________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૬૩
- દેવગતિમાં ૯૩ આદિ પ્રથમના ચાર સત્તાસ્થાન હોય છે. ૮૬ અને ૮૦નું સત્તાસ્થાન મનુષ્ય અને તિર્યંચગતિમાં અને શેષ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં જ ઘટતાં હોવાથી આ બે ગતિમાં ઘટતાં નથી.
- તિર્યંચગતિમાં જિનનામની સત્તા ન હોવાથી ૯૩ અને ૮૯ તેમજ ક્ષપકશ્રેણિનો અભાવ હોવાથી એકાંતે ક્ષપકશ્રેણિમાંજ ઘટે એવાં પાંચે એમ સાત સત્તાસ્થાન વિના બાકીના ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ પાંચ સત્તાસ્થાનો હોય છે.
મનુષ્યગતિમાં ૭૮ વિના અગિયાર સત્તાસ્થાનો હોય છે.
સત્તાસ્થાનોનું કાળમાન :- આહારકચતુષ્ક બાંધી અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણિ કરનાર જીવો આશ્રયી ૯૩ અને ૨ ના સત્તાસ્થાનનો જઘન્ય કાળ અંતર્મુહૂર્ત અને આહારક ચતુષ્ક બાંધી ૧ સમય પછી જ જિનનામનો બંધ કરનારની અપેક્ષાએ ૯૨ના સત્તાસ્થાનનો જઘન્ય કાળ ૧ સમય પણ આવે. અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. કારણ કે દેશોન પૂર્વક્રોડથી વધારે કાળ વિરતિપણામાં રહેતા નથી. અને અવિરતિપણું પામ્યા પછી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ પછી આહારકચતુષ્કની સત્તા હોતી નથી, માટે આ બન્ને સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પણ એટલો જ હોય છે.
૮૯ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી સામાન્યથી ૧ સમય, અને નરકની અપેક્ષાએ સાધિક ૮૪ હજાર વર્ષ અને મતાંતરે સાધિક દશ હજાર વર્ષ, અને ઉત્કૃષ્ટથી કંઇક ન્યૂન બે પૂર્વક્રોડ વર્ષ સાધિક ૩૩ સાગરોપમ પ્રમાણ ઘટી શકે. ૮૮ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી સામાન્યથી અંતર્મુ અને બીજી રીતે આઠ વર્ષ અને ઉત્કૃષ્ટથી સાધિક બે હજાર સાગરોપમ.૮૬ ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. ૮૦ના સત્તાસ્થાનો કાળ અસાંવ્યવહારિક જીવો આશ્રયી અનાદિ-અનંત અને અનાદિ-સાંત એમ બે પ્રકારે છે. અને સાંવ્યવહારિક જીવો આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુદ્ગલ પરાવર્ત પ્રમાણ કાળ છે. ૭૮ ના સત્તાસ્થાનનો જઘન્ય કાળ સમય કે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી છે. ૭૯ અને ૭૫ના સત્તાસ્થાનનો જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ, ૭૬ના સત્તાસ્થાનનો જઘન્યથી કંઇક ન્યૂન ૩૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી દેશોન ૧ લાખ પૂર્વ છે.
નવ અને આઠ એ બે સત્તાસ્થાનો ચૌદમાના ચરમ સમયે જ હોવાથી તેઓનો અજઘન્યોત્કૃષ્ટ કાળ એક સમય પ્રમાણ છે.
સંવેધ :- અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૩ પ્રકૃતિના બંધક મિથ્યાદષ્ટિ સઘળા તિર્યંચો અને મનુષ્યો હોઇ શકે છે. તેથી તેઓને મનુષ્ય અને તિર્યંચોને ઘટતાં ર૧ અને ૨૪થી ૩૧ પર્વતના નવ ઉદયસ્થાનો હોય છે.
* ત્યાં ર૧ના ઉદયે એકેજિયના ૫, વિક્લેજિયના ૯, ૫૦ તિo ના ૯, મનુષ્યના ૯ એમ ૩૨ ભાંગા હોય છે. ૨૪ના એકેન્દ્રિયના ૧૧, ૨૫ ના એકેન્દ્રિયના ૭, વૈક્રિય તિર્યંચના ૮ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૨૩, ૨૬ના ૬૦૦, ૨૭ના એકેન્દ્રિયના ૬, વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮ એમ ૨૨. ૨૮ના વિક્લેન્દ્રિયના ૬, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬, વૈતિ ના ૧૬ સામાન્ય મનુના ૫૭૬, અને વૈ૦ મનુના ૮ એમ ૧૧૮૨, ૨૯ના વિક્લેન્દ્રિયના ૧૨, સાપતિ ના ૧૧૫૨, વૈતિના ૧૬, સા. મનુ0 ના ૫૭૬, વૈ૦ મ૦ ના ૮ એમ ૧૭૬૪, ૩૦ના વિક્લેન્દ્રિયના ૧૮, સાવ પંચેન્દ્રિય તિ, ના ૧૭૨૮, વૈ તિo ના ૮, સાવ મ૦ ના ૧૧૫૨ એમ ૨૯૦૬, ૩૧ના ઉદયસ્થાનના વિદ્રિયના ૧૨, ૫૦ તિ૦ ના ૧૧૫ર, એમ ૧૧૬૪ આ પ્રમાણે નવે ઉદયસ્થાનના મળી ૭૭૦૪ ઉદયભાંગા થાય છે.
અહીં સામાન્યથી ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ પાંચ સત્તાસ્થાનો હોય છે. કારણ કે તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરનાર કોઇને પણ જિનનામવાળાં, અને ક્ષપકશ્રેણિમાં જ ઘટતાં સત્તાસ્થાનો હોતાં નથી.
૭૮નું સત્તાસ્થાન મનુષ્યદ્વિકની ઉર્વલના કર્યા પછી તેઉકાય અને વાયુકાયના પોતાના ચારે ઉદયસ્થાનોમાં ઘટે છે. તેમજ ૭૮ની સત્તાવાળા તેઉકાય અને વાઉકાય કાળ કરી તિર્યંચમાં જ જાય છે. તેથી અન્ય એકેન્દ્રિયમાં ૨૧ અને ૨૪ તેમજ બેઇન્ડિયાદિક તિર્યંચમાં ૨૧ અને ૨૬ આ પ્રથમના બે બે ઉદયસ્થાનોમાં જ ૭૮નું સત્તાસ્થાન ઘટી શકે. પરંતુ તે સિવાયના બીજા કોઇપણ ઉદયસ્થાનમાં ઘટતું નથી. કારણ કે તેઉકાય - વાઉકાય વિના શેષ સર્વ જીવો શરીર પર્યાપ્તિ પહેલાં ન બાંધે તો પણ પૂર્ણ થયા પછી તો અવશ્ય મનુષ્યદ્રિક બાંધે જ, અને બંધસમયથી સત્તા પણ થઇ જાય છે. માટે તેઉકાય-વાઉકાયમાં ઘટતાં ૨૧ આદિ ચારે ઉદયસ્થાનોમાં ૭૮ આદિ પાંચે સત્તાસ્થાનો હોય છે. અને આની અન્તર્ગત ૨૧-૨૪ અને ૨૬ના ઉદયસ્થાનમાં અન્ય તિર્યંચોની અપેક્ષાએ પણ ઘટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org