________________
૩૭૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩
તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુ0 ના ૮ આ ૨૪માં ૯૨-૮૮ આ બે-બે માટે ૪૮, એમ કુલ ૪૬૫૬ સત્તાસ્થાનો. ૨૯ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૧૧૫ર અને સામાન્ય મનુના ૫૭૬આ ૧૭૨૮માં ૯૨ આદિ ચાર-ચારતેથી૬૯૧૨, વૈક્રિય તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુ0 ના૮.આ૨૪માં ૯૨-૮૮ બે-બે માટે ૪૮, કુલ ૬૯૬૦ સત્તાસ્થાનો.૩૦ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૧૭૨૮ અને સામાન્ય મનુ૦ ના ૧૧૫ર આ ૨૮૮૦માં ૯૨ આદિ ચાર-ચાર માટે ૧૧,૫૨૦ વૈક્રિય તિર્યંચના ૮માં ૯૨, ૮૮ બે-બે માટે ૧૬ એમ સર્વ મળી ૧૧,૫૩૬ સત્તાસ્થાનો. ૩૧ ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૧૧૫૨માં ૯૨ આદિ ચાર માટે ૪૬૦૮ સત્તાસ્થાનો. એમ આઠે ઉદયસ્થાને મળી ઉદયભંગ ગુણિત સર્વસત્તાસ્થાનો ૩૦,૪૮૮ થાય છે.
૨૫ અને ૨૬ના બંધે, ૨૩ના બંધમાં બતાવ્યા પ્રમાણે ૨૪ વિના ૨૧ આદિ ૮ ઉદયસ્થાનો અને ૭૫૯૨ ઉદયભાંગા હોય છે, પરંતુ ઇશાન સુધીના દેવો પણ બાદર પર્યાપ્ત પ્રત્યેક એકે પ્રાયોગ્ય ૨૫ અને ૨૬નો બંધ કરી શકે છે, માટે દેવતાના ૬ ઉદયસ્થાનના ૬૪ ઉદયભાંગા અહીં અધિક ઘટે છે. તેથી કુલ ઉદયભાંગા ૭૫૯૨ ના બદલે ૭૬૫૬ સમજવાં. ત્યાં દેવોમાં સંભવતા ૨૧, ૨૫ અને ૨૭થી ૩૦ સુધીના ઉદયસ્થાનોમાં અનુક્રમે પહેલાં બતાવેલ તે તે ઉદય ભાંગાઓમાં ૮, ૮, ૮, ૧૬, ૧૬ અને ૮ ભાંગાઓ અધિક સમજવાં. .
સત્તાસ્થાન અહીં પણ સામાન્યથી ૨૩ના બંધમાં બતાવ્યા મુજબ પાંચ, ઉદયસ્થાનગુણિત ૩૦ અને ઉદયભંગવાર વિચારીએ તો દેવતાના ૨૧ આદિ૬ એ ઉદયસ્થાનોના ઉદયભાંગાઓમાં અનુક્રમે ૯૨, ૮૮ બે-બે સત્તાસ્થાનો હોવાથી અનુક્રમે ૧૬,૧૬, ૧૬, ૩૨,૩૨ અને ૧૬ સત્તાસ્થાનો અધિક સમજવાં એમ ચોસઠે ભાંગાઓમાં મળી દેવતાઓના ૧૨૮ સત્તાસ્થાનો વધારે હોવાથી કુલ ઉદયભંગગુણિત સત્તાસ્થાનો ૩૦,૬૧૬ હોય છે.
૨૮ના બંધે ઉદયસ્થાન, ઉદયભંગ તેમજ સત્તાસ્થાન આદિનો સંવેધ સામાન્ય સંવેધમાં બાતવેલ છે. તેજ પ્રમાણે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં હોય છે. માટે ત્યાંથી જાણી લેવા યોગ્ય છે.
૨૯ના બંધ ૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતના આઠ ઉદયસ્થાનો અને દરેક ઉદયસ્થાને ભાંગાઓ ઉપર સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં સામાન્યથી જેમ બતાવેલ છે તેમ અહીં પણ સમજવાં. પરંતુ કેવળીને સંભવતા દરેક ઉદયસ્થાનોના એક-એક એમ કુલ આઠ ઉદયભાંગ બાદ કરી દરેક ઉદયસ્થાનમાં પણ તે જ પ્રમાણે હોવાથી ફરીથી બતાવેલ નથી.
સામાન્યથી સત્તાસ્થાનો ૯૩ આદિ પ્રથમના છ અને ૭૮ એમ સાત હોય છે. અને ઉદયસ્થાન વાર આ પ્રમાણે :- ૨૧ અને ૨૬ના ઉદયે સાત-સાત માટે ૧૪, ૨૫ અને ૨૭ના ઉદયે પ્રથમના ચાર-ચાર માટે આઠ, ૨૮, ૨૯ અને ૩૦ના ઉદયસ્થાનોમાં ૭૮ વિના છ-છ માટે ૧૮ અને ૩૧ ના ઉદયે ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ચાર, એમ કુલ સત્તાસ્થાનો ૪૪ છે.
''
ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ના ઉદયે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના આઠ ભાંગામાં,૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ પાંચ તેથી ૪૦, પર્યાપ્ત મનુષ્યના આઠમાં પ્રથમના છ-છ માટે ૪૮, દેવતાના આઠમાં ૯૨-૮૮ બે-બે માટે ૧૬, અને નારકના એકમાં ૯૨ આદિ ત્રણ એમ કુલ ૧૦૭ સત્તાસ્થાનો થાય છે. ૨૫ના ઉદયે વૈ૦ તિર્યંચના ૮ અને દેવતાના ૮ આ ૧૬માં ૯૨-૮૮ બે-બે માટે ૩૨, વૈક્રિય મનુષ્યના આઠમાં ૯૩ આદિ પ્રથમના ચાર તેથી ૩૨, આહારકના એકમાં ૯૩નું એક અને નારકના એકમાં ૯૨ આદિ ત્રણ એમ કુલ ૬૮ સત્તાસ્થાનો. ર૬ના ઉદયે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮માં ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ એ પાંચ-પાંચ માટે ૧૪૪૦, પર્યાપ્ત મનુષ્યના ૨૮૮ માં ૭૮ વિના છ-છ તેથી ૧૭૨૮, એમ ૩૧૬૮ સત્તાસ્થાનો. ૨૭ના ઉદયે અને ૨૬ ભાંગામાં ૨૫ના ઉદયભંગની જેમ ૬૮ સત્તાસ્થાનો થાય. ૨૮ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬ ભાંગામાં ૯૨ આદિ ચાર-ચાર, તેથી ૨૩૦૪, વૈક્રિય તિર્યંચના સોળ અને દેવતાના સોળ આ ૩૨ માં ૯૨-૮૮ બે-બે, માટે ૬૪, સામાન્ય મનુષ્યના ૫૭૬માં પ્રથમના છ-છ માટે ૩૪૫૬ના, વૈક્રિય મનુષ્યના ૮માં પ્રથમના ૪-૪ માટે ૩ર, ઉદ્યોતના ઉદયવાળા એકમાં ૯૩ અને ૮૯ એમ બે, આહા૨કના બેમાં ૯૩નું એક તેથી ૨, નારકના એકમાં ૯૨ આદિ ૩ એમ કુલ ૫૮૬૩ સત્તાસ્થાનો સંભવે. ર૯ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨ માં ૯૨ આદિ ૪-૪, માટે ૪૬૦૮ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગામાં ૯૩ આદિ છ-છ માટે ૩૪૫૬, વૈક્રિય તિર્યંચના ૧૬ અને દેવતાના ૧૬ આ ૩૨માં ૯૨-૮૮ બે-બે, તેથી ૬૪, વૈક્રિય મનુષ્યના ૮માં ૯૩ આદિ પ્રથમના ૪-૪ તેથી ૩૨, ઉદ્યોતવાળા એકમાં ૯૩ અને ૮૯ એમ બે, આહારકના બન્નેમાં ૯૩નું એક માટે ૨, નારકના એકમાં ૯૨ આદિ ત્રણ, એમ ૮૧૬૭ સત્તાસ્થાનો હોય. ૩૦ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૭૨૮ ભાંગામાં ૯૨ આદિ ૪-૪ માટે ૬૯૧૨. ૧૦ તિર્યંચના ૮ અને દેવતાના આઠ એમ ૧૬માં બે-બે માટે ૩૨, સામાન્ય મનુષ્યના ૧૧૫રમાં ૯૩ આદિ ૬-૬ માટે ૬૯૧૨, ઉદ્યોત સહિત વૈક્રિયના એકમાં ૯૩ અને ૮૯ એમ બે, આહારકના
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org