________________
૩૫૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩
દેવ પ્રાયોગ્ય ૨૮-૨૯-૩૦ અને ૩૧ એમ ચાર બંધસ્થાનો છે. ત્યાં ધ્રુવબંધી નવ, દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્વિક, પ્રથમ સંસ્થાન, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ ચતુષ્ક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, યશ અયશમાંથી એક અને સૌભાગ્યત્રિક આ ૨૮નું બંધસ્થાન છે, અહીં સ્થિરાદિ ત્રણ પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાથી ૮ ભાંગા થાય છે. અને તેના બાંધનાર યથાસંભવ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના મનુષ્યો તથા તિર્યંચો છે.
ચોથાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીના મનુષ્યો જ્યારે ૨૮ સાથે જિનનામ બાંધે ત્યારે ૨૯નું બંધસ્થાન અને તેના આઠ ભાંગા થાય, પરંતુ અસ્થિરદ્ધિક, અને અયશનો બંધ છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હોવાથી જ્યારે અપ્રમત્તાદિ મુનિઓ બાંધે ત્યારે આ બન્ને બંધસ્થાનમાં એક એક જ ભાંગો હોય છે.
જ્યારે સાતમા તથા આઠમા ગુણસ્થાનકવાળા મુનિઓ આ ૨૮ સાથે આહારકદ્રિક બાંધે ત્યારે ૩૦નું અને જિનનામ પણ બાંધે ત્યારે ૩૧નું બંધસ્થાન થાય છે. આ બંને બંધસ્થાનકોમાં પરાવર્તમાન બધી શુભ પ્રવૃતિઓ જ બંધાતી હોવાથી એક-એક ભાગો થાય છે. એમ દેવપ્રાયોગ્ય ૨૮ આદિ ચારે બંધસ્થાનોના અનુક્રમે ૮+ ૮ + ૧+ ૧ = ૧૮ બંધભાંગા થાય છે.
આઠમા ગુણસ્થાનકના છઠ્ઠાભાગે દેવપ્રાયોગ્ય બંધવિચ્છેદ થયા બાદ આઠમાના સાતમા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી કેવળ યશકીર્તિ રૂપ એક પ્રકૃતિનું બંધસ્થાન અને તેનો એક ભાગ છે.
આ પ્રમાણે ચારે ગતિ પ્રાયોગ્ય અને એક યશઃકીર્તિરૂપ એમ આઠે બંધસ્થાનકના સર્વ મળી૧૩૯૪૫ બંધભાંગાથાય છે.
દરેક બંધસ્થાને કુલ ભાંગા - ૨૩ના બંધે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ચાર ૪. પચીશના બંધે પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૦, અપર્યાપ્ત બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય ૧-૧ એમ ૨૫, ૨૬ના બંધ પર્યાપ્ત એકેન્દ્રિયના ૧૬, ૨૮ના બંધે દેવ પ્રાયોગ્ય આઠ, અને નરક પ્રાયોગ્ય એક એમ નવ, ૨૯ના બંધે દેવ પ્રાયોગ્ય ૮, પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૮, પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ અને વિશ્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪ એમ. સર્વ મળી ૯૨૪૮, ૩૦ના બંધે દેવ પ્રાયોગ્ય ૧, પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૮, પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ અને વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪, એમ ૪૬૪૧, અને એકત્રીશ તથા એકના બંધનો એક-એક એમ આ રીતે પણ આઠે બંધસ્થાનના કુલ ભાંગા ૧૩૯૪૫ થાય છે.
બંધસ્થાનનું કાળમાન :- જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધસ્થાન વિના અન્ય ગતિ પ્રાયોગ્ય ૩૦ નો તેમજ ૨૩ વગેરે શેષ સાતે બંધસ્થાનનો જઘન્ય કાળ એક સમય છે.
૨૩-૨૫-૨૬, નરક પ્રાયોગ્ય ૨૮ વિક્લેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯, તેમજ વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને દેવ પ્રાયોગ્ય ૩૦ અને ૩૧ તેમજ એકના બંધસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત છે. કારણ કે અપર્યાપ્ત નામકર્મ, પ્રથમની ચાર જાતિ, નરકગતિ ઉદ્યોત અને આહારકદ્ધિક વગેરે પ્રકૃતિઓનો સતત બંધ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત છે.
સંપૂર્ણ શ્રેણિનો કાળ પણ અંતર્મુહૂર્ત હોવાથી એકના બંધનો પણ ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત છે.
દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ધૂન પૂર્વક્રોડનો ત્રીજો ભાગ અધિક ત્રણ પલ્યોપમ પ્રમાણ છે. કારણ કે પૂર્વક્રોડના આયુષ્યવાળો કોઇક મનુષ્ય પોતાના આયુષ્યના ત્રીજા ભાગની શરૂઆતમાં ત્રણ પલ્યોપમ પ્રમાણ યુગલિકનું આયુષ્ય બાંધી તરત જ ક્ષાયિક સમ્યકત્વ પામે, તે આ ભવમાં પણ અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વક્રાંડના ત્રીજા ભાગ સુધી અને યુગલિકમાં ત્રણ પલ્યોપમ સુધી દેવ પ્રાયોગ્ય જ બંધ કરે છે તેથી આટલો સમય ઘટી શકે છે.
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધનો કાળ ઉત્કૃષ્ટથી અનુત્તર દેવોની અપેક્ષાએ ૩૩ સાગરોપમ છે, દેવપ્રાયોગ્ય ૨૯ના બંધસ્થાનકનો કાળ ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ છે.
| જિનનામ સહિત ૩૦ના બંધસ્થાનકનો કાળ જઘન્યથી નરક આશ્રયી સાધિક ૮૪ હજાર વર્ષ અને દેવ આશ્રયી એક પલ્યોપમ છે અને મતાંતરે આ બન્ને ગતિ આશ્રયી દશ હજાર વર્ષ પણ હોય છે. અને ઉત્કૃષ્ટથી અનુત્તર વિમાન આશ્રયી ૩૩ સાગરોપમ છે.
દરેક બંધસ્થાનના કોઇપણ એક ભાંગાનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે.
ઉદય :- પોતપોતાની સ્થિતિ પ્રમાણે બંધાયેલ કર્મનો અબાધાકાળ પૂર્ણ થાય ત્યારે અથવા અપવર્તનાદિક કરણથી અબાધા કાળ પૂર્ણ થયા પહેલાં પણ જે કર્મ દલિકો ભોગવાય તે ઉદય કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org