________________
ઉપર
કર્મપ્રકૃતિ ભાગ - ૩
ત્યાં અનંતાનુબંધિ વગેરે ચાર ક્રોધાદિ, બે માંથી એક યુગલ અને આ જીવસ્થાનકોમાં માત્ર નપુંસકવેદ જ હોવાથી એક નપુંસકવેદ અને મિથ્યાત્વમોહનીય, એમ કમમાં કમ આઠનો ઉદય હોય છે તેમાં પણ કોઇક જીવો અનંતાનુબંધિ આદિ ચાર ક્રોધના ઉદયવાળા, એજ પ્રમાણે બીજા કોઇક જીવો અનંતાનુબંધિ આદિ ચાર માનના ઉદયવાળા, એ પ્રમાણે બીજા કોઇક જીવો ચાર માયાના ઉદયવાળા, અને બીજા કોઇક જીવો ચાર લોભના ઉદયવાળા હોય છે.
વળી આ ચારે પ્રકારના જીવો હાસ્ય-રતિના ઉદયવાળા હોય તેમ બીજા ચાર પ્રકારના જીવો અરતિ-શોકના ઉદયવાળા હોય છે માટે ચારે ને બે એ ગુણતાં એક અષ્ટક અથવા ૮ ભાંગા થાય છે. તેથી આ આઠના ઉદયનું એક અષ્ટક, અને આઠના ઉદયમાં ભય અથવા જુગુપ્સા એ બેમાંથી એકનો ઉદય થાય ત્યારે બે રીતે નવનો ઉદય, માટે નવના ઉદયના બે અષ્ટક, અથવા ૧૬ ભાંગા થાય છે. અને પહેલાના આઠમાં ભય, જુગુપ્સા એ બન્નેનો ઉદય સાથે થાય ત્યારે ૧૦, અને તેનું એક અષ્ટક અથવા આઠ ભાંગા થાય છે. એમ ત્રણે ઉદયસ્થાને મલીને ૪ અષ્ટક, એટલે ૩૨ ઉદયભાંગા થાય છે.
અહીં સામાન્યથી ૨૮-૨૭-૨૬ એમ ત્રણ સત્તાસ્થાનો છે અને ત્રણે ઉદયસ્થાને ત્રણ ત્રણ સત્તાસ્થાનો હોવાથી ત્રણને ત્રણે ગુણતાં ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૯, તેમજ બત્રીશે ભાંગામાં આ ત્રણ ત્રણ સત્તાસ્થાન ઘટે છે, માટે બત્રીશને ત્રણે ગુણતાં ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાન ૯૬ થાય છે.
૨૨નો બંધ છ પ્રકારે થાય છે અને તેમાંના કોઇપણ એક પ્રકારના બંધમાં આ ૯૬ સત્તાસ્થાન સંભવે છે માટે ૯૬ ને ૬ એ ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સર્વ મોહનીયકર્મના સત્તાસ્થાનો પ૭૬ થાય છે.
અહીં આઠના ઉદયના આઠ, નવનો ઉદય બે રીતે હોવાથી ૧૮, અને દશના ઉદયના ૧૦, એમ કુલ ૩૬ ઉદયપદો છે. તેમજ દરેક ઉદયપદ આઠ-આઠ પ્રકૃતિના સમૂહરૂપ હોવાથી ૩૬ને આડે ગુણતાં ૨૮૮ પદવૃંદો થાય છે.
લબ્ધિ પર્યાપ્ત બાદ૨ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય ચઉરિદ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય આ પાંચ વસ્થાનકોમાં પહેલું ગુણસ્થાનક, અને કેટલાએક જીવોને કરણ અપર્યાપ્ત અવસ્થામાં બીજું ગુણસ્થાનક પણ હોય છે માટે ૨૨-૨૧ એ બે બંધસ્થાનો અને તેના અનુક્રમે ૬-૪ એમ દશ બંધભાંગા છે. સામાન્યથી આ પાંચે જીવસ્થાનકોમાં બન્ને ગુણસ્થાનકની અપેક્ષાએ સાતથી દશ પર્વતના ચાર ઉદયસ્થાનો અને ૨૮ આદિ પ્રથમના ત્રણ સત્તાસ્થાન હોય છે. ત્યાં પહેલા ગુણઠાણે ૨૨ના બંધે આઠથી દશ પર્યત ત્રણ ઉદયસ્થાનો અને ઉપર બતાવ્યા મુજબ ૪ અષ્ટક, અથવા ૩૨ ઉદયભાંગા છે.
અહીં દરેક ઉદયસ્થાનમાં ૨૮ આદિ ત્રણ સત્તાસ્થાનો ઘટતાં હોવાથી ઉદયસ્થાન ગુણિત નવ, એજ પ્રમાણે પહેલાં બતાવ્યા મુજબ ઉદયભંગ ગુણિત ૯૬ અને બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત ૫૭૬ સત્તાસ્થાન થાય છે.
- બીજે ગુણઠાણે ૨૧ના બંધે સાતથી નવ પર્યત ત્રણ ઉદયસ્થાનો અને તેના ૪ અષ્ટક, એટલે ૩૨ ઉદયભાંગા છે આ ગુણઠાણે ૨૮નું એક જ સત્તાસ્થાન હોવાથી ઉદયસ્થાન ગુણિત ત્રણ, ઉદયભંગ ગુણિત ૩૨, અને ૨૧નો બંધ ચાર પ્રકારે હોવાથી ૩૨ને ચારે ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત ૧૨૮ સત્તાસ્થાન થાય છે.
એમ બન્ને ગુણસ્થાનકે મળી બે બંધસ્થાનક, ૧૦ બંધભાંગા, સાતથી દશ પર્યત ચાર ઉદયસ્થાન, ૮ અષ્ટક, અથવા ૬૪ ઉદયભાંગા, અને સામાન્યથી ત્રણ, ઉદયસ્થાનગુણિત ૧૨, ઉદયભંગ ગુણિત ૧૨૮, અને બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત સર્વ મળી ૭૦૪ સત્તાસ્થાન થાય છે.
પહેલે ગુણઠાણે સૂક્ષ્મ અપર્યાપ્ત વગેરેમાં બતાવ્યા મુજબ ૩૬ ઉદયપદ, અને ૨૮૮ પદવૃંદ તેમજ બીજે ગુણઠાણે સાતના ઉદયના ૭, આઠના ઉદયના બે વિકલ્પ હોવાથી ૧૬, અને નવના ઉદયનાં નવ, એમ ૩૨ ઉદયપદ, અને તેને આઠે ગુણતાં ૨૫૬ પદવૃંદ થાય.
બન્ને ગુણસ્થાનકના મળી ૬૮ ઉદયપદ, અને ૫૪૪ પદવૃંદો થાય છે.
સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તમાં સર્વ ગુણસ્થાનકનો સંભવ હોવાથી પહેલાં જેમ સામાન્યથી બતાવેલ છે. તેમ સર્વ બંધસ્થાન, બંધભાંગા, ઉદયસ્થાન, ઉદયભંગ, ઉદય ચોવીશીઓ, પદવૃદ, સત્તાસ્થાન તેમજ તેનો સંવેધ સમજવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org