________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૫૭
તે વિપાકોદય અને પ્રદેશોદયના ભેદથી બે પ્રકારે છે જેનો અબાધાકાળ વ્યતીત થયેલ છે એવી સત્તામાં રહેલી દરેક પ્રકૃતિઓનો પ્રદેશોદય હંમેશાં હોય છે. અને તેનું બીજું નામ સ્તિબુકસંક્રમ પણ છે, આ પ્રદેશોદય પોતાની સ્વજાતીય જે પ્રકૃતિઓનો વિપાકોદય હોય તે પ્રકૃતિઓમાં દરેક સમયે દલિક પડી અને તેમાં ભળી ઉદયદ્વારા ભોગવાઇ જાય છે. આ પ્રદેશોદયમાં જિનનામ સિવાય બીજી કોઇપણ પ્રકૃતિઓના ફલનો લેશ માત્ર પણ અનુભવ થતો નથી.
વિપાકોદયમાં તે તે પ્રકૃતિના ફલનો અનુભવ થાય છે. ત્યાં ધ્રુવોદય પ્રકૃતિઓનો જ્યાં સુધી પોતપોતાના ઉદય વિચ્છેદ ન થાય ત્યાં સુધી હંમેશાં વિપાકોદય જ હોય છે. અને જેનો અબાધા કાળ વ્યતીત થયે છતે પ્રદેશોદય શરૂ થયેલ છે. તેવી અધ્રુવોદયી પ્રકૃતિઓનો જ્યારે તે તે પ્રકૃતિઓના વિપાકોદયને યોગ્ય દ્રવ્યાદિક સામાગ્રી પ્રાપ્ત થાય ત્યારે વિપાકોદય અર્થાત્ રસોદય થાય છે. પ્રસ્તુતમાં આ વિપાકોદયને ઉદય કહેવામાં આવે છે.
જે જે પ્રકૃતિઓનો જે જે ગુણસ્થાનક સુધી ઉદય બતાવવામાં આવે તે તે પ્રકૃતિઓનો તેના ઉપરના ગુણસ્થાનકોમાં ઉદય નથી હોતો, એમ સ્વયં સમજી લેવું.
સૂક્ષ્મત્રિક, અને આતપનો પહેલા ગુણસ્થાનક સુધી, પ્રથમની ચાર જાતિ અને સ્થાવર એ પાંચનો બીજા સુધી, નરકાનુપૂર્વીનો બીજા અને ત્રીજા વિના, અને શેષ ત્રણ આનુપૂર્વીનો ત્રીજા સિવાય ચોથા સુધી. દેવગતિ, નરકગતિ, વૈક્રિયદ્ધિક, દોર્ભાગ્ય અને અનાદેયદ્વિક આ સાત પ્રકૃતિઓનો ચોથા સુધી. તિર્યંચગતિ અને ઉદ્યોતનો પાંચમા સુધી, આહા૨કદ્વિકનો છઢે ગુણસ્થાનકે, છેલ્લા ત્રણ સંઘયણનો સાતમા સુધી, બીજા અને ત્રીજા સંઘયણનો અગિયારમા સુધી, તીર્થંક૨નામકર્મનો ૧૩મે તથા ચૌદમે, ઔદારિકદ્વિક, અસ્થિરદ્વિક, બે વિહાયોગતિ, પ્રત્યેકત્રિક, છ સંસ્થાન, અગુરુલઘુ ચતુષ્ક, વર્ણ ચતુષ્ક, નિર્માણ, તેજસ, કાર્પણ પ્રથમ સંઘયણ અને બે સ્વર, આ ૨૯ પ્રકૃતિઓનો તે૨મા સુધી, ત્રસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, સૌભાગ્ય, અને આદેયદ્ધિક એ આઠ પ્રકૃતિઓનો ઉદય ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે.
સામાન્યથી સર્વ જીવો આશ્રયી ૨૦-૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯ અને ૮, આ નામકર્મના બાર ઉદયસ્થાનો છે.
ક્યા ક્યા જીવોને કેટલાં ઉદયસ્થાનો હોય છે, અને ક્યારે હોય છે. તેમજ તેના ભાંગા કેટલા થાય છે તે જાણવા માટે નીચે લખેલ નિયમો બરાબર ધ્યાનમાં રાખવા :
(૧) સામાન્યથી ઉદય આશ્રયી જે પ્રકૃતિઓ પરાવર્તમાન છે, તે સર્વ જીવોને પરાવર્તમાન જ હોય એમ નથી, પરંતુ તેમાંથી પણ અમુક પ્રકૃતિઓ એકેન્દ્રિય વગેરે જાતિ સાથે અથવા નરકગતિ આદિ સાથે અવશ્ય ઉદયમાં આવે છે, માટે તે તે પ્રકૃતિઓ સામાન્યથી પરાવર્તમાન હોવા છતાં તે તે જીવ આશ્રયી અપરાવર્તમાન પણ હોય છે.
દૃષ્ટાંત તરીકે :- બન્ને વિહાયોગતિ ઉદય આશ્રયી પરાવર્તમાન છે, પરંતુ દેવગતિ સાથે શુભવિહાયોગતિ અને નરકગતિ સાથે અશુભવિહાયોગતિ જ ઉદયમાં આવે છે, માટે દેવગતિ સાથે શુભવિહાયોગતિ અને નરકગતિના ઉદય સાથે અશુભવિહાયોગતિનો ઉદય અપરાવર્તમાન ગણાય.
(૨) અપર્યાપ્ત નામકર્મ સાથે બાદ૨ અને પ્રત્યેક સિવાય પરાવર્તમાન કોઇપણ શુભપ્રકૃતિઓ ઉદયમાં આવતી નથી. (૩) સૂક્ષ્મનામકર્મના ઉદયવાળાને તેમજ તેઉકાય અને વાઉકાયને યશનો ઉદય હોતો નથી.
(૪) લબ્ધિ અપર્યાપ્ત જીવોને પરાઘાત, આતપ અથવા ઉદ્યોતનો ઉદય થતો જ નથી, અને આતપ તથા ઉદ્યોતનો ઉદય ઉચ્છવાસ અને સ્વરના ઉદય પહેલાં પણ થાય છે.
(૫) જો આતપનો ઉદય હોય તો બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવોને જ હોય છે, અને જો ઉદ્યોતનો ઉદય હોય તો તેઉકાય અને વાઉકાય વિના લબ્ધિ પર્યાપ્ત તિર્યંચોને, દેવોના ઉત્ત૨વૈક્રિય શરીરમાં તેમજ મુનિઓના વૈક્રિય તથા આહારક શરીરમાં જ હોય છે.
(૬) એકેન્દ્રિયજાતિ સાથે બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક, યશ, આતપ અને ઉદ્યોત આ છ સિવાય તથા વિક્લેન્દ્રિય જાતિ સાથે પર્યાપ્ત, યશ, ઉદ્યોત અને સુસ્વર વિના અન્ય કોઇપણ પરાવર્તમાન શુભપ્રકૃતિઓ ઉદયમાં આવતી નથી.
(૭) નરકગતિ સાથે કોઇપણ પરાવર્તમાન શુભપ્રકૃતિઓ અને દેવગતિ સાથે દુર્ભાગ, અનાદેય અને અયશ સિવાય કોઇપણ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓ તેમજ આ બન્ને ગતિ સાથે સંઘયણો પણ ઉદયમાં આવતાં નથી.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org