________________
૩૫૮
કર્મપ્રકૃતિ ભાગ - ૩
(૮) પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચગતિ અને પર્યાપ્ત મનુષ્યગતિ સાથે પરાવર્તમાન દરેક પ્રકૃતિઓ ઉદયમાં આવી શકે છે.
(૯) લબ્ધિ અપર્યાપ્ત જીવોને દરેકને પોતપોતાને યોગ્ય પહેલાં બે જ ઉદયસ્થાનો હોય છે. અને ૨૧નું ઉદયસ્થાન તીર્થકર કેવલી ભગવાન વિના સર્વ જીવોને વિગ્રહગતિમાં જ હોય છે.
એકેન્દ્રિયોને ૨૧-૨૪-૨૫-૨૬ અને ૨૭ એમ સામાન્યથી પાંચ ઉદયસ્થાનો હોય છે.
ત્યાં ધ્રુવોદય બાર પ્રકૃતિઓ તેરમાં ગુણસ્થાનક સુધી દરેક જીવોને દરેક ઉદયસ્થાનમાં હોય જ છે, માટે તે સિવાયની જ પ્રકૃતિઓ અહીં ગણાવવામાં આવે છે. ધ્રુવોદય બાર, તિર્યચક્રિક, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ-બાદર બેમાંથી એક, પર્યાપ્ત અપર્યાપ્તમાંથી એક, દુર્ભગ, અનાદેય અને યશ - અયશમાંથી એક, આ ૨૧ પ્રકૃતિઓનો ઉદય વિગ્રહગતિમાં હોય
છે.
તેના સૂક્ષ્મ - અપર્યાપ્ત, સૂક્ષ્મ-પર્યાપ્ત અને બાદર અપર્યાપ્તના અયશ સાથે ત્રણ અને બાદર પર્યાપ્તના યશ-અયશ સાથે બે, એમ કુલ પાંચ ભાંગા થાય છે. અર્થાત્ એકેન્દ્રિય જીવોને વિગ્રહગતિમાં આ પાંચમાંથી કોઇપણ એક પ્રકારે એકવીશ પ્રકૃતિઓનો ઉદય હોય છે.
આગળ પણ સર્વ ઠેકાણે જે જે જીવોને જે જે ઉદયસ્થાનમાં જેટલાં ભાંગા હોય તે તે જીવોને તે તે ઉદય તેટલા પ્રકારે થાય છે, એમ સમજવું.
આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાંજ હોવાથી ૨૧ માંથી તેને બાદ કરી ઉપરની વીશ અને ઉત્પત્તિ સ્થાને આવતાં જ દારિક શરીર, હુંડક, ઉપઘાત, અને પ્રત્યેક - સાધારણ બેમાંથી એક, આ ચારનો ઉદય અધિક થવાથી ૨૪નું ઉદયસ્થાન થાય.
૨૧ના ઉદયમાં બતાવેલ પાંચે ભાંગાઓને પ્રત્યેક અને સાધારણ સાથે ગુણતાં દશ, તેમજ વૈક્રિય લબ્ધિ સંપન્ન બાદર પર્યાપ્ત વાયુકાય જ્યારે મૂળ શરીરમાંથી વૈક્રિય શરીર બનાવે ત્યારે શરૂઆતમાં તેને પણ ૨૪નું ઉદયસ્થાન હોય અને એનો એક, એમ ૨૪ના ઉદયસ્થાનના કુલ અગિયાર ભાંગા થાય.
પર્યાપ્તનામકર્મના ઉદયવાળા જીવોને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ આ જ ૨૪માં પરાઘાતનો ઉદય થાય ત્યારે ૨૫નું ઉદયસ્થાન થાય, અહીં અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવો ન હોવાથી બાદર પર્યાપ્ત પ્રત્યેક -સાધારણના યશ-અયશ સાથે ચાર, સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યક્ર-સાધારણના અયશ સાથે બે એમ છ અને વૈક્રિય વાયુકાયને પણ પરાઘાતનો ઉદય થાય ત્યારે તેનો એક, એમ સર્વ મળી ૨૫ના ઉદયના સાત ભાંગા થાય છે.
આ જ જીવોને જ્યારે ઉચ્છવાસ પર્યાપ્તિ પૂરી થાય ત્યારે ઉચ્છવાસનો ઉદય થવાથી ૨૬નો ઉદય અને તેના પણ ઉપર પ્રમાણે સાત ભાંગા થાય. વળી બાદર પર્યાપ્ત પૃથ્વીકાયને જો ઉચ્છવાસના ઉદય પહેલાં આપનો ઉદય થાય તો પણ ૨૬ થાય, અને તેના યશ-અયશ સાથે બે ભાંગા થાય, વળી જો ઉદ્યોતનો ઉદય થાય તો પણ ૨૬ થાય, પરંતુ ઉદ્યોતનો ઉદય પ્રત્યેકની જેમ સાધારણને પણ હોવાથી તે બન્નેને યશ-અયશ સાથે ગુણતાં ચાર ભાંગા થાય, એમ સર્વ મળી ર૬ના ઉદયસ્થાનના ૧૩ ભાંગા થાય.
ઉચ્છવાસ સહિત ૨૬માં આતપ અથવા ઉદ્યોતનો ઉદય થાય ત્યારે ૨૭નું ઉદયસ્થાન થાય, અહીં પણ ઉપર પ્રમાણે આતપના બે અને ઉદ્યોતના ચાર એમ છ ભાંગા થાય.
આ રીતે એકેન્દ્રિયના પાંચે ઉદયસ્થાનના મળી ૪૨ ઉદયભાંગા થાય. વિક્લેજિયોને ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ અને ૩૧ એમ છ ઉદયસ્થાનો હોય છે.
ધ્રુવોદથી બાર, તિર્યચઢિક, બેઇકિયાદિક ત્રણમાંથી કોઇપણ એક જાતિ, ત્રાસ, બાદ૨, પર્યાપ્ત -અપર્યાપ્તમાંથી એક, દુર્ભગ, અનાદેય અને યશ-અશમાંથી એક આ ૨૧ પ્રકૃતિનું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય છે. અહીં પર્યાપ્તના યશ-અયશ સાથે બે, અપ૦ નો અયશનો એક, એમ ત્રણ ભાંગા થાય.
આ જ ૨૧માંથી આનુપૂર્વી દૂર કરી ઉત્પત્તિ સ્થાને આવેલ જીવને દારિકદ્વિક, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, ઉપઘાત અને પ્રત્યેક આ છ નો ઉદય અધિક થવાથી ૨૬નું ઉદયસ્થાન થાય, અહીં પણ ઉપર પ્રમાણે ત્રણ ભાંગા થાય છે.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org