________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૫૫ આ જ પચીશ (૨૫) માંથી અપર્યાપ્ત નામકર્મ બાદ કરી તેના બદલે પર્યાપ્ત નામકર્મ ઉમેરવું. અને પર્યાપ્ત નામકર્મ સાથે અવશ્ય બંધમાં આવતી પરાઘાત, ઉચ્છવાસ તેમજ અશુભવિહાયોગતિ અને દુઃસ્વર આ ચાર ઉમેરતાં વિશ્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯નું બંધસ્થાન થાય.
અહીં પર્યાપ્ત નામકર્મ સાથે સ્થિ૨-શુભ અને યશ પણ બંધાય છે. પરંતુ તે સિવાયની પરાવર્તમાન શુભ પ્રકૃતિ વિક્લેન્દ્રિય જાતિ સાથે બંધાતી નથી. માટે આ ત્રણેના સ્થિર-અસ્થિર સાથે બે, શુભ-અશુભ સાથે ગુણતાં ચાર અને યશ-અયશ સાથે ગુણતાં આઠ ભાંગા થાય. સર્વ મળી ચોવીશ ભાંગા થાય.
આ જ ૨૯ પ્રકૃતિ સાથે જ્યારે ઉદ્યોત બંધાય ત્યારે વિશ્લેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦નું બંધસ્થાન થાય, અને અહીં પણ ૨૯ ના બંધની જેમ એક-એકના સર્વ મળી આઠ આઠ એમ ૨૪ ભાંગા થાય. આ બન્ને બંધસ્થાનને બાંધનાર પણ મિથ્યાદૃષ્ટિ મનુષ્યો અને તિર્યંચો છે.
આ પ્રમાણે વિન્સેન્દ્રિય દરેકના ૨૫નો એકેક અને ૨૯ તેમજ ૩૦ના આઠ-આઠ, એમ ૧૭-૧૭ ભાંગા થવાથી સર્વ મળી ત્રણેના (૫૧) એકાવન ભાંગા થાય.
ઉપર બતાવેલ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિમાંથી અપર્યાપ્ત નામકર્મ દૂર કરી તેના બદલે પર્યાપ્ત નામકર્મ ઉમેરી તેમાં પરાઘાત, ઉચ્છવાસ, વિહાયોગતિ અને સ્વર આ ચાર ઉમેરવાથી પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯નું બંધસ્થાન થાય.
અહીં પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચગતિ સાથે પરાર્વતમાન દરેક પ્રકૃતિ વારાફરતી બંધાય છે. માટે છ સંઘયણને છ સંસ્થાને ગુણતાં ૩૬, બે વિહાયોગતિએ ગુણતાં ૭૨, સ્થિર-અસ્થિર સાથે ગુણતાં ૧૪૪, શુભ-અશુભ સાથે ગુણતાં ૨૮૮, સુભગ-દુર્ભગ સાથે ગુણતાં પ૭૬, આદય-અનાદેય સાથે ગુણતાં ૧૧૫૨, સુસ્વર-દુઃસ્વર સાથે ગુણતાં ૨૩૦૪ અને તેને યશ-અયશ સાથે ગુણતાં ૪૬૦૮ ભાંગા થાય છે.
આ જ ૨૯ પ્રકૃતિ સાથે જ્યારે ઉદ્યોત બંધાય ત્યારે ૩૦નું બંધસ્થાન થાય અને અહીં પણ ઉપર પ્રમાણે ૪૬૦૮ ભાંગા થાય.
બન્ને બંધસ્થાનને બાંધનારા પહેલા-બીજા ગુણસ્થાનકવાળા ચારે ગતિના જ જીવો હોય છે. પરંતુ છેવટ્ટા સંઘયણ અને હૂંડક સંસ્થાનનો બંધ બીજે ગુણસ્થાનકે ન હોવાથી આ બન્ને બંધસ્થાનોમાં ૪૬૦૮ના બદલે ૩૨૦૦-૩૨૦૦ ભાંગા થાય છે એટલું વિશેષ છે.
એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ત્રણે બંધસ્થાનના અનુક્રમે ૧ + ૪૬૦૮+ ૪૬૦૮ = ૯૨૧૭ ભાંગા થાય છે.
એમ સામાન્યથી તિર્યંચ પ્રાયોગ્ય ૨૩-૨૫-૨૬-૨૯ અને ૩૦ એ પાંચ બંધસ્થાનો અને તે દરેકના અનુક્રમે ૪+ ૨૪+ ૧૬ + ૪૬૩૨ + ૪૬૩૨ = ૯૩૦૮ બંધભાંગા થાય. - પંચેન્દ્રિય તિર્યંચની જેમ મનુષ્ય પ્રાયોગ્ય પણ ૨૫-૨૯ અને ૩૦ એ ત્રણ બંધસ્થાનો છે. પરંતુ આ ત્રણે બંધસ્થાનોમાં તિર્યંચદ્ધિક ને બદલે મનુષ્યદ્વિક બંધાય છે. અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫, મિથ્યાદૃષ્ટી મનુષ્યો અને તિર્યંચો બાંધે છે. અને તેનો ભાંગો એક છે.
૨૯ પ્રકૃતિના બાંધનાર પહેલા-બીજા ગુણસ્થાનકવાળા ચારે ગતિના જીવો અને ત્રીજા -ચોથા ગુણસ્થાનકવાળા કેવળ દેવો અને નારકો છે, તેમાં પહેલે ગુણસ્થાનકે ૪૬૦૮, બીજે ગુણસ્થાનકે ૩૨૦૦, અને ત્રીજા-ચોથા ગુણસ્થાનકે અસ્થિર-અશુભ અને અયશ સિવાય પરાવર્તમાન અશુભ પ્રવૃતિઓનો બંધ ન હોવાથી માત્ર આઠ ભાંગા થાય છે. પરંતુ પહેલા ગુણસ્થાનકના જે ૪૬૦૮ ભાંગા છે. તેમાં જ આ ભાંગા આવી ગયેલ હોવાથી અલગ ગણેલ નથી.
જ્યારે ચોથે ગુણસ્થાનકે દેવો તથા નારકો આ જ ૨૯ પ્રકૃતિ સાથે જિનનામ બાંધે ત્યારે ૩૦નું બંધસ્થાન થાય છે. તેમજ અહીં સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ સાથે માત્ર આઠ ભાંગા થાય છે.
એમ મનુષ્ય પ્રાયોગ્ય પચીશાદિ ત્રણે બંધસ્થાને અનુક્રમે ૧ + ૪૬૦૮ + ૮ = ૪૬૧૭ બંધભાંગા થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org