________________
૩૬૪
કર્મપ્રકૃતિ ભાગ - ૩
વેક્રિય વાયુકાયને વ ષક અવશ્ય સત્તામાં હોય છે. માટે 44 વાયુ ના ત્રણે ભાંગાઓમાં ૭૮ અને ૮૦ વિના શેષ ત્રણ સત્તાસ્થાનો જ હોય છે.
મનુષ્યોને મનુષ્યદ્ધિક અવશ્ય સત્તામાં હોવાથી તેઓના કોઇપણ ઉદયસ્થાનના કોઇપણ ભાંગામાં ૭૮નું સત્તાસ્થાન ન ઘટવાથી ૮૦ આદિ ચાર સત્તાસ્થાનો હોય છે.
વાઉકાય સિવાય વ શરીરીને વૈ૦ અષ્ટક અવશ્ય સત્તામાં હોવાથી વૈ૦ તિતથા મનુ0 ના ભાંગાઓમાં ૯૨ અને ૮૮ આ બે જ સત્તાસ્થાનો હોય છે. આ હકીકત સર્વત્ર ધ્યાનમાં રાખી સત્તાસ્થાનોનો વિચાર કરવાથી બોધ સુગમ થશે.
૨૧-૨૪-૨૫ અને ૨૬ આ ચાર ઉદયસ્થાનોમાં ઉપર બતાવ્યા મુજબ ૯૨ આદિ પાંચે સત્તાસ્થાનો ઘટે છે. માટે ૪૪૫ = ૨૦ અને ૨૭ થી ૩૧ સુધીના પાંચ ઉદયસ્થાનમાં સર્વ જીવો આશ્રયી ૭૮ વિના ચાર-ચાર સત્તાસ્થાનો હોય છે. માટે ૫૪૪ = ૨૦, એમ સર્વ મળી ઉદયસ્થાન ગુણિત ૪૦ સત્તાસ્થાનો હોય છે.
જો ઉદયભંગવાર વિચારીએ તો - ૨૧ના ઉદયે એકેન્દ્રિયના ૫, વિક્લેજિયના ૯અને પંચેન્દ્રિય તિર્યંચના ૯. આ ૨૩ ભાંગાઓમાં પાંચ પાંચ સત્તાસ્થાનોનો સંભવ હોવાથી ૨૩ ને પાંચ ગુણતાં ૧૧૫, અને મનુષ્યના નવ ભાંગાઓમાં ૭૮ વિના ચાર-ચાર સત્તાસ્થાનોનો સંભવ હોવાથી નવ ને ચારે ગુણતાં ૩૬, એમ કુલ ૧૫૧ સત્તાસ્થાનો થાય.
૨૪ના ઉદયે વૈ૦ વાઉ૦ ના એક ભાંગામાં ૯૨ વગેરેના પ્રથમના ત્રણ, શેષ દશ ભાંગામાં પાંચેનો સંભવ હોવાથી દશને પાંચે ગુણતાં ૫૦, એમ ૫૦+3 = ૫૩ સત્તાસ્થાનો થાય.
૨૫ના ઉદયે વે વાઉ૦ ના એક ભાંગામાં ૯૨ આદિ ત્રણ, સૂક્ષ્મ અથવા બાદરના પર્યાપ્તના પ્રત્યેક - અયશ સાથે ના બે ભાંગામાં પાંચ-પાંચ ઘટતાં હોવાથી દશ, અને ચાર ભાંગામાં ૭૮ વિના ચાર-ચારનો સંભવ હોવાથી ચારને ચારે ગુણતાં ૧૬ એમ એકેન્દ્રિયના સાતે ભાંગાના ૨૯, વૈ૦ તિતથા મનુષ્યના મળી સોળ ભાંગામાં ૯૨-૮૮ એ બે બે હોવાથી ૩૨, એમ કુલ ૬૧ સત્તાસ્થાનો થાય.
ર૬ના ઉદયે વૈ૦ વાઉકાયના એક ભાગમાં ત્રણ અને સૂક્ષ્મ અથવા બાદરના પર્યાપ્ત - પ્રત્યેક અયશ સાથેના બે ભાંગામાં પાંચ-પાંચ માટે ૧૦, અને શેષ દશ ભાંગાઓમાં ૭૮ વિના ચાર-ચારનો સંભવ હોવાથી દશ ને ચારે ગુણતાં ૪૦ ચાળીસ, એમ સર્વ મળી એકેડના ૧૩ ભાંગામાં પ૩, વિક્લેન્દ્રિયના નવ, ૫૦ તિના ૨૮૯ મળી ૨૯૮ ભાંગામાં પાંચ-પાંચ હોવાથી ૨૯૮ ને પાંચે ગુણતાં ૧૪૯૦, મનુ, ના ૨૮૯માં ૭૮ વિના ચાર હોવાથી ૨૮૯ને ચારે ગુણતાં ૧૧૫૬ આ રીતે ૨૬ ના ૬૦૦ ઉદય ભાંગામાં સર્વે મળી ર૬૯૯ સત્તાસ્થાનો છે..
૨૭ના ઉદયે એકેન્દ્રિયના છ ભાંગામાં ૯૨ આદિ ચારે સત્તાસ્થાનો હોવાથી છને ચારે ગુણતાં ૨૪, વૈ તિ તથા વૈ૦ મ૦ ના મળી ૧૬ માં ૯૨-૮૮ બે-બે હોવાથી સોળને બે એ ગુણતાં ૩૨, એમ ૫૬ સત્તાસ્થાનો થાય.
૨૮ના ઉદયે વિક્લેન્દ્રિયના છ, સા૦ ૫૦ તિ૮ ના ૫૭૬, સાવ મનુ ના ૫૭૬, આ ૧૧૫૮માં ૯૨ આદિ ચારે સત્તાસ્થાનો હોવાથી ૧૧૫૮ને ચારે ગુણતાં ૪૬૩૨ તેમજ વૈ૦ તિo અને વૈ૦ મ૦ ના મળી ૨૪ ભાંગામાં ૯૨-૮૮ બે-બે હોવાથી ૪૮, એમ ઉદયભંગ ગુણિત ૨૮ના ઉદયસ્થાનના સર્વ મળી ૪૬૮૦ સત્તાસ્થાનો થાય છે.
૨૯ ના ઉદયે વિશ્લેન્દ્રિયના ૧૨, સાપ, તિ ના ૧૧૫૨, સા૦ મ૦ ના ૫૭૬ એમ ૧૭૪૦માં ૯૨ આદિ ચારે હોવાથી ૧૭૪૦ને ચારે ગુણતાં ૬૯૬૦, વૈ૦ તિ તથા વૈ૦ મ૦ ના ૨૪ ભાંગામાં ૯૨-૮૮ એ બે હોવાથી ૪૮, એમ કુલ ૨૯ના ૭૦૦૮ સત્તાસ્થાનો થાય છે.
૩૦ના ઉદયે વિક્લેન્દ્રિયના ૧૮, સા૦ પ૦ તિ૦ ના ૧૭૨૮, સાવ મ0 ના ૧૧૫ર એમ ૨૮૯૮માં ૯૨ આદિ ચાર-ચાર હોવાથી ૨૮૯૮ને ચારે ગુણતાં ૧૧૫૯૨ અને વૈ તિ ના આઠ ભાંગામાં ૯૨-૮૮ બે-બે હોય છે. માટે ૧૬, સર્વ મળી ૩૦ના ઉદયભંગગુણિત સત્તાસ્થાનો ૧૧૬૦૮ થાય છે.
૩૧ના ઉદયે વિક્સેન્દ્રિયના ૧૨, ૫૦ તિ૮ ના ૧૧૫ર આ ૧૧૬૪ ભાંગામાં ચારે સત્તાસ્થાનો હોવાથી ૧૧૬૪ ને ચારે ગુણતાં ૪૬૫૬. આ રીતે નવે ઉદયસ્થાનના ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૩૦૯૭૨ થાય છે.
અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩નો બંધ ચાર પ્રકારે થતો હોવાથી ઉપરોક્ત સત્તાસ્થાનોને ચારે ગુણતાં બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાનો ૧૨૩૮૮૮ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org