________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૭૫ ઉદયસ્થાને ત્રણ - ત્રણ હોવાથી ઉદયસ્થાન ગુણિત ૬, અને ઉદયભંગવાર વિચારીએ તો ૩૦ના ઉદયના ચારે ભાગાઓમાં ત્રણ - ત્રણ તેથી બાર અને ૩૧ના ઉદયે પણ એ જ પ્રમાણે બાર એમ, ઉદયભંગગુણિત સત્તાસ્થાનો ૨૪ હોય છે.
પર્યાપ્ત સંજ્ઞી પંચે ને ૨૩ આદિ આઠ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા હોય છે. ૨૪નું ઉદયસ્થાન માત્ર એક માં જ હોવાથી તે વિના ૨૦ વિગેરે ૧૧ ઉદયસ્થાનો હોય છે. અને અપેક્ષાએ કેવલી ભગવંતોમાં સંજ્ઞીની વિવક્ષા ન કરીએ તો ૨૧ અને ૨૫ થી ૩૧ સુધીના સાત એમ કુલ ૮ ઉદયસ્થાનો હોય છે. અને સામાન્યથી એકે ના ૪૨, વિક0ના ૬૬, તેમજ લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞી પંચે તિર્યંચનો ૨૧ અને ૨૬ના ઉદયનો એક-એક, એ જ પ્રમાણે મનુષ્યનો પણ ૨૧ અને ૨૬ના ઉદયનો એક એક એમ કુલ ચાર, એમ સર્વ મળી ૧૧૨ વિના શેષ ૭૬૭૯ ઉદયભાંગા હોય છે. અને જો કેવલીને સંશી ન ગણીએ તો કેવલીના આઠ ભાંગા વધુ બાદ કરતાં ૭૬૭૧ ઉદયભાંગા હોય છે.
દરેક ઉદયસ્થાને ઉદયભાંગા આ પ્રમાણે છે :- ૨૦ના ઉદયનો એક. ૨૧ના ઉદયના પર્યાપ્ત પંચે તિર્યંચના આઠ, પર્યાપ્ત મનુષ્યના આઠ, દેવતાના આઠ, નારકનો એક અને તીર્થકર કેવલીનો એક, એમ ૨૬. ૨૫ના ઉદયના વૈક્રિય તિર્યંચના આઠ, વૈક્રિય મનુષ્યના આઠ, દેવતાના આઠ, નારકનો એક, આહારકનો એક એમ ૨૬. ૨૬ના ઉદયના પર્યાપ્ત પંચે તિર્યંચના ૨૮૮, પર્યાપ્ત મનુષ્યના ૨૮૮, એમ પ૭૬. ૨૭ના ઉદયના ૨૫ના ઉદયસ્થાનમાં બતાવ્યા મુજબ ૨૬ અને તીર્થંકર પરમાત્માનો એક, એમ ૨૭. ૨૮ના ઉદયના સામાન્ય પંચે તિર્યંચના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુ0 ના ૫૭૬, વૈક્રિય મનુo ના ૯, આહારકના ૨, દેવતાના ૧૬ અને નારકનો એક, એમ ૧૧૯૬, ૨૯ના ઉદયના સામાન્ય તિર્યંચના ૧૧૫૨, વૈક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુ0 ના ૫૭૬, વૈક્રિય મનુ, ના ૯, આહારકના ૨, તીર્થકર કેવલીનો એક, દેવતાના ૧૬ અને નારકનો ૧, એમ ૧૭૭૩ થાય. ૩૦ના ઉદયના સામાન્ય પંચે તિર્યંચના ૧૭૨૮, વૈક્રિય તિર્યંચના ૮, સામાન્ય મનુષ્યના ૧૧૫૨ વૈક્રિય મનુષ્યનો ૧, આહારકનો ૧, તીર્થકર કેવલીનો ૧ અને દેવતાના ૮ એમ, ૨૮૯૯. ૩૧ના ઉદયના સામાન્ય પંચે તિર્યંચના ૧૧૫૨. અને તીર્થકર કેવલીનો ૧ એમ કુલ ૧૧૫૩, ૯ના અને ૮ના ઉદયનો એક-એક. એમ કુલ ૧૧ ઉદયસ્થાને મલી ઉદયભાંગા ૭૬૭૯ અને કેવલીની વિવફા ન કરીએ તો ૮ બાદ કરતાં ૭૬૭૧ થાય.
સામાન્યથી સત્તાસ્થાનો ૯૩ આદિ ૧૨ હોય છે. અને જો કેવલીને સંજ્ઞી ન ગણીએ તો ૮ અને ૯ વિના શેષ ૧૦ સત્તાસ્થાનો હોય છે.
સંવેધ :- ૨૩ના બંધે ર૧ અને ૨૫થી૩૧ પર્વતના ૭ એમ કુલ ૮ ઉદયસ્થાનો હોય છે. અને ત્યાં ૨૧ના ઉદયે પર્યાપ્ત પંચે તિર્યંચના ૮, પર્યાપ્ત મનુષ્યના ૮ એમ ૧૬. ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુના ૮, એમ ૧૬. ૨૬ના ઉદયે સામાન્ય તિર્યંચના ૨૮૮, સામાન્ય મનુ ના ૨૮૮ એમ ૫૭૬, ૨૭ના ઉદયે વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યના ૮-૮ એમ ૧૬. ૨૮ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુષ્યના ૫૭૬ અને વૈક્રિય મનુ0 ના ૮, એમ ૧૧૭૬. ૨૯ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૧૧૫૨, વૈક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુ0 ના ૫૭૬ અને વૈક્રિય મનુo ના ૮, એમ ૧૭૫૨. ૩૦ ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૧૭૨૮, વૈક્રિય તિર્યંચ ના ૮ અને સામાન્ય મનુ0 ના ૧૧૫૨ એમ ૨૮૮૮ અને ૩૧ ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૧૧૫૨ એમ કુલ ઉદયભાંગા ૭૫૯૨ હોય છે.
ટબા વિ૦ માં કેટલાક ઠેકાણે વૈક્રિય તિર્યંચો અને વૈક્રિય મનુષ્યો આશ્રયી ઉદયસ્થાનો અને ઉદયભાંગા બતાવવામાં આવેલ નથી. પરંતુ સામાન્ય સંવેધમાં ટીકા આદિમાં આ ઉદયસ્થાનો અને ઉદયભાંગાઓ પણ બતાવવામાં આવેલ છે. માટે અહીં પણ બતાવેલ છે. આમાં વિવફા જ કારણ લાગે છે.
અહીં સામાન્યથી ૯૨,૮૮,૮૬,૮૦ અને ૭૮ આ પાંચ સત્તાસ્થાનો હોય છે. ત્યાં ૨૧ અને ૨૬ના ઉદયે પાંચ-પાંચ હોવાથી ૧૦, ૨૫ અને ૨૭ના ઉદયે ૯૨ અને ૮૮ આ બે-બે માટે ચાર. ૨૮ આદિ ચારે ઉદયસ્થાનોમાં ૭૮ વિના ચાર-ચાર હોવાથી ૧૬ એમ ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાનો ૩૦ હોય છે.
ઉદયભંગવાર વિચારીએ તો આ પ્રમાણે - ૨૧ના ઉદયે પર્યાપ્ત પંચે તિર્યંચના ૮ ભાંગામાં પાંચ-પાંચ માટે ૪૦, અને પર્યાપ્ત મનુષ્યના ૮માં ૭૮ વિના ચાર-ચારમાટે ૩૨, એમ કુલ ૭૨ સત્તાસ્થાનો. ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્ય ના ૧૬ માં ૯૨, ૮૮, બે બે માટે ૩૨ સત્તાસ્થાનો ર૬ના ઉદયે પર્યાપ્ત તિર્યંચના ૨૮૮માં પાંચ-પાંચ માટે ૧૪૪૦ અને મનુષ્યના ૨૮૮માં ૭૮ વિના ચાર-ચાર માટે ૧૧૫ર એમ કુલ ૨૫૯૨ સત્તાસ્થાનો. ૨૭ના ઉદયે ૨૫ના ઉદયની જેમ ૩૨સત્તાસ્થાનો. ૨૮ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬, અને સામાન્ય મનુષ્યના ૫૭૬ આ ૧૧૫રમાં ૯૨ આદિ ચાર-ચાર, માટે ૪૬૦૮, અને વૈક્રિય
Jain Education International
For Personal & Private Use Only
www lainelibrary.org