________________
૪
કર્મપ્રકૃતિ ભાગ - ૩ आवलिकामधिकां वेदयत्यायुषामप्यप्रमत्ता अपि । વેનીયો કિસમય - તનુપર્યાતાનિદ્રાઃ | ૨ | मनुजगतिजातित्रसबादरं च पर्याप्तसुभगमादेयम् ।
દશ વર્તુ, વાયોગિનઃ વિત્તીર્થરમ્ | ૩ | ગાથાર્થ :- ટીકાની જેમ
ટીકાર્થ :- પ્રમાણે ૮ કરણો કહ્યાં. હવે ઉદ્દેશના ક્રમથી પ્રાપ્ત થયેલ ઉદયપ્રકરણ કહેવાની ઇચ્છાવાળા કહે છે... ઉદય ઉદીરણાની જેવો છે. પ્રકૃતિ આદિ જે ભેદો પૂર્વે ઉદીરણા કરણમાં કહ્યા છે, અને જે સાદિ અનાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ કહ્યું છે તે પ્રમાણે ઉદયમાં પણ અન્યૂનાધિકપણે સર્વ સદૃશ જાણવું. કારણ કે ઉદય ઉદીરણા બન્ને પ્રાયઃ સાથે રહે છે. તે આ પ્રમાણે કહે છે... જ્યાં ઉદય હોય ત્યાં ઉદીરણા, જ્યાં ઉદીરણા હોય ત્યાં ઉદય હોય છે. તો શું સર્વ પણ ઠેકાણે આ નિયમ છે ? તો કહે છે.. પ્રાયઃ નિયમ જ છે તે વાત હૃદયમાં રાખીને વ્યભિચાર સ્થાનના વ્યવચ્છેદની વિરક્ષાવાળા કહે છે. અર્થાત્ જ્યાં દોષની સંભાવના છે તેવા સ્થાનોને છોડી દેવાની ઇચ્છાવાળા કહે છે.....
નો વત્તા ત્યારે - ૪૧ પ્રકૃતિઓ સિવાય આ નિયમ જાણવો. કારણ કે એ ૪૧ પ્રકૃતિઓમાં તો ઉદીરણા વિના પણ કેટલાક કાળ સુધી ઉદય હોય છે, તે આ પ્રમાણે..... જ્ઞાનાવરણ -૫, દર્શનાવરણ-૪, “વિશ્વ ' ત્તિ - અંતરાય-૫, સંજ્વલન લોભ, વેદ-૩, “રયુ - સમ્યકત્વ - મિથ્યાત્વ એ સર્વસંખ્યા ૨૦ પ્રકૃતિઓને પોત પોતાના ઉદયને અન્ને એક આવલિકા અધિક કાલ વેચે છે. અર્થાત્ આ પ્રવૃતિઓનો આવલિકા માત્ર કાલ ઉદીરણા વિના જ ફક્ત ઉદયથી જ અનુભવે છે, અને તેમાં ૩ વેદ અને મિથ્યાત્વ એ ૪ પ્રકૃતિઓના અંતરકરણ કરે છતે (અંતરકરણની) પ્રથમસ્થિતિમાં એક આવલિકા બાકી રહેતા ફક્ત ઉદયાવલિકા જ અનુભવાય છે. બાકીના કર્મોની પોત પોતાની સત્તાના વિચ્છેદને અન્ને અનુભવાય છે.
તથા ચારે પણ આયુષ્યનો પોત પોતાના ઉદયને અન્ને આવલિકા માત્ર કાલ ઉદય જ હોય ઉદીરણા ન હોય. કારણ કે આવલિકાની અન્તર્ગત સર્વ પણ કર્મની ઉદીરણા અયોગ્ય છે, અર્થાત્ ઉદીરણા ન થાય. તથા સાતા - અસાતાવેદનીય, મનુષ્પાયુષ્ય એ ૩ પ્રકૃતિઓનો અપ્રમત્ત સંયત વગેરે ઉદીરણા વિના ફક્ત ઉદયથી જ અનુભવે છે. તથા શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયો છતો “કુસમ' ત્તિ - બીજા આદિ સમયથી શરૂ કરીને, અર્થાત્ શરીર પર્યાપ્તિ પછી અનન્તર સમયથી શરૂ કરીને ઇન્દ્રિય પર્યાપ્તિના અન્ય સમય સુધી તથા સ્વભાવથી જ ઉદીરણા વિના ફક્ત ઉદયથી પાંચે પણ નિદ્રાને વેદે છે.
તથા મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રાસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ-કીર્તિ, ઉચ્ચગોત્ર એ ૯ પ્રકૃતિઓનો અયોગી કેવલી ઉદીરણા વિના પોતાના કાલ સુધી ફક્ત ઉદયથી જ વેદે છે. તથા કોઇ તીર્થકર અયોગી કેવલી હોય તેઓ તીર્થકર નામકર્મને પણ ઉદીરણા વિના ફક્ત ઉદયથી જ અનુભવે છે. (પરિશિષ્ટ -૧ માં યંત્ર નંબર-૧ જુઓ)
ઇતિ પ્રથમ પ્રકૃતિ ઉદય સમાપ્ત -: અથ બીજો સ્થિતિ ઉદય :-) ठिइउदयो वि ठिइक्खय - पओगसा ठिइउदीरणा अहिगो । उदयठिईए हस्सो, छत्तीसा एगउदयठिई ।। ४ ।।
પંચસંગ્રહ પાંચમાદ્વારની ગાથા ૧૦૦માં સ્વપજ્ઞ ટીકાકાર આહાર પર્યાપ્તિથી આરંભી ઇન્દ્રિય પય પ્તિ પૂર્ણ થતા સુધી પાંચે નિદ્રાનો કેવળ ઉદય હોય છે ઉદીરણા હોતી નથી અને ત્યાર પછી ઉદય ઉદીરણા સાથે હોય છે એમ કહે છે. તેનો પાઠ આ પ્રમાણે . “વલાદ શરીરે . न्द्रियपर्याप्तयस्तावन्निद्राणामुदयः, एतदूर्ध्व उदीरणासहचरो भवत्युदयः.'
- શરીર પર્યાપ્તિ પૂર્વે નિદ્રાદ્ધિકના ઉદય-ઉદીરણા બન્ને હોતા નથી. આ મુખ્યમત છે. મતાંત રે શરીર પર્યાપ્તિ પૂર્વે આ બન્ને હોય છે. માત્ર શરીર પર્યાપ્ત અને ઇન્દ્રિય પર્યાપ્તની વચમાં જ એકલો ઉદય હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org