________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૭૩
બેઇકિયાદિ ત્રણે અપર્યાપ્તાઓને ૨૧નો એક-એક, અને ર૬નો એક-એક એમ બે ઉદયસ્થાનના બે, ત્રણના મળીને કુલ ૬ ઉદયભાંગા હોય. અસંજ્ઞી પંચે તિર્યંચને ૨૧ અને ૨૬ના ઉદયના એક -એક અને મનુષ્યનો એક-એક એમ કુલ ચાર ભાંગા, એ જ પ્રમાણે અપર્યાપ્ત સંજ્ઞી પંચે તિર્યંચને અને મનુષ્યને ૨૧ના ઉદયનો એક-એક એમ કુલ બે અને ૨૬ના ઉદયના પણ બે કુલ ૪ ઉદયભાંગા હોય.
૨૩ આદિ પાંચે બંધસ્થાનોમાં સામાન્યથી અહીં સત્તાસ્થાનો ૯૨,૮૮,૮૬, ૮૦ અને ૭૮ આ પાંચ હોય છે. શેષ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં જ અથવા જિનનામ યુક્ત હોવાથી અહીં ઘટતાં નથી.
ત્યાં અપર્યાપ્ત સૂક્ષ્મ એકે ને ર૧ અને ૨૪ આ બંને ઉદયસ્થાનોમાં પણ પાંચ પાંચ હોવાથી ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો સૂક્ષ્મ અપર્યાપ્તાને ૧૦ અને ઉદયભંગ ગુણિત ૨૧ના એક ભાંગામાં પાંચ અને ૨૪ના બંને ભાંગામાં પાંચ-પાંચ માટે ૧૦ એમ સર્વે મળી ઉદયભંગગુણિત સત્તાસ્થાનો ૧૫ થાય. એ જ પ્રમાણે બાદર-અપર્યાપ્ત એકેન્દ્ર ને પણ સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુણિત ૧૦, અને ઉદયભંગગુણિત ૧૫ સત્તાસ્થાનો થાય.
અપર્યાપ્ત -બેઇઆદિ ૩ જીવસ્થાનકોમાં પણ સામાન્યથી આ પાંચ અને ઉદયસ્થાનગુણિત તેમજ ઉદયભંગ ગુણિત પણ દસ-દસ સત્તાસ્થાનો હોય છે.
અપર્યાપ્ત અસંજ્ઞી પંચે ને પણ સામાન્યથી આ પાંચ અને બંને ઉદયસ્થાને પાંચ-પાંચ માટે ઉદયસ્થાનગુણિત ૧૦, અને જો ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ના ઉદયે તિર્યંચના ૧ ભાંગામાં પાંચ અને મનુષ્યના ૧માં ૭૮ વિના ચાર એમ નવ, એ જ પ્રમાણે ૨૬ના ઉદયે પણ નવ, કુલ ઉદયભંગગુણિત સત્તાસ્થાનો ૧૮ થાય.
એ જ પ્રમાણે અપર્યાપ્ત સંજ્ઞી પંચે ને પણ સામાન્યથી પાંચ, ઉદયસ્થાનગુણિત ૧૦ અને ઉદયભંગ ગુણિત ૧૮ સત્તાસ્થાનો થાય.
બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો જે બંધસ્થાનના જેટલાં ભાંગા હોય તેની સાથે ઉદયભંગગુણિત સત્તાસ્થાનોને ગુણવાથી પ્રાપ્ત થાય છે. તે જે પ્રમાણે સામાન્ય સંવેધમાં બતાવેલ છે તે પ્રમાણે અહીં પણ પોતાની મેળે જ વિચારવાં.
સૂક્ષ્મ પર્યાપ્ત એકે ને પણ પ્રથમની જેમ ૨૩ આદિ પાંચ બંધસ્થાનો અને કુલ બંધ ભાંગા ૧૩૯૧૭ હોય છે. અહીં ઉદયસ્થાન ૨૧,૨૪, ૨૫ અને ૨૬ આ ૪ હોય છે. ત્યાં ર૧ના ઉદયે સૂક્ષ્મ પર્યાપ્ત અયશનો ૧, ૨૪ના ઉદયે સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણ સાથે અયશના બે, એ જ પ્રમાણે ૨૫ અને ૨૬ ના ઉદયના પણ બે-બે, કુલ ચારે ઉદયસ્થાને મળી સાત ઉદયભાંગા હોય છે, અહીં પણ ૨૩ આદિ પાંચે બંધસ્થાનોમાં પહેલાંની જેમ સામાન્યથી ૯૨ આદિ પાંચ અને ચારે ઉદયસ્થાનોમાં પાંચ-પાંચ હોવાથી ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાનો ૨૦ હોય છે.
ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ના ઉદયના ૧માં પાંચ, ૨૪ના ઉદયના બન્ને ભાંગાઓમાં પાંચ-પાંચ માટે ૧૦, શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા બાદ ૭૮નું સત્તાસ્થાન તેઉકાય અને વાયુકાયમાં જ ઘટે છે. પણ અન્ય જીવોમાં ઘટતું નથી. તેમજ તેઉકાય અને વાયુકાયને સાધારણનો ઉદય હોતો નથી. માટે ૨૫ના સૂક્ષ્મપર્યાપ્ત પ્રત્યેકના ૧ માં પાંચ અને સૂક્ષ્મ પર્યાપ્ત સાધારણના ૧ માં ૭૮ વિના ચાર, એમ ૯. એ જ પ્રમાણે ૨૬ના ઉદયે પણ ૯એમ ઉદયભંગગુણિત સર્વ સત્તાસ્થાનો ૩૩ થાય છે.
બાદર પર્યાપ્ત એકે ને પણ પહેલાની જેમ ૨૩ આદિ પાંચ બંધસ્થાનો અને ૧૩૯૧૭ બંધ ભાંગા હોય છે. તેઓને આતપ અથવા ઉદ્યોતના ઉદયનો પણ સંભવ છે. તેથી ૨૧ આદિ ચાર ઉપરાંત ૨૭નું ઉદયસ્થાન અધિક હોવાથી કુલ પાંચ ઉદયસ્થાનો હોય છે.
ત્યાં ૨૧ના ઉદયે બાદર પર્યાપ્તના યશ અને અયશ સાથેના બે, ૨૪ના ઉદયે બાદર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ અને અયશ સાથે બે-બે માટે ચાર અને વૈક્રિય વાયુકાયનો એક એમ કુલ પાંચ. એ જ પ્રમાણે ૨૫ના ઉદયના પણ પાંચ, ર૬ના ઉદયે ઉચ્છવાસના ઉદય સહિત આ જ પાંચ અથવા ઉચ્છવાસના અનુદયે આતપના ઉદયના બાદ પર્યાપ્ત પ્રત્યેકના યશ અને અયશ સાથેના બે, અને ઉદ્યોતના ઉદયના બાદર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ અને અયશ સાથે ગુણતાં ૪, એમ કુલ ૧૧, ૨૭ના ઉદયે આતપના ૨ અને ઉદ્યોતના ૪, એમ ૬, એમ પાંચે ઉદયસ્થાને મળી કુલ ૨૯ ઉદયભાંગા હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org