણ પૂર્વ બાંધેલ દલિક છે. તે કારણથી બંધાવલિકા પૂર્ણ થયા બાદ અનન્તર સ્થિતિમાં વિપાકોદયથી વર્તતો જીવ ઉદયાવલિકાની ઉપરની સર્વ પણ સ્થિતિને ઉદીરે છે, અને ઉદીરીને અનુભવે પણ છે. તેથી બંધાવલિકા અને ઉદયાવલિકા સિવાય બાકીની સર્વ પણ સ્થિતિની ઉદય અને ઉદીરણા સરખી છે. અને વેદાની સ્થિતિમાં ઉદીરણા ન હોય પણ ફક્ત ઉદય જ હોય છે. તે કારણથી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય વેદ્યમાન સમયમાત્ર સ્થિતિએ અધિક હોય છે. અને તે ઉદયાબંધ પ્રવૃતિઓનો જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય બંધાવલિકા અને ઉદયાવલિકા હીન જાણવો. અને બાકીની પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય યથાયોગ્યપણે જાણવો, ત્યાં પણ પૂર્વની રીતે (૧ સમય) ઉદય સ્થિતિએ અધિક જાણવો.
તથા “ો . ' એટલે જઘન્ય સ્થિતિ ઉદય પૂર્વ કહેલ ૪૧ પ્રકૃતિઓમાંથી નિદ્રાપંચક સિવાયની ૩૬ પ્રકૃતિઓની એક સમય માત્ર ઉદય સ્થિતિ, અર્થાત્ સમયમાત્ર એક સ્થિતિ ઉદયપ્રમાણ જાણવી. અને તે સમયમાત્ર એક સ્થિતિ તે અન્ય સ્થિતિ જાણવી. અને નિદ્રાપંચકની ઉદીરણાના અભાવમાં પણ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અનંતર કાલે ફક્ત ઉદય કાલમાં અપવર્તન કરે છે, તેથી એક સ્થિતિ પ્રાપ્ત થતી નથી. તેથી તે નિદ્રાપંચકનો ત્યાગ કર્યો છે. બાકીનું સર્વ જધન્ય ઉદીરણા તુલ્ય જાણવું. (ચિત્ર નંબર - ૧ જુઓ)
ઇતિ બીજો સ્થિતિ ઉદય સમાપ્ત
અહીં એમ શંકા થાય કે અબાધાકાળ પૂર્ણ થાય ત્યારે કોઇપણ કર્મ ઉદયમાં આવે જ. કારણ કે અબા ધાકાળમાં વિવલિત પ્રકૃતિના દલિકો ગોઠવાયો નથી. એટલે અબાધાકાળમાં તો ઉદય ન જ થાય પરંતુ તે ઉપરના સ્થાનકોમાં દલિકો ગોઠવાયેલા હોવાથી તે સ્થાનોમાં જ્યારે જીવ જાય ત્યારે તે દલિકોનો ઉદય જરૂર થાય તો પછી ઉપર જે હેતુઓ બતાવ્યા તેની શી જરૂર ?
તેના ઉત્તરમાં સમજવું કે.... જ્યારે જે સમયે દલિક ઉદયમાં આવે તે સમયે જો એ ઉપરથી આવેલું ન હોય તો તે ઉદય કહેવાય, અને જો ઉપરથી આવેલું હોય તો તેને ઉદીરણા કહેવાય, જે સમયે જે કર્મ ત્યાં રહેલુ ઉદયમાં આવે ત્યારે જો રસથી ભોગવાય તો તેને વિપાકોદય કહેવાય અને જો બીજી પ્રકૃતિમાં સ્તિબુકસંક્રમથી ભોગવાય તો તેને પ્રદેશોદય કહેવાય. સામાન્યથી દરેક સ્થિતિમાં સાતા - અસાતાદિ દરેક કર્મો પડેલા હોય છે. તેમાંથી કેટલાક રસોદથી ભોગવાય છે. બાકીના પ્રદેશોદયથી ભોગવાય છે, જે કર્મ રસોદયથી ભો ગવાતા હોય તે પણ દ્રવ્યાદિ નિમિત્ત પામીને બદલાઇ જાય છે. એટલે કે જે કર્મ વિપાકીદયમાં હોય તે કર્મ વિપાકોદયમાંથી ખસી જાય છે. અને જે કમ વિપાકોદયમાં ન હોય તે કર્મ વિપાકોદયમાં આવી જાય છે.
આ રીતે દ્રવ્યાદિ નિમિત્તોથી ઉદય સમયમાં પ્રકૃતિના ઉદયનું એટલે રસોદયનું પરાવર્તન થાય છે. ૩ નિદ્રાદિકનો ઉદય જેઓ ૧૨મા ગુસ્થાનક સુધી માને છે તેમના મતે ૧૨માના દ્વિચરમ સમયે તેનો જઘન્ય સ્થિતિ ઉદય સંભવે છે.
Jain Education Interational
For Personal Private Use Only
www.jainelibrary.org