________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
ઉપયોગ ગુણિત કુલ ૩૧૬ ચોવીશીઓ થવાથી તેને ચોવીશે ગુણતાં સર્વ મળી ૭૫૮૪ ઉદયભાંગા થાય છે. તેમાં નવમા ગુણસ્થાનકના દ્વિકોદયના ૧૨, અને એકોદયના ચાર, અને દશમા ગુણસ્થાનકે એકાદયનો એક, આ સત્તર ભાંગાઓ છે, તેમને ૭ ઉપયોગે ગુણતાં ૧૧૯ ભાંગા થાય, તે ઉમેરતાં કુલ ૭૭૦૩ ઉદયભાંગા થાય છે.
પહેલા ત્રણ ગુણસ્થાનકોના અનુક્રમે ૬૮-૩૨-૩૨, એમ ૧૩૨ ઉદયપદોને આ ગુણસ્થાનકમાં સંભવતા પાંચ ઉપયોગો સાથે ગુણતાં ૬૬૦, ચોથા -પાંચમા ગુણસ્થાનકના ૬૦-પર, એમ ૧૧૨ ને આ બે ગુણસ્થાનકોમાં સંભવતા છ ઉપયોગો સાથે ગુણતાં ૬૭૨, તેમજ છઠ્ઠા -સાતમા-આઠમાં ગુણસ્થાનકના ૪૪-૪૪-૨૦, એમ ૧૦૮ને આ ગુણસ્થાનકોમાં સંભવતા સાત ઉપયોગો સાથે ગુણતાં ૭૫૬, એમ આઠે ગુણસ્થાનકના સર્વ મળી ઉપયોગ ગુણિત ૨૦૮૮ ઉદયપદો છે.
માટે તેઓને ચોવીશે ગુણતાં ૫૦૧૧૨ પદવંદો થાય. બે ના ઉદયના ૨૪, તેમજ એકના ઉદયના ૫ એમ ૨૯ પદોને સાત ઉપયોગો સાથે ગુણતાં ૨૦૩ થાય. તેઓને પૂર્વની સંખ્યામાં ઉમેરતાં કુલ ઉપયોગ ગુણિત પદવંદો ૫૦૩૧૫ થાય છે.
યોગ ગુણિત ચોવીસીઓ આદિ આ પ્રમાણે છે :- પહેલે ગુણસ્થાનકે આહારકદ્ધિક સિવાય ૧૩ યોગો છે. અને કુલ આઠ ચોવીશીઓ છે. તેમાં અનંતાનુબંધિના ઉદયવાળી આઠના ઉદયની એક, નવના ઉદયની બે, અને દશના ઉદયની એક આ ચાર ચોવીશીઓમાં અનેક જીવોની અપેક્ષાએ ૧૩યોગ ઘટે છે, માટે ચારને તેરે ગુણતાં પરચોવીશી, અને અનંતાનુબંધિના ઉદય વિનાની સાતની એક, આઠની બે અને નવની એક, એમ ચાર ચોવીશીઓમાં અનેક જીવોની અપેક્ષાએ પણ વિગ્રહગતિમાં તેમજ અપર્યાપ્ત અવસ્થામાં જ સંભવતા કાર્મણ, ઔદારિક મિશ્ર, અને ક્રિયમિશ્ર આ ત્રણ યોગો ઘટતા નથી.
કારણ કે ચોવીશની સત્તાવાળા લાયોપથમિક સમ્યકત્વીને, મિથ્યાત્વનો ઉદય થવાથી પહેલે ગુણસ્થાનકે આવે ત્યારે એક બંધાવલિકા સુધી જ અનંતાનુબંધિનો ઉદય હોતો નથી, અને તે વખતે જીવ કાળ કરતો નથી. માટે આ ચાર ચોવીશીમાં ત્રણ વિના બાકીના ૧૦ યોગો ઘટે છે. તેથી ચાર ને દશે ગુણતાં ૪૦, અને પહેલા બતાવેલ બાવન એમ કુલ ૯૨ ચોવીશી થાય છે.
બીજે ગુણસ્થાનકે આ જ તેર યોગો હોય છે. અને ચોવીશીઓ ૪ છે. પરંતુ આ ગુણસ્થાનક લઇ જીવ નરકગતિમાં જતો નથી, માટે વૈક્રિયમિશ્ર કાયયોગમાં નપુંસકવેદ ન ઘટવાથી દેવોની અપેક્ષાએ સ્ત્રી અને પુરુષ આ બે વેદો ઘટે છે, તેથી વૈક્રિયમિશ્ર કાયયોગમાં ચાર ચોવીશીના બદલે ચાર ષોડશક થાય, અને બાકીના ૧૨ યોગોમાં અનેક જીવોની અપેક્ષાએ ચારે ચોવીશીઓ ઘટે છે, માટે ચારને બારે ગુણાતાં કુલ ૪૮ ચોવીશી અને ૪ ષોડશક થાય છે. - ત્રીજે ગુણસ્થાનકે ચાર મનના, ચાર વચનના, દારિક કાયયોગ અને વૈક્રિયકાયયોગ આ દશ યોગ હોય છે. અને અહીં પણ ચોવીશીઓ ચાર હોવાથી ચારને દશે ગુણતાં ૪૦ ચોવીશી થાય છે. ચોથે ગુણસ્થાનકે આહારકદ્ધિક વિના ૧૩ યોગો હોય છે અને આ ગુણઠાણે આઠ ચોવીશીઓ છે. પરંતુ ચોથું ગુણઠાણું લઈ કોઇપણ જીવ દેવીપણે ઉત્પન્ન થતો નથી માટે વૈક્રિયમિશ્ર કાયયોગમાં સ્ત્રીવેદનો અભાવ હોવાથી આમાં ૮ ષોડશક, તેમજ ચોથું ગુણસ્થાનક લઇને કોઇપણ જીવ કોઇપણ ગતિમાં સ્ત્રીપણે ઉત્પન્ન થતો નથી માટે વિગ્રહગતિમાં નરક આશ્રયી નપુંસકવેદ, અને શેષ ત્રણ ગતિ આશ્રયી પુરુષવેદ એમ બે વેદો હોવાથી કાર્પણ કાયયોગમાં પણ વેક્રિયમિશ્રની જેમ ૮ ષોડશક એમ ૧૬ ષોડશક થાય. અને ચોથું ગુણસ્થાનક લઇ કોઇપણ જીવ મનુષ્ય અથવા તિર્યંચમાં સ્ત્રીપણે તથા નપુંસકપણે ઉત્પન્ન થતો નથી. પણ પુરુષપણે જ ઉત્પન્ન થાય છે માટે ઔદારિકમિશ્નકાયયોગમાં માત્ર એક પુરુષવેદ જ હોવાથી તેના આઠ અષ્ટક થાય. અને શેષ ૧૦ યોગોમાં આઠે ચોવીશીઓ ઘટતી હોવાથી આઠને દશે ગુણતાં આ ગુણઠાણે કુલ ૮૦ ચોવીશી ૧૬ ષોડશક અને આઠ અષ્ટક થાય છે.
મલ્લિકુમારી, રાજુમતિ, બ્રાહ્મી, અને સુંદરી, વગેરેની જેમ કેટલાએક જીવો દેવલોકમાંથી ચોથું ગુણસ્થાનક લઇને પણ મનુષ્યમાં સ્ત્રી પણ ઉત્પન્ન થાય છે. પરંતુ તેવા જીવો બહુ જ અલ્પ હોવાથી અહીં તેઓની વિવક્ષા કરવામાં આવી નથી.
પાંચમે ગુણસ્થાનકે ૪ મનના, ૪ વચનન, દારિક અને વૈક્રિયદ્વિક આ ૧૧ યોગો છે. અહીં પણ ચોવીશીઓ આઠ છે માટે આઠ ને અગિયારે ગુણતાં ૮૮ ચોવીશી, છદ્દે ગુણસ્થાનકે ઉપર બાતવેલ ૧૧, અને આહારકટ્રિક એમ તેર યોગો હોય છે. અહીં પણ આઠ ચોવીશીઓ છે. પરંતુ સ્ત્રીઓને ૧૪ પૂર્વના અધ્યયનનો અભાવ હોવાથી સ્ત્રીવેદમાં આહારકટ્રિક ન ઘટવાથી આ બે યોગોમાં આઠ આઠ ષોડશકો થવાથી કુલ ૧૬ ષોડશક થાય છે. અને બાકીના અગિયાર યોગોમાં આઠે ચોવીશીઓ હોય છે. માટે આઠને અગિયારે ગુણતાં ૮૮ ચોવીશી અને ઉપર બતાવેલ ૧૬ ષોડશક આ ગુણઠાણે થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org