________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૭૭ એકમાં ૯૩નું એક, એમ ૧૩૮૫૯ સત્તાસ્થાનો હોય. ૩૧ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫રમાં ૯૨ આદિ ૪-૪ તેથી ૪૬૦૮. એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૩૫૯૦૮ થાય છે.
- ૩૦ના બંધે ૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતના સાત એમ આઠ ઉદયસ્થાનો હોય છે. અને સામાન્ય સંવેધમાં ૩૦ના બંધ બતાવેલ જે ૭૭૭૩ ઉદયભાંગા છે, તેમાંથી દરેક ઉદયસ્થાને સંજ્ઞી પં૦ પર્યાપ્તામાં ન ઘટે તેવા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય તથા તિર્યંચના ઉદયભાંગા બાદ કરતાં આઠ ઉદયસ્થાને મળી ૭૬૬૧ ઉદયભાંગા સમજવાં. અને મતાંતરે ૨૯ અને ૩૦ના ઉદયના બે ભાંગા લઇએ તો ૭૬૬૩ ઉદયભાંગા જાણવાં, સામાન્યથી અહીં પણ ૯૩ આદિ ૭ સત્તાસ્થાનો હોય છે.
૨૧ના ઉદયે સાત, ૨૫ અને ૨૭ ના ઉદયે ૯૩ આદિ પ્રથમના ચાર માટે ૮, ૨૬ના ઉદયે ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ એ પાંચ, ૨૮-૨૯ અને ૩૦ ના ઉદયે ૭૮ વિના છ-છ તેથી ૧૮, ૩૧ના ઉદયે ૯૨ આદિ ૪ એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૪૨ થાય.
ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ ના ઉદયે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના આઠ ભાંગામાં ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ એ પાંચ-પાંચ માટે ૪૦, પર્યાપ્ત મનુષ્યના આઠમાં ૭૮ વિના ચાર-ચાર માટે ૩૨, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમના ૪-૪ માટે ૩૨ નારકના એકમાં ૯૨ આદિત્રણ એમ ૧૦૭ સત્તાસ્થાનો. ૨૫ના ઉદયે વૈ૦ તિર્યંચના આઠ અને વૈક્રિય મનુષ્યના આઠ આ સોળમાં ૯૨-૮૮ બે-બે તેથી ૩૨, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમના ૪-૪ માટે ૩૨, નારકના એકમાં ૯૨ આદિ ૩, એમ ૬૭ સત્તાસ્થાનો. ૨૬ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮ માં ૫-૫ માટે ૧૪૪૦ અને પર્યાપ્ત મનુષ્યના ૨૮૮ માં ૭૮ વિના ૪-૪ તેથી ૧૧૫ર એમ ૨૫૯૨ સત્તાસ્થાનો. ૨૭ ના ઉદયે ૨૫ના ઉદયમાં બતાવ્યા મુજબ ૬૭ સત્તાસ્થાનો. ૨૮ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬, અને સામાન્ય મનુષ્યના ૫૭૬ આ ૧૧૫ર માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ એમ ચાર-ચાર તેથી ૪૬૦૮, વૈ૦ તિર્યંચના ૧૬ અને વૈ૦ મનુષ્યના ૮ આ ૨૪માં ૯૨-૮૮ બે-બે માટે ૪૮, દેવતાના ૧૬માં ૯૩ આદિ પ્રથમના ચાર તેથી ૬૪, નારકના એકમાં ૯૨ આદિ ત્રણ એમ ૪૭૨૩ સત્તાસ્થાનો. ૨૯ના ઉદયે સા૦ áિચના ૧૧૫ર અને સા. મનુષ્યના ૫૭૬ આ ૧૭૨૮માં ૪-૪ માટે ૬૯૧૨ વૈક્રિય તિર્યંચના ૧૬, અને વૈક્રિય મનુષ્યના આઠ આ ૨૪માં બે-બે માટે ૪૮, દેવતાના ૧૬માં ૯૩ આદિ પ્રથમના ૪ તેથી ૬૪, નારકના એકમાં ૯૨ આદિ ૩ એમ ૭૦૨૭ સત્તાસ્થાનો. ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮, સામાન્ય મનુષ્યના ૧૧૫ર, આ ૨૮૮૦માં ૯૨ આદિ ચાર-ચાર માટે ૧૧૫૨૦, વૈ૦ તિર્યંચના આઠમાં ૯૨-૮૮ બે-બે તેથી ૧૬, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમના ચાર-ચાર માટે ૩૨ એમ ૧૧૫૬૮ સત્તાસ્થાનો. ૩૧ના ઉદયે સાવ ૫૦ તિર્યંચના ૧૧૫૨ માં ૯૨ આદિ ચાર-ચાર, તેથી૪૬૦૮ સત્તાસ્થાનો. એમ આઠે ઉદયસ્થાને મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૩૦૭૫૯ સત્તાસ્થાનો થાય.
જો આહારકના ૨૯ અને ૩૦ ના ઉદયના બે ભાગ વધારે લઇએ તો ૯૨ ના બે સત્તાસ્થાનો અધિક સમજવાં. ૩૧ અને એકના બંધે સામાન્ય સંવેધમાં બતાવ્યા મુજબ સમજવું.
(-: અથ ગુણસ્થાનકોમાં નામકર્મ બંધસ્થાનો આદિ તેમજ સંવેધ :-)
મિથ્યાત્વ ગુણસ્થાનક - બંધસ્થાન -બંધમાંગા - યતિને જ ઘટતાં ૩૧ અને ૧ના બંધસ્થાન વિના શેષ ૨૩ આદિ ૬ બંધસ્થાનો હોય છે. ત્યાં ૨૩ના બંધના ૪, ૨૫ના બંધના ૨૫, ૨૬ના બંધના ૧૬, ૨૮ ના બંધના ૯, ૨૯ના બંધના જિનનામ સહિત દેવ પ્રાયોગ્યના ૮ વિના ૯૨૪૦, ૩૦ના બંધના જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્યના ૮, આહારકદ્ધિક સહિત દેવ પ્રાયોગ્યનો એક એમ ૯ ભાંગા વર્જી શેષ ૪૬૩૨. એમ છ એ બંધસ્થાનના મળી કુલ બંધભાંગા ૧૩,૯૨૬ થાય છે.
ઉદયસ્થાન-ઉદયભાંગા - કેવલીમાં જ સંભવતા ૨૦, ૯ અને ૮ આ ત્રણ વિના ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતના ૯ ઉદયસ્થાનો હોય છે. ત્યાં ૨૧ના ઉદયે તીર્થકરના એક વિના ૪૧, ૨૪ના ૧૧, ૨૫ના આહારકના એક વિના ૩૨, ૨૬ના ૬૦૦, ૨૭ના આહારકનો એક અને તીર્થંકરનો એક આ વિના ૩૧, ૨૮ના આહારકના બે, ઉદ્યોત સહિત વૈક્રિય યતિનો એક આ ત્રણ વિના ૧૧૯૯, ૨૯ના ઉપર બતાવેલ ત્રણ અને તીર્થકરનો ૧ આ ૪ વિના વિના ૧૭૮૧, ૩૦ના આહારકનો એક, ઉદ્યોતવાળો વૈક્રિયયતિનો એક અને તીર્થકરનો એક એ ૩ વિના ૨૯૧૪, ૩૧ના ઉદયે તીર્થકરના એક વિના ૧૧૬૪, એમ નવે ઉદયસ્થાને મળી ૭૭૭૩ ઉદયભાંગા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org