________________
૩૬૨
કર્મપ્રકૃતિ ભાગ - ૩ કેટલાક આચાર્ય મહારાજાઓ સૌભાગ્યની સાથે આદેયનો જ અને દૌર્ભાગ્યની સાથે અનાદેયનો જ ઉદય માને છે માટે તેઓના મતે જે જે જીવોના જે જે ઉદયસ્થાનમાં સૌભાગ્ય - દીર્ભાગ્ય , અને આદય -અનાદેય, એમ પરાવર્તમાન પ્રવૃતિઓ માની જેટલાં ભાંગા કર્યા હોય તે તે ઉદયસ્થાનમાં ભાંગાઓની સંખ્યા તેનાથી અર્ધી થાય છે. જેમ દેવતાના છએ ઉદયસ્થાનમાં આ ચારે પ્રકૃતિઓનો ઉદય પરાવર્તમાન માની ૬૪ ભાંગા કર્યા છે ત્યાં તેને બદલે ૩૨ ભાંગા થાય, એમ સર્વ ઉદયસ્થાનોમાં સ્વયં વિચારી ભાંગાઓની સંખ્યા જાણી લેવી.
ઉદયસ્થાનનું કાળમાન - આઠ અને નવના ઉદયસ્થાનનો ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બન્ને રીતે પાંચ હૃસ્વાક્ષરના ઉચ્ચાર કાળ પ્રમાણ અંતર્મુહૂર્ત, ૨૦ ના ઉદયસ્થાનનો અજઘન્યોત્કૃષ્ટ ત્રણ સમય, ૨૧ના ઉદયસ્થાનનો તીર્થકર આશ્રયી અજઘન્યોત્કૃષ્ટ ત્રણ સમય. અને શેષ જીવો આશ્રયી જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય, ૨૪-૨૫ અને ૨૮ આ ત્રણ ઉદયસ્થાનોનો જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે.
૨૬-૨૯-૩૦ અને ૩૧ આ ચારે ઉદયસ્થાનોનો પણ જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. પરંતુ ર૬ના ઉદયસ્થાનનો કેવળી ભગવંત આશ્રયી એક સમય છે, સત્તાવીશના ઉદયસ્થાનનો તીર્થંકર પરમાત્મા આશ્રયી એક સમય, અને શેષ જીવો આશ્રયી અંતર્મુહૂર્ત છે. ૨૬ અને ૨૭ના ઉદયસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પર્યાપ્ત પૃથ્વીકાય જીવને આશ્રયી અંતર્મુહૂર્ત ન્યૂન ૨૨ હજાર વર્ષ પ્રમાણ, ૨૯ ના ઉદયસ્થાનનો નારક તથા અનુત્તર દેવો આશ્રયી અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ અને શેષ જીવો આશ્રયી યથાસંભવ અંતર્મુહૂર્ત પ્રમાણ, ૩૦ ના ઉદયસ્થાનનો યુગલિક તિર્યંચ અને મનુષ્ય આશ્રયી અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ, દેવ આશ્રયી પંદર દિવસ, અને તીર્થકર આશ્રયી અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે. ૩૧ ઉદયસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ યુગલિક તિર્યંચ આશ્રયી અંતર્મુહૂર્ણ ન્યૂન ત્રણ પલ્યોપમ અને તીર્થકર કેવળી ભગવંત આશ્રયી દેશોન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ છે.
સત્તાસ્થાન :- ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૯-૭૮-૭૬-૭૫-૯ અને ૮ પ્રકૃતિના સમુદાય રૂપ બાર સત્તાસ્થાનો
| સર્વ પ્રકૃતિઓની સત્તા હોય ત્યારે ૯૩, અને જિનનામની સત્તા ન હોય ત્યારે ૯૨, જિનનામ હોય પણ આહારક ચતુષ્ક ન હોય ત્યારે ૮૯, અને આ પાંચ પ્રકૃતિઓ સત્તામાં ન હોય ત્યારે ૮૮ નું સત્તાસ્થાન હોય છે. આ ચાર સત્તાસ્થાનોને પહેલું સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે.
ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે આ ચારે સત્તાવાળા જુદા જુદા જીવોને નામકર્મની ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થાય ત્યારે નવમાના બીજા ભાગથી ચૌદમાના દ્વિચરમ સમય સુધી અનુક્રમે ૮૦-૭૯-૭૬ અને ૭૫ આ ચાર સત્તાસ્થાનો પ્રાપ્ત થાય છે. આને બીજું સત્તાસ્થાન ચતુષ્ઠ કહેવામાં આવે છે.
ચૌદમાના ચરમ સમયે સામાન્ય કેવળીને ત્રસત્રિક, મનુષ્યગતિ, પંજાતિ, સૌભાગ્ય, આદેય અને યશ આ આઠ પ્રકૃતિનું અને તીર્થકર કેવળીને આ આઠ અને જિનનામ એમ નવ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
૮૮ની સત્તાવાળા જીવોને એકેન્દ્રિયમાં દેવદ્ધિકની ઉવલના થાય ત્યારે ૮૬, અથવા ૮૦ની સત્તાવાળા એકેન્દ્રિયો પંચેન્દ્રિયમાં આવી વૈક્રિય ચતુષ્ક અને દેવદ્વિકનો અગરવૈ૦ ચતુઅને નરકદ્વિકનો પહેલી વખત બંધ કરે ત્યારે૮૬નું સત્તાસ્થાન હોય છે.
૮૬ની સત્તાવાળાઓને નરકદ્ધિક અને વૈ, ચતુ0 ની ઉદ્વલના થાય ત્યારે ૮૦નું અથવા બસપણું જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને પણ ૮૦નું સત્તાસ્થાન હોય છે.
૮૦ની સત્તાવાળા તેઉકાય-વાઉકાયને મનુષ્યદ્ધિકની ઉવલના થયા પછી ૭૮નું સત્તાસ્થાન હોય છે. ૮૬-૮૦ અને ૭૮ આ ત્રણ સત્તાસ્થાનોને પ્રાચીન શાસ્ત્રોમાં અધ્રુવ સત્તાસ્થાનો કહ્યાં છે.
ત્રપણું નહીં પામેલા અથવા ત્રસમાંથી આવી વૈ૮ અષ્ટકની ઉદ્દલના કરેલ એકેન્દ્રિયોને, તેમજ ૯૩ની સત્તાવાળા જીવોને ક્ષપકશ્રેણિમાં ૧૩ પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે, એમ ૮૦નું સત્તાસ્થાન બે રીતે પ્રાપ્ત થાય છે. આ બન્ને પ્રકારના ૮૦ના સત્તાસ્થાનમાં અમુક પ્રકૃતિઓ જુદી જુદી હોવા છતાં સંખ્યા સમાન છે, માટે ૮૦નું એક જ સત્તાસ્થાન ગણવામાં આવેલ છે.
ત્યાં નરકગતિમાં ૯૨-૮૯ અને ૮૮ આ ત્રણ સત્તાસ્થાનો હોય છે. જિનનામ અને આહારક ચતું૦ ની સાથે સત્તાવાળા જુવો નરકમાં જતા નથી માટે ૯૩નું સત્તાસ્થાન નરકગતિમાં આવતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org