________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૫૯
આ ર૬માં પર્યાપ્તનામકર્મના ઉદયવાળાઓને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પરાઘાત અને અશુભ વિહાયોગતિનો ઉદય થાય ત્યારે ૨૮નું ઉદયસ્થાન થાય, અહીં પર્યાપ્તનામકર્મના ઉદયવાળા જ જીવો હોવાથી તેના યશ-અયશ સાથે બે ભાંગા થાય.
આ જ ૨૮માં ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થાય ત્યારે ૨૯, અહીં પણ બે ભાંગો અથવા ઉચ્છવાસના ઉદય પહેલાં ઉદ્યોતનો ઉદય થાય ત્યારે પણ ૨૯ થાય, અહીં પણ ભાંગા બે જ, એમ ૨૯ના ઉદયસ્થાનના કુલ ૪ ભાંગા થાય.
ઉચ્છવાસ સહિત ૨૯માં બેમાંથી એક સ્વરનો ઉદય થાય ત્યારે ૩૦નું ઉદયસ્થાન થાય, અને ઉપરના બે ભાંગાને બે સ્વરે ગુણતાં ચાર ભાંગા થાય, અથવા ઉચ્છવાસ સહિત ૨૯માં ઉદ્યોતનો ઉદય થાય ત્યારે પણ ૩૦ થાય અને તેના બે ભાંગા, એમ ૩૦ના ઉદયસ્થાનના કુલ છ ભાંગા થાય છે.
સ્વર સહિત ૩૦ માં ઉદ્યોતનો ઉદય થાય ત્યારે ૩૧નું ઉદયસ્થાન થાય તેના ભાંગા ચાર થાય છે. એમ વિશ્લેન્દ્રિયના છએ ઉદયસ્થાનના મળી દરેકના ૨૨-૨૨ ભાંગા થવાથી ત્રણેના મળી ૬૬ ઉદય ભાંગા થાય છે.
કેટલાએક આચાર્ય મહારાજ સાહેબો વિક્લેન્દ્રિયોને સુસ્વરનો ઉદય માનતા નથી પરંતુ ચૂર્ણિકાર તેમજ સપ્તતિકા ભાષ્યકાર માને છે. જુઓ સપ્તતિકા ભાષ્ય ૧૦૩ ની ટીકા.
સામાન્યથી પંચેન્દ્રિય તિચિને પણ વિશ્લેન્દ્રિય પ્રમાણે ર૧ આદિ છ ઉદયસ્થાનો હોય છે, પરંતુ અહીં પર્યાપ્ત નામકર્મના ઉદયવાળાઓને જે જે ઉદયસ્થાનમાં પરાવર્તમાન જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય છે, તે દરેકનો વારા ફરતી જુદા જુદા જીવોની અપેક્ષાએ ઉદય હોય છે, માટે જે ઉદયસ્થાનમાં પરાવર્તમાન જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય તે દરેકની સાથે ગુણતાં તે તે ઉદયસ્થાનના ભાંગાઓની સંખ્યા આવે છે.
૨૧ના ઉદયના પર્યાપ્તના સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય, અને યશ-અયશ સાથે આઠ તથા અપર્યાપ્તનો એક એમ
નવ.
૨૬ના ઉદયમાં પર્યાપ્તના પૂર્વોક્ત આઠ ભાંગાઓને છ સંઘયણ અને છ સંસ્થાન સાથે ગુણતાં ૨૮૮, અને અપર્યાપ્તનો એક, કુલ ૨૮૯.
અઠ્ઠાવીસના ઉદયમાં ઉપર બતાવેલ પર્યાપ્તના ૨૮૮ ને બે વિહાયોગતિએ ગુણતાં ૫૭૬, ઉચ્છવાસ સહિત અથવા ઉદ્યોત સહિત ૨૯ ના ૫૭૬-૫૭૬ એમ કુલ ૧૧૫ર.
સ્વર સહિત ૩૦ના ૧૧૫ર, અને સ્વરના અનુદયે ઉદ્યોત સહિત ૩૦ ના પ૭૬ એમ કુલ ૧૭૨૮. ઉદ્યોત સહિત ૩૧ના ઉદયસ્થાનમાં ૧૧૫ર, એમ છ એ ઉદયસ્થાનના સર્વ મળી ૪૯૦૬ ઉદય ભાંગા થાય છે.
વૈક્રિયલબ્ધિ સંપન્ન પંચેન્દ્રિય તિર્યંચ જ્યારે વૈક્રિય શરીર બનાવે ત્યારે તેમને વિગ્રહગતિ ન હોવાથી એકવીશનું ઉદયસ્થાન હોતું નથી. તે સિવાય સામાન્ય પંચેન્દ્રિય તિર્યચના ૨૬ આદિ જે પાંચ ઉદયસ્થાનો ઉપર બતાવવામાં આવ્યાં, તેમાં ઔદારિકદ્ધિક અને સંઘયણનો ઉદય હોય છે પરંતુ અહીં દારિકને બદલે વૈક્રિય શરીરનો ઉદય હોય છે અને સંઘયણનો ઉદય હોતો જ નથી, તેથી તે જ પાંચ ઉદયસ્થાનોમાં સંઘયણ કમ કરવાથી ૨૬ આદિના બદલે અનુક્રમે ૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ આ પાંચ ઉદયસ્થાનો હોય છે.
વાયુકાય સિવાય વૈક્રિય શરીરમાં દુર્ભગ, અનાદેય અને અયશ સિવાય બીજી કોઇપણ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો ઉદય હોતો નથી. માટે ૨૫ ના સૌભાગ્ય-દર્ભાગ્ય, આદય-અનાદેય, અને યશ-અયશ સાથે ગુણતાં ૮ ભાંગા થાય. એ જ પ્રમાણે ૨૭ના ૮, ૨૮ના ૧૬, ૨૯ના ૧૬ અને ૭૦ના ૮, પાંચે ઉદસ્થાને મળી પ૬ ભાંગા થાય છે.
એમ તિર્યંચગતિમાં સામાન્યથી ૨૧ અને ૨૪ થી ૩૧ પર્વતનાં કુલ નવ ઉદયસ્થાનો અને તેના ભાંગાઓ અનુક્રમે ૨૧ ના એકેન્દ્રિયના ૫, વિક્લેજિયના ૯, ૫૦ તિવના ૯, કુલ ૨૩, ૨૪ના એકેન્દ્રિયના ૧૧. ૨૫ ના એકેન્દ્રિયના ૭, વેક્રિય તિર્યંચના ૮, એમ ૧૫. ૨૬ ના એકે) નો ૧૩, વિક્લ૦ ના ૯, પંચે તિo ના ૨૮૯, કુલ ૩૧૧. ૨૭ના એકેન્દ્રિયના ૬, વૈ૦ તિના
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org