________________
૩૭૪
કર્મપ્રકૃતિ ભાગ - ૩
અહીં પણ ૨૩ આદિ પાંચે બંધસ્થાને સામાન્યથી ૯૨ આદિ પાંચ સત્તાસ્થાનો અને ૨૧ થી ૨૬ સુધીના ચારે ઉદયસ્થાનોમાં પાંચ પાંચ. પરંતુ ૨૭નો ઉદય તેઉકાય, વાયુકાયને ન હોવાથી તેમજ અન્ય જીવોને પણ સર્વ પર્યાપ્તીઓ પૂર્ણ થયેલ હોવાથી ૭૮ વિના ચાર સત્તાસ્થાનો હોય છે. માટે ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાનો ૨૪ અને ઉદયભંગ વાર વિચારીએ તો ર૧ના ઉદયના બંને ભાંગાઓમાં પાંચ-પાંચ માટે ૧૦. ૨૪ના ઉદયના વૈક્રિયવાયુકાયના ૧માં ૯૨, ૮૮ અને ૮૬ આ ત્રણ અને શેષ ચાર ભાંગામાં પાંચ-પાંચ માટે ૨૦, એમ કુલ ૨૩. ૨૫ના ઉદયે વૈક્રિય વાયુકાયના ૧માં ૯૨ આદિ ૩ અને તેઉકાય, વાયુકાયામાં ઘટી શકે તેવા બાદર - પર્યાપ્ત - પ્રત્યેક અયશના ૧માં પાંચ અને શેષ ત્રણમાં ૭૮ વિના ચાર-ચાર, માટે ૧૨, એમ સર્વે મળી ૨૦ સત્તાસ્થાનો. ૨૬ના ઉદયે વૈક્રિયવાયુકાયના ૧માં ૯૨ આદિ ૩ અને તેઉકાય, વાયુકાયમાં સંભવતા બાદર-પર્યાપ્ત-પ્રત્યેક અયશના ૧માં પાંચ અને શેષ ૯માં ૭૮ વિના ૪ માટે ૩૬, એમ ૨૬ના ઉદયના કુલ ૪૪, ૨૭ના ઉદયના ૬એ ભાંગામાં ૭૮ વિના ચાર-ચાર માટે ૨૪, એમ પાંચે ઉદયસ્થાને મળીને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૨૧ થાય
છે.
પર્યાપ્ત વિક્લેન્દ્રિયને પણ ૨૩ આદિ પાંચ બંધસ્થાનો અને ૧૩૯૧૭ બંધભાંગા હોય છે. અહીં ૨૧, ૨૬, ૨૮,૨૯, ૩૦ અને ૩૧ આ છ ઉદયસ્થાનો હોય છે.
ત્યાં ૨૧ના ઉદયે પર્યાપ્ત યશ-અયશના બે, એ જ પ્રમાણે ૨૬ અને ૨૮ના પણ બે-બે. ૨૯ના ઉચ્છવાસના ઉદય સહિતના બે અને ઉચ્છવાસના અનુદયે ઉદ્યોતના ઉદયના બે એમ ચાર, ૩૦ના ઉદયે સ્વરના ઉદય સહિતના ચાર અને સ્વરના અનુદયે ઉદ્યોતના ઉદયના બે એમ છે, અને ૩૧ના ઉદયના ચાર એમ છ એ ઉદયસ્થાનના એક-એકના ૨૦-૨૦ અને ત્રણેના મળીને કુલ ૬૦ ઉદયભાંગા હોય છે.
અહીં પણ ૨૩ આદિ પાંચે બંધસ્થાનોમાં સામાન્યથી સત્તાસ્થાનો ૯૨ આદિ પાંચે અને ૨૧ તથા ૨૬ના ઉદયમાં પાંચ-પાંચ માટે દસ, અને ૨૮ થી ૩૧ સુધીના ૪ ઉદયસ્થાનમાં ૭૮ વિના ૪ માટે સોળ, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ર૬ થાય છે.
ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ના ઉદયના બેમાં પાંચ-પાંચ માટે દસ, એ જ પ્રમાણે ૨૬ના બેના મળીને દસ, ૨૮ના બંને ભાંગામાં ૭૮ વિના ચાર-ચાર માટે આઠ, એ જ પ્રમાણે ૨૯ના ચારમાં ચાર-ચાર માટે ૧૬, ૩૦ના ૬માં ચાર-ચાર તેથી ૨૪, અને ૩૧ના ૪માં પણ ચાર-ચાર માટે ૧૬ એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાનો ૮૪ છે.
પર્યાપ્ત અસંજ્ઞી પંચે ને પૂર્વની જેમ ૨૩ આદિ પાંચ બંધસ્થાન અને ૧૩૯૧૭ બંધભાંગા હોય છે. પરંતુ આ જીવો સર્વ પર્યાપ્તીએ પર્યાપ્ત દેવ અને નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ પણ કરી શકે છે. તેથી ૨૮નું બંધસ્થાન અને તેના નવ બંધભાંગા અધિક હોય છે, તેથી કુલ ૨૩ આદિ છ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા હોય છે. •
અહીં પણ બેઇ0 પર્યાપ્તાની જેમ ૨૧ આદિ છ ઉદયસ્થાનો હોય છે. અને તેના ઉદયભાંગા પણ અનુક્રમે ૨,૨,૨,૪,૬ અને ૪ એમ ૨૦ હોય છે. આ જીવોને બેઇ. પર્યાપ્તની જેમ યશ અને સુસ્વર સિવાય બીજી કોઇપણ પરાવર્તમાન શુભ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી, માટે ૨૦ જ ભાંગા થાય છે.
કેટલાક આચાર્ય મ0 સાવ ના મતે પર્યાપ્ત સંજ્ઞી પંચે તિર્યંચની જેમ આ જીવોને પણ પરાવર્તમાન દરેક પ્રકૃતિઓ વારાફરતી ઉદયમાં હોઇ શકે છે, તેથી તે મતે સંજ્ઞી પંચે તિથિંચ પર્યાપ્તની જેમ અહીં પણ ૨૧ આદિ છએ ઉદયસ્થાનોમાં ૪૯૦૪ ઉદયભાંગા હોય છે, તેથી છ એ ઉદયસ્થાને મળી ૪૯૦૪ ઉદયભાંગા હોય છે.
સામાન્યથી ૯૨ આદિ પાંચ સત્તાસ્થાનો હોય છે, ત્યાં ૨૩ના બંધ :- ૨૧ અને ૨૬ના ઉદયે પાંચ-પાંચ, માટે ૧૦, અને ૨૮ આદિ ચારે ઉદયસ્થાનમાં ૭૮ વિના ચાર-ચાર, માટે ૧૬. એમ ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાનો ૨૬ હોય છે. અને ઉદયભંગવાર વિચારીએ તો પણ બેઇ પર્યાપ્તાની જેમ કુલ ઉદયભંગગુણિત સત્તાસ્થાનો ૮૪ હોય છે.
એ જ પ્રમાણે ૨૫, ૨૬, ૨૯ અને ૩૦ના બંધે પણ સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુણિત ૨૬, અને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૮૪ હોય છે, અને અન્ય આચાર્ય મ0 સાવ ના મતે ઉદયભંગગુણિત સત્તાસ્થાનો પોતાની મેળે જ વિચારી લેવાં.
આ જીવો દેવ કે નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ સર્વ પર્યાપ્તીએ પર્યાપ્ત થયા પછી જ કરી શકે છે, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં કરતા નથી, માટે ૨૮ના બંધ, ૩૦ અને ૩૧ આ બે જ ઉદયસ્યાનો હોય છે. ત્યાં ૩૦ ના ઉદયના સ્વર સહિતના ચાર અને ૩૧ના ચાર એમ આઠ ઉદયભાંગા હોય છે. અને સામાન્યથી સત્તાસ્થાનો ૯૨, ૮૮, અને ૮૬ આ ત્રણ હોય છે. અને બંને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org