________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૫૧ સાતમે ગુણસ્થાનકે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર વિના આ જ ૧૧ યોગો છે. અહીં પણ આઠ ચોવીશી છે પરંતુ છઠ્ઠા ગુણસ્થાનકની જેમ અહીં પણ આહારકકાયયોગમાં સ્ત્રીવેદનો અભાવ હોવાથી આ યોગમાં આઠ ષોડશક અને શેષ દશ યોગમાં આઠ આઠ ચોવીશી હોવાથી આઠને દશે ગુણતાં કુલ ૮૦ ચોવીશી અને આઠ ષોડશક થાય છે.
આઠમે ગુણસ્થાનકે ૪ મનના, ૪ વચનના અને ઔદારિકકાયયોગ એમ ૯ યોગો છે. અહીં ચાર ચોવીશી છે માટે ચારને નવે ગુણતાં ૩૬ ચોવીશી થાય. એમ આઠે ગુણઠાણે મળી યોગગુણિત ચોવીશી ૫૫૨ હોવાથી તેઓને ચોવીસે ગુણતાં ૧૩૨૪૮ અને બીજા ગુણસ્થાનકના ૪, ચોથાના ૧૬, છઠ્ઠાના ૧૬, અને સાતમાના આઠ, એમ કુલ ૪૪ ષોડશકો થયાં, માટે તેઓને સોળે ગુણતાં ૭૦૪ તેમ જ ચોથા ગુણસ્થાનકના આઠ અષ્ટકોને આડે ગુણતાં ૬૪, એમ સર્વ મળી આઠ ગુણસ્થાનક સુધીમાં ૧૪૦૧૬ ઉદયભાંગા થાય.
તેમાં નવમાં ગુણસ્થાનકના બેના ઉદયના ૧૨ અને એકના ઉદયના ૪, તેમજ દશમા ગુણઠાણે એકના ઉદયનો એક આ સત્તર ભાંગાઓ આઠમા ગુણસ્થાનકમાં બતાવેલ ૯ યોગોમાં ઘટતા હોવાથી ૧૭ ને ૯ વડે ગુણતાં ૧૫૩ ઉદયભાંગા થાય. તે પૂર્વની સંખ્યામાં ઉમેરતાં કુલ યોગગુણિત ૧૪૧૬૯ ઉદયભાંગા થાય છે.
યોગ ગુણિત ઉદયપદ તથા પદવૃંદ - પહેલા ગુણઠાણે અનંતાનુબંધિના ઉદયવાળી આઠના ઉદયની એક ચોવીશી, માટે આઠ, નવના ઉદયની બે માટે ૧૮, અને દશના ઉદયની એક ચોવીશી માટે દશ એમ ૩૬ ઉદયપદોમાં ૧૩ યોગ ઘટતા હોવાથી ૩૬ ને તેરે ગુણતાં ૪૬૮, અને અનંતાનુબંધિના ઉદય વિનાની સાતના ઉદયની એક ચોવીશી માટે સાત, આઠના ઉદયની બે, તેથી ૧૬ અને નવના ઉદયની એક ચોવીશી હોવાથી ૯, એમ ૩૨ ઉદયપદોમાં કાર્મણ, દારિક મિશ્ર અને વૈક્રિયમિશ્ર વિના ૧૦ યોગો ઘટતા હોવાથી ૩૨ને દશે ગુણતાં ૩૨૦ સર્વ મળી આ ગુણઠાણે ૭૮૮ ઉદયપદ થાય.
બીજે ગુણઠાણે જે ૩૨ ઉદયપદો છે તેને આ ગુણસ્થાનકે સંભવતા વૈક્રિયમિશ્ર વિના ૧૨ યોગે ગુણતાં ૩૮૪ ઉદયપદ ચોવીશીવાળાં, અને વૈક્રિયમિશ્ર કાયયોગના ૩૨ પદો ષોડશક વાળાં છે. ત્રીજે ગુણઠાણે સંભવતા ૩૨ ઉદયપદોને આ ગુણસ્થાનકે ઘટતા દશ યોગો સાથે ગુણતાં ૩૨૦ ઉદયપદ, ચોથે ગુણઠાણે મૂળ ૬૦ ઉદયપદો છે તેને કાશ્મણ દારિકમિશ્ર - વૈક્રિયમિશ્ર વિના ૧૦ યોગો સાથે ગુણતાં ૬૦૦ ઉદયપદ ચોવીશીવાળાં, તેમજ કાર્પણ અને વૈક્રિયમિશ્રના ૬૦-૬૦ એમ ૧૨૦ ઉદયપદ ષોડશકવાળાં અને દારિક મિશ્રના ૬૦ ઉદયપદ અષ્ટકવાળાં છે.
પાંચમે ગુણઠાણે જે બાવન મૂળ ઉદયપદો છે તેઓને પોતાના ઉદયસ્થાનકે ઘટતા ૧૧ યોગો સાથે ગુણતાં પ૭૨ ઉદયપદ, છટ્ટ ગુણઠાણે જે ૪૪ ઉદયપદો છે તેઓને આ ગુણઠાણે ઘટતા આહારક આહા૨કમિશ્ર વિના ૧૧ યોગો સાથે ગુણતાં ૪૮૪ ઉદયપદ ચોવીશીવાળાં અને આહારકદ્વિકના ૪૪-૪૪ એમ ૮૮ પદો ષોડશકવાળાં, સાતમા ગુણઠાણે ૪૪ પદો છે તેઓને આહારકકાયયોગ વિના આ ગુણસ્થાનકે ઘટતા ૧૦ યોગો સાથે ગુણતાં ૪૪૦ ઉદયપદ ચોવીશીવાળાં અને આહારક કાયયોગના ૪૪ ઉદયપદ ષોડશકવાળાં છે.
આઠમા ગુણસ્થાનકના જે મૂળ ૨૦ ઉદયપદો છે તેઓને આ ગુણસ્થાનકે ઘટતા ૯ યોગો સાથે ગુણતાં ૧૮૦ ઉદયપદ થાય, એમ આઠ ગુણસ્થાનકોના સર્વ મળી ૩૭૬૮ ઉદયપદ ચોવીશીવાળા હોવાથી તેઓને ચોવીસે ગુણતાં ૯૦૪૩૨ અને બીજા ગુણસ્થાનકના ૩૨, ચોથાના ૧૨૦, છઠ્ઠાના ૮૮ અને સાતમાના ૪૪ એમ ૨૮૪ ઉદયપદો ષોડશકવાળાં હોવાથી તેઓને સોળે ગુણતાં ૪૫૪૪ અને ચોથા ગુણસ્થાનકના અષ્ટકવાળાં ૬૦ ઉદયપદોને આડે ગુણતાં ૪૮૦ એમ સર્વમળી ૯૫૪પ૬ યોગગુણિત પદવૃંદ થાય છે. દ્વિકોદયના ૨૪, અને એકોદયના ૫, એમ ૨૯ ને ૯ યોગે ગુણતાં ૨૬૧ થાય. તેઓને પૂર્વની સંખ્યામાં ઉમેરતાં કુલ યોગગુણિત પદવૃંદો ૯૫૭૧૭ થાય છે.
( -: અથ ચૌદ જીવસ્થાનક આશ્રયી મોહનીયકર્મના બંધસ્થાનાદિનો વિચાર - )
સૂક્ષ્મ આદિ સાતે લબ્ધિ અપર્યાપ્ત તેમજ સૂક્ષ્મ પર્યાપ્ત એ આઠે જીવસ્થાનકોમાં પહેલું જ ગુણઠાણું હોય છે. માટે એક ૨૨નું બંધસ્થાનક અને બંધભાંગા ૬ હોય છે. પહેલે ગુણઠાણે સામાન્યથી સાતથી દશ સુધીના ઉદયસ્થાનો છે. પરંતુ સાતનું ઉદયસ્થાન ૨૪ની સત્તાવાળા ક્ષાયોપથમિક સમ્યકત્વીને પહેલે ગુણઠાણ આવે ત્યારે એક બંધાવલિકા સુધી જ હોય છે. અને તે વખતે કાળ કરી જીવ આમાંના કોઇપણ જીવસ્થાનમાં ઉત્પન્ન થતો નથી માટે પહેલે ગુણઠાણે સાતનું ઉદયસ્થાન સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા સિવાય કોઇપણ જીવસ્થાનમાં ઘટતું નથી. અને એજ રીતે અનંતાનુબંધિના ઉદય વિનાના આઠ અને નવના ઉદયના વિલ્પો તેમજ ચોવીશીઓ વગેરે ઘટતી નથી. માટે આઠે જીવસ્થાનમાં આઠ, નવ અને દશ એમ ત્રણ ઉદયસ્થાનો હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org