________________
૩૬૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩
૮ એમ ૧૪. ૨૮ના વિક્લે ના ૬, પં૰તિo ના ૫૭૬, વૈ૰તિ ના ૧૬, કુલ ૫૯૮, ૨૯ના વિક્લે ના ૧૨, પંતિ ના ૧૧૫૨, વૈ તિના ૧૬, કુલ ૧૧૮૦, ૩૦ના વિક્લે ના ૧૮, પંતિના ૧૭૨૮, વૈ૰તિના ૮, કુલ ૧૭૫૪, ૩૧ના ઉદયના વિક્લે૦ના ૧૨, ૫૦ તિ ના ૧૧૫૨, કુલ ૧૧૬૪, સર્વ મળી ૫૦૭૦ ભાંગા થાય છે.
મનુષ્યગતિમાં સામાન્ય મનુષ્યના,વૈક્રિય મનુના, આહારક મનુ૰ ના, અને કેવળી ભગવંતના એમ ચારેના મળી ૨૪વિના ૧૧ ઉદયસ્થાનો હોય છે.
સામાન્ય મનુ ને ૫૦ તિ ની જેમ જ ૨૧-૨૬-૨૮-૨૯ અને ૩૦ એ પાંચ ઉદયસ્થાનો હોય છે, પરંતુ અહીં તિર્યંચદ્વિક ને બદલે મનુષ્યદ્ધિક હોય છે. તેમજ પં૰ તિ માં ઉદ્યોતનો ઉદય હોઇ શકે છે. પણ સામાન્ય મનુષ્યોને તેનો ઉદય હોતો નથી, માટે ૩૧ નું ઉદયસ્થાન ન હોય, તેમજ ઉદ્યોતના ઉદયવાળા ૨૯ અને ૩૦ના ઉદયસ્થાનના ભાંગા પણ ન હોય તેથી ૨૧ ના ૯, ૨૬ના ૨૮૯, ૨૮ના ૫૭૬, ૨૯ ના ૫૭૬, અને ૩૦ના ૧૧૫૨ એમ પાંચે ઉદયસ્થાને મળી સામાન્ય મનુષ્યના ૨૬૦૨ ભાંગા થાય.
વેક્રિય પંતિ ની જેમ વે મનુ ને પણ ૨૫ આદિ પાંચ ઉદયસ્થાનો હોય છે. પરંતુ તિર્યંચગતિને બદલે મનુષ્યગતિ હોય છે. તેમજ ઉદ્યોતનો ઉદય મુનિઓના ઉત્તર વૈક્રિયશરીરમાં જ હોય છે. અને વૈક્રિયશરીરી મુનિઓને કોઇપણ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો ઉદય હોતો નથી, તેથી ઉદ્યોતના ઉદયના જે જે ઉદયસ્થાનમાં વૈ૰ તિર્યંચને આઠ-આઠ ભાંગા થાય છે, તેને બદલે માત્ર વૈ મનુષ્યને એક-એક જ ભાંગો થાય છે, માટે ૨૫ના ૮, ૨૭ના ૮, ૨૮ના ૯, ૨૯ના ૯, અને ૩૦ નો ૧, એમ સર્વ મળી ૩૫ ભાંગા થાય છે.
આહા૨ક મુનિઓને પણ આ જ પાંચ ઉદયસ્થાનો હોય છે. પરંતુ આહા૨ક મુનિઓને પરાવર્તમાન કોઇપણ અશુભ પ્રકૃતિઓનો ઉદય ન હોવાથી ૨૫ નો ૧,૨૭નો ૧, ૨૮ના ૨, ૨૯ના ૨, અને ૩૦નો ૧, એમ કુલ સાત ભાંગા થાય છે. સામાન્ય કેવળી અને તીર્થંકર કેવળી ભગવંતના મળી ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯ અને ૮ એમ દશ ઉદયસ્થાનો હોય છે.
ત્યાં સામાન્ય કેવળી ભગવંતને ૧૩મા ગુણસ્થાનકે કેવળી સમુદ્દાત અવસ્થામાં કાર્યણકાયયોગમાં વર્તતાં ત્રીજા, ચોથા અને પાંચમાં સમયે ત્રસત્રિક, પંચેન્દ્રિયજાતિ, મનુષ્યગતિ, સૌભાગ્ય, આદેયદ્ધિક અને ધ્રુવોદયી બાર, આ ૨૦નો અને તીર્થંકર કેવળીને જિનનામ સહિત ૨૧ પ્રકૃતિનો ઉદય હોય છે.
આ ૨૦ અને ૨૧માં ઔદારિકદ્ધિક પ્રત્યેક, ઉપઘાત, પ્રથમ સંઘયણ, છમાંથી એક સંસ્થાન અને તીર્થંક૨ કેવળીને માત્ર પ્રથમ સંસ્થાન આ જ છ પ્રકૃતિઓનો અધિક ઉદય હોય ત્યારે બન્ને પ્રકારના કેવળીઓને કેવળી સમુદ્દાતમાં ઔદારિક મિશ્રકાયયોગમાં વર્તતાં બીજે, છઠ્ઠ, અને સાતમે સમયે અનુક્રમે ૨૬ અને ૨૭નું ઉદયસ્થાન હોય છે.
ઔદારિક કાયયોગમાં વર્તતા સામાન્ય કેવળી અને તીર્થંકર કેવળી ભગવંતોને આ જ ૨૬ અને ૨૭માં પ૨ાઘાત અને બેમાંથી એક વિહાયોગતિ, ઉચ્છવાસ અને બેમાંથી એક સ્વર ઉમેરતાં અનુક્રમે ૩૦ અને ૩૧નું ઉદયસ્થાન હોય છે.
તીર્થંક૨ પ૨માત્માને કોઇપણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓનો ઉદય ન હોવાથી તેઓના દરેક ઉદયસ્થાનમાં એક-એક ભાંગો જ હોય છે. એમ સર્વત્ર સમજવું.
૧૩મા ગુણસ્થાનકે સામાન્ય કેવળી અને તીર્થંકર કેવળીને સ્વભાવિક અનુક્રમે જે ૩૦ અને ૩૧નું ઉદયસ્થાન હોય છે. તેમાંથી યોગ નિરોધ કરતી વખતે સ્વરનો નિરોધ કરે ત્યારે સામાન્ય કેવળીને ૨૯ અને તીર્થંક૨ કેવળીને ૩૦નું ઉદયસ્થાન હોય છે.
આમાંથી ઉચ્છ્વાસનો નિરોધ કરે ત્યારે સામાન્ય કેવળીને ૨૮ અને તીર્થંકર કેવળીને ૨૯નું ઉદયસ્થાન હોય છે. આમાંથી ધ્રુવોદયી બાર વગેરે ૨૦ પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થવાથી ૧૪મે ગુણસ્થાનકે સામાન્ય કેવળીને આઠનું અને તીર્થંક૨ કેવળીને નવનું ઉદયસ્થાન હોય છે.
ત્યાં ૮નો એક, ૯નો એક, ૨૦નો સામાન્ય કેવળીનો એક, ૨૧નો તીર્થંક૨ કેવળીનો એક, ૨૬ના સામાન્ય કેવળીના છ સંસ્થાનના છ, ૨૭નો તીર્થંક૨ કેવળીનો એક, ૨૮નો છ સંસ્થાનને બે વિહાયોગતિએ ગુણતાં સામાન્ય કેવળીના ૧૨, ૨૯ ના સામાન્ય કેવળીના આ જ બાર અને તીર્થંકર કેવળીનો એક એમ ૧૩, ૩૦ના સામાન્ય કેવળીના ઉપર બતાવેલ બારને બે સ્વરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org