________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૭૧
૧૬, નારકનો ૧, એમ ૧૭, ૨૯ના પણ એ જ ૧૭, ૩૦ના ઉદયે દેવતાના ૮, એમ છએ ઉદયસ્થાને મળી ૬૯ ઉદયભાંગા હોય છે.
અહીં સામાન્યથી સત્તાસ્થાનો ૯૩ અને ૮૯ એમ બે હોય છે. પરંતુ નારકને ૮૯નું એક જ હોય છે. માટે દેવતાના દરેક ઉદયભાંગામાં બે -બે અને નારકના ઉદયભાંગામાં સર્વત્ર ૮૯નું એક-એક જ હોય છે.
છ એ ઉદયસ્થાનમાં આ બે- બે સત્તાસ્થાનો હોવાથી ઉદયસ્થાન ગુણિત બાર, અને ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ ના ઉદયે દેવતાના ૮માં બે-બે માટે ૧૬, નારકના એકમાં ૮૯નું એક, એમ ૧૭. એમ ૨૫ના ઉદયના ૧૭, ૨૭ના ૧૭, ૨૮ના ૩૩, ૨૯ના ૩૩, અને ૩૦ના ૧૬ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૧૩૩, અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ આઠ પ્રકારે હોવાથી ૧૩૩ ને આડે ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાનો ૧૦૬૪ થાય છે.
આહા, દ્ધિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦નો બંધ સાતમા અને આઠમા ગુણસ્થાનકવાળા યતિઓને જ હોય છે. અને અહીં પહેલા મત પ્રમાણે આહાવ અને વૈક્રિયના ઉદયસ્થાનોનો સંભવ નથી. માટે સ્વભાવસ્થ મનુષ્ય આશ્રયી ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે.
| મુનિઓને છ સંઘયણ, છ સંસ્થાન, બે વિહાયોગતિ અને બે સ્વર સિવાયની કોઇપણ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો ઉદય હોતો નથી, તેથી છ સંઘયણને છ સંસ્થાને ગુણતાં ૩૬, તેને બે વિહાયોગતિએ ગુણતાં ૭૨, અને તેને બે સ્વરે ગુણતાં ૧૪૪ ઉદયભાંગા હોય છે.
અહીં સત્તાસ્થાન ૯૨નું એક જ હોય છે. કારણ કે જો સમ્યગુદષ્ટિને જિનનામની સત્તા હોય તો જિનના બંધમાં પણ અવશ્ય હોય, અને જો જિનનામનો બંધ હોય તો બંધસ્થાન ૩૦ ના બદલે ૩૧નું થાય.
દરેક ઉદયભાંગે પણ ૯૨નું એક જ સત્તાસ્થાન હોય છે, માટે ઉદયભંગ ગુણિત કુલ ૧૪૪ અને પહેલાં બતાવ્યા મુજબ આહારકશરીરીના ૨૯ના અને ૩૦ના બે ભાંગા અધિક ગણીએ તો કુલ ઉદયભંગ અને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૪૪ ને બદલે ૧૪૬ સમજવાં.
આહા દ્વિક સહિત ૩૦નો બંધ એક જ પ્રકારે હોવાથી બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો પણ ૧૪૪ અથવા ૧૪૬ જ હોય છે.
- એમ ચાર પ્રકારના ૩૦ ના બંધસ્થાન આશ્રયી કુલ બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો પહેલા મતે ૧૪,૪૪,૧૦,૫૧૬ અને બીજા મતે ૧૪,૪૪,૧૦,૫૧૮ હોય છે.
આહા. દ્રિક અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૩૧ના બંધે પણ જેમ દેવ પ્રાયોગ્ય ૩૦ના બંધે બતાવેલ છે. તે જ પ્રમાણે પ્રથમ મતે ૩૦નું એક ઉદયસ્થાન, ૧૪૪ ઉદયભાંગા અને ૯૩નું એક સત્તાસ્થાન. ઉદયભંગ ગુણિત અને બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૪૪, અને બીજા મતે ૨૯ અને ૩૦ એમ બે ઉદયસ્થાન, ૧૪૬ ઉદયભાંગા સત્તાસ્થાન સામાન્યથી ૯૩નું એક, ઉદયભંગ ગુણિત તેમજ બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૪૬ હોય છે.
એકનો બંધ આઠમાના સાતમા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી હોય છે. અને ત્યાં સ્વભાવસ્થ મુનિને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે ઉપશમશ્રેણિ પ્રથમના ત્રણ સંઘયણવાળા અને ક્ષપકશ્રેણિ પ્રથમ સંઘયણવાળા જ કરી શકે છે. માટે અહી એક-એક સંઘયણના ઉદયના છ સંસ્થાન, બે વિહાયોગતિ અને બે સ્વર સાથે ગુણતાં ૨૪-૨૪ ઉદયભાંગા થાય છે. માટે ત્રણે સંઘયણ આશ્રયી ૭૨ ઉદયભાંગા હોય છે.
સત્તાસ્થાન પ્રથમના ચાર અને બીજા ચાર એમ આઠ હોય છે. ત્યાં ઉપશમશ્રેણિમાં દશમાં ગુણસ્થાનક સુધી અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે તે પ્રકૃતિનો ક્ષય ન થાય ત્યાં સુધી પ્રથમના ચાર અને તે પ્રકૃતિઓનો ક્ષય થયા પછી દશમા ગુણસ્થાનક સુધી બીજા ચાર સત્તાસ્થાનો હોય છે.
હવે ઉદયભંગ આશ્રયી વિચારીએ તો બીજા અને ત્રીજા સંઘયણના ઉદયવાળા ૪૮ ભાંગાઓમાં પ્રથમના ચાર-ચાર માટે ૧૯૨,અને ક્ષપકશ્રેષિામાં પ્રથમ સંઘયણનો જ ઉદય હોય છે. તેથી સર્વ શુભપ્રકૃતિના ઉદયવાળા એક ભાંગામાં નવમાં ગુણસ્થાનકે તેર પ્રકૃતિનો ક્ષય ન થાય ત્યાં સુધી તીર્થકર અને અતીર્થકર કેવળી ભગવતને આશ્રયી પ્રથમના ચાર અને તેર પ્રકૃતિઓના ક્ષય પછી બીજા ચાર એમ ૮ અને તે સિવાયના ૨૩ ભાંગાઓ સામાન્ય કેવળીની અપેક્ષાએ જ હોય છે. તેથી તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org