________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૬૧
ગણતાં ૨૪. અને તીર્થકર કેવળીનો એક એમ ૨૫, અને ૩૧ નો તીર્થકર કેવળીનો એક એમ દશે ઉદયસ્થાને સર્વ મળી કેવળીના ૬૨ ઉદય ભાંગા થાય છે.
પરંતુ ૨૦ અને આઠના ઉદયના સામાન્ય કેવળીના બે, અને ૨૧-૨૭-૨૯-૩૦-૩૧ તેમજ ૯ ના એક-એક એમ તીર્થંકર કેવળીના છે, આ આઠ ભાંગા વિના શેષ ૫૪ ચોપન ભાંગા પહેલાં બતાવેલ સામાન્ય મનુષ્યના ૨૬ વગેરે ઉદયસ્થાનના ભાંગાઓમાં આવી જાય છે, માટે અહીં જુદા ગણવામાં આવતા નથી, પરંતુ ઉપર બતાવેલ આઠ ભાંગા જ જુદા ગણવામાં આવેલ છે.
આ પ્રમાણે મનુષ્યગતિમાં ૨૦નો ૧, ૨૧ના સા૦ મનુ0 ના ૯, અને તીર્થકર કેવળીનો એક એમ ૧૦, ૨૫ના વૈક્રિય મનુ0ના ૮ અને આહારક મુનિનો એક, એમ ૯, ૨૬ના ૨૮૯, ૨૭ના વૈક્રિય મનુ નાટ, આહારક મુનિનો એક, અને તીર્થંકર કેવળીનો એક, એમ ૧૦, ૨૮ ના સામ૦ ના ૫૭૬, વૈ૦ મ0ના નવ, અને આહી, મુ0ના બે એમ ૫૮૭, ૨૯ના સામના ૫૭૬, વૈ૦ મ0ના ૯, આહ૦ ના ૨, અને તીર્થકરનો એક, એમ ૫૮૮, ૩૦ના સામ0ના ૧૧૫૨, વૈ૦ મ0 નો એક, આહા૦ નો એક અને તીર્થકરનો એક એમ કુલ ૧૧૫૫, ૩૧, ૯ અને ૮ ના ઉદયસ્થાનનો એક એક એમ ૧૧ ઉદયસ્થાને મળી ૨૬૫ર ઉદયભાંગા થાય છે.
નરકગતિમાં ૨૧-૨૫-૨૭-૨૮ અને ૨૯ આ પાંચ ઉદયસ્થાનો હોય છે.
ત્યાં નરકદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, ત્રસત્રિક, દર્ભાગ્ય, અનાદયદ્રિક અને ધ્રુવોદય બાર આ ૨૧નું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય છે. •
તેમાંથી આનુપૂર્વી દૂર કરી આ જ ૨૦ માં ઉત્પત્તિ સ્થાને વૈક્રિયદ્રિક, પ્રત્યક, ઉપઘાત, અને હુંડક સંસ્થાન એ પાંચનો ઉદય થવાથી ૨૫, શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે પરાઘાત અને અશુભ વિહાયોગતિનો ઉદય થાય ત્યારે ૨૭, ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થાય ત્યારે ૨૮, ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તનેદુ:સ્વરનો ઉદય થાય ત્યારે૨૯નું ઉદયસ્થાન થાય છે.
અહીં પરાવર્તમાન કોઇપણ શુભપ્રકૃતિનો ઉદય ન હોવાથી દરેકનો એક-એક એમ કુલ પાંચ ઉદયભાંગા થાય છે.
દેવગતિમાં ૨૧ આદિ પાંચ ઉદયસ્થાનો નરકગતિ પ્રમાણે જ હોય છે, પરંતુ દેવના ઉત્તર વૈક્રિય શરીરમાં ઉદ્યોતનો ઉદય પણ હોય છે, તેથી ૩૦ નું એક ઉદયસ્થાન વધારે હોવાથી કુલ છ ઉદયસ્થાન છે.
અહીં દુર્ભગ, અનાદેય અને અયશ સિવાય કોઇપણ પરાવર્તમાન અશુભપ્રકૃતિનો ઉદય હોતો નથી. તેમજ ૨૧માં નરકદ્વિકના બદલે દેવદ્ધિક અને શેષ ઉદયસ્થાનમાં નરકગતિના બદલે દેવગતિ અને હૂંડકના બદલે સમચતુરન્સ સંસ્થાનનો ઉદય હોય છે.
ર૧-૨૫ અને ૨૭ના સૌભાગ્ય -દૌર્ભાગ્ય, આદેય-અનાદેય અને યશ-અયશ સાથે ગુણતાં આઠ-આઠ, એ જ રીતે ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે છતે ઉચ્છવાસ સહિત ૨૮ના ૮, તેમજ ઉચ્છવાસના અનુદયે ઉદ્યોત સહિત ૨૮ના ૮, એમ કુલ ૧૬, ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તના સ્વર સહિત ૨૯ના ૮ અને સ્વરના અનુદયે ઉદ્યોત સહિત ૨૯ ના ૮, એમ કુલ ૧૬, સ્વર સહિત ૨૯માં ઉદ્યોતનો ઉદય થાય ત્યારે ૩૦ ના ૮ એમ છએ ઉદયસ્થાનના કુલ ૬૪ ઉદયભાંગા થાય છે.
સર્વ જીવો આશ્રયી ૨૦ આદિ ઉદયસ્થાનોમાં કુલ ભાંગા - ૨૦નો સામાન્ય કેવળીનો ૧, ર૧ના એકેન્દ્રિયના ૫, વિક્લેન્દ્રિયના ૯, ૫૦ તિ૮ ના ૯, સા મનુ ના ૯, તીર્થકર કેવળીનો ૧, નારકનો ૧, અને દેવતાના ૮, એમ ૪૨, ૨૪ના એકેન્દ્રિયના ૧૧, ૨૫ના એકેન્દ્રિયના ૭, વૈતિના ૮, વેમ૦ ના ૮, આહ૦ નો ૧, નારકનો ૧, અને દેવતાના ૮ એમ ૩૩, ૨૬ના એકેન્દ્રિયના ૧૩, વિક0 ના ૯, સાપ, તિ૮ ના ૨૮૯, સાઇમના ૨૮૯, એમ ૬૦૦, ૨૭ના એકેન્દ્રિયના ૬, વૈકતિ ના ૮, વૈ૦ મ૦ ના ૮, આહા નો ૧, તીર્થ નો ૧, નારકનો ૧, અને દેવતાના ૮ એમ ૩૩, ૨૮ના વિક્લ૦ ના ૬, સાપતિના ૫૭૬, વૈતિના ૧૬, સામ૦ ના ૫૭૬, વૈમના ૯, આહા૦ ના ૨ નારકનો ૧, અને દેવતાના ૧૬, એમ ૧૨૦૨, ૨૯ના વિક્લ૦ ના ૧૨, સાપ, તિ ના ૧૧૫ર, વૈકતિ ના ૧૬, સામ૦ ના ૫૭૬ ,વૈમ ના ૯, આહા. ના ૨, તીર્થ નો ૧, નારકનો ૧, અને દેવતાના ૧૬ એમ ૧૭૮૫. ૩૦ના વિક્લ૦ ના ૧૮, સાપ, તિ૮ ના ૧૭૨૮, વૈ, તિ ના ૮, સામાન્ય મનુષ્યના ૧૧૫૨, વૈ મ0 નો એક, આહા નો એક, તીર્થ નો એક, અને દેવતાના આઠ એમ ૨૯૧૭, ૩૧ના વિક0 ના ૧૨, સાપ, તિ ના ૧૧૫ર, તીર્થ નો ૧, એમ ૧૧૬૫, આ પ્રમાણે બારે ઉદયસ્થાનોના સર્વ મળી ઉદયભાંગા ૭૭૯૧ થાય છે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org