________________
1 1 1 - - - - - - - - - આહારકદ્વિક, પ્રથમ સંસ્થાન, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, ત્રસદશક, અસ્થિરદ્ધિક અને અપયશ આ ૩૪ પ્રકૃતિઓ દેવગતિ સાથે બંધમાં આવે છે..
નરકગતિ સાથે કોઇપણ પરાવર્તમાન શુભ પ્રવૃતિઓ બંધાતી જ ન હોવાથી ઉપર બતાવેલ નરકગતિ સાથે જે ૨૮ પ્રકૃતિઓ બંધમાં આવે છે તે બધી જ બંધાય છે. માટે નરકમાયોગ્ય ૨૮નું એક જ બંધસ્થાન અને તેનો ભાંગો પણ એક જ છે અને તેના બાંધનાર મિશ્રાદષ્ટિ પર્યાપ્ત સંજ્ઞી ૫૦ તિર્યંચો અને મનુષ્યો છે.
૨૩-૨૫ અને ૨૬ એમ એકેન્દ્રિય પ્રાયોગ્ય ત્રણ બંધસ્થાનો છે ત્યાં નામકર્મની ધ્રુવબંધી નવ, તિર્યંચદ્ધિક, એકેન્દ્રિયજાતિ, દારિક શરીર, હુંડક સંસ્થાન, સ્થાવર, પર્યાપ્ત અપર્યાપ્તમાંથી એક, પ્રત્યેક-સાધારણમાંથી એક, સૂક્ષ્મ-બાદરમાંથી એક અને દુઃસ્વર વિના અસ્થિર પંચક, આ ૨૩ પ્રકૃતિઓનું બંધસ્થાન અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે. તેના બાંધનાર મિથ્યાદૃષ્ટિ તિર્યંચો અને મનુષ્યો છે. આ તેવીશમાં બે પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાથી કોઇક સૂક્ષ્મ બાંધે અને કોઇક બાદર બાંધે માટે બે અને આ બન્ને જાતના જીવો પ્રત્યેક બાંધે અને બે જાતના સાધારણ બાંધે, માટે બેને બેએ ગુણતાં તેવીશના બંધના કુલ ચાર ભાંગા થાય, તથા આ તેવીશમાંથી અપર્યાપ્ત નામકર્મ બાદ કરી તેની જગ્યાએ પર્યાપ્ત નામકર્મ ઉમેરવું અને પર્યાપ્ત નામકર્મ સાથે પરાઘાત અને ઉચ્છવાસ અવશ્ય બંધાય માટે તે બે ઉમેરતાં આ ૨૫ પ્રકૃતિઓનું બંધસ્થાન પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે. અહીં પર્યાપ્તનામકર્મ સાથે સ્થિર અને શુભ પણ બંધાય છે. માટે સૂક્ષ્મના પ્રત્યેક અને સાધારણ સાથે બે, સ્થિર-અસ્થિર સાથે ચાર અને શુભ – અશુભ સાથે ગુણાતાં આઠ, બાદર સાધારણના સ્થિર અસ્થિર સાથે બે અને તેને શુભ, અશુભ સાથે ગુણતાં ચાર તેમજ બાદર પ્રત્યેક સાથે યશ પણ બંધાય છે માટે તેના સ્થિર-અસ્થિર સાથે બે, શુભ-અશુભ સાથે ચાર અને યશ -અયશ સાથે ગુણાતાં આઠ, એમ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય (૨૫) પચીશના બંધના કુલ ૨૦ ભાંગા થાય.
સામાન્યથી તેના બાંધનાર નરક સિવાય મિથ્યાદષ્ટિ ત્રણે ગતિના જીવો છે, પરંતુ દેવો ૨૦માંના છેલ્લા આઠ ભાંગા જ બાંધે છે.
આજ પચીશ સાથે જ્યારે આતપ અથવા ઉદ્યોત બંધાય ત્યારે પર્યાપ્ત એકેન્દ્રિય પ્રોગ્ય ર૬નું બંધસ્થાન થાય, પરંતુ આતપ અથવા ઉદ્યોત બાદ અને પ્રત્યેક નામકર્મ સાથે જ બંધાતું હોવાથી ઉપર બતાવેલા છેલ્લા આઠ ભાંગાઓને આપ અને ઉદ્યોત સાથે ગુણતાં કુલ ૧૬ ભાંગા થાય. આના બાંધનાર પણ નરક સિવાય ત્રણે ગતિના મિથ્યાદષ્ટિ જીવો હોય છે. એમ એકેન્દ્રિય પ્રાયોગ્ય ત્રણે બંધસ્થાનના સર્વ મળી ૪૦ ભાંગા થાય.
-વિશ્લેન્દ્રિય.તેમજ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૫-૨૯ અને ૩૦ એમ સામાન્યથી ત્રણ બંધસ્થાનો છે. 2. ત્યાં ધ્રુવબંધી નવ, તિર્યંચદ્ધિક બેન્દ્રિયાદિ ચારમાંથી કોઈપણ એક જાત, દકિઢક, છેવટું સંશય , ઉંડેક સંસ્થા સસદ્ધિ આર્યાપ્ત. પ્રત્યેક અને દૂરવર વિના અસ્થિર પંચક આ ૨૫ પ્રકૃતિઓ અપર્યાપ્ત વિન્સેન્દ્રિય, તેમજ એપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યપ્રાયો છે તે વ 4 5 1 કિટ ન મુનિ છે. , . . ૦૫ના ઘડે કા = 31 .
માં પરાવર્તમાન કોઈ પણ શુભ પ્રવૃત્તિ ન હોવાથી દરેડ એક-એક એમ કુલ ચાર ભાંગા થાય. અને તેના બાંધનાર મિટS પરતે જન ૫૪ - '"': ': ' : = 2225 223 ને બુધનું વાંક. પરંતુ 1. . I d! ફરડ !t - - - - - - - - - - :: cક ::::: :
- 17 ઝનું જાય છે તેવું : કુલ 13 મે ૨ એ. --- ૩ - 2 નાગુ ના પ્રત્તિ છિળ દૃષિ બી ઈય છે એમ એ કાય પ્રાયોગ્ય ત્રણે બવત્યાનના તાં - ૦૨ ......
વિક્લેન્દ્રિય તેમજ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૫-૨૯ અને ૩૦ એમ સામાન્યથી ત્રણ બંધસ્થાનો છે.
ત્યાં ધ્રુવબંધી નવ, તિર્યંચદ્ધિક, બેઇન્દ્રિયાદિ ચારમાંથી કોઇપણ એક જાતિ, ઔદારિકદ્રિક, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, ત્રસદ્ધિક, અપર્યાપ્ત, પ્રત્યેક, અને દુ:સ્વર વિના અસ્થિર પંચક આ ૨૫ પ્રકૃતિઓ અપર્યાપ્ત વિક્લેન્દ્રિય, તેમજ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય છે.
આમાં પરાવર્તમાન કોઇપણ શુભ પ્રકૃતિ ન હોવાથી દરેકના એક-એક એમ કુલ ચાર ભાંગા થાય, અને તેના બાંધનાર મિથ્યાદષ્ટિ મનુષ્યો તથા તિર્યંચો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org