________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૪૯
ઉદયપદ તથા પદવૃંદો ગુણસ્થાનકો આશ્રયી આ પ્રમાણે છે :- પહેલા ગુણસ્થાનકે સાતના ઉદયની એક ચોવીશી હોવાથી સાત, આઠના ઉદયની ત્રણ ચોવીશી છે માટે ૨૪, નવના ઉદયે ત્રણ ચોવીશી તેથી ૨૭ અને દેશના ઉદયની એક ચોવીશી, માટે દશ, એમ કુલ ૬૮ ઉદયપદ, ૬૮ ને ૨૪ વડે ગુણતાં એક હજાર છસો બત્રીશ (૧૬૩૨) પદવંદો થાય છે. બીજે ગુણસ્થાનકે સાતના ઉદયની એક માટે સાત, આઠના ઉદયની બે માટે ૧૬, અને નવના ઉદયની એક ચોવીશી માટે ૯ એમ ૩૨ ઉદયપદ, ૩૨ને ચોવીશે ગુણતાં સાતસો અડસઠ (૭૬૮) પદવંદો થાય છે. ત્રીજે ગુણસ્થાનકે પણ એજ પ્રમાણે ૩૨ ઉદયપદ, અને (૭૬૮) પદવૃંદો થાય છે.
ચોથા સ્થાનકે છના ઉદયની એક ચોવીસી માટે છે, સાતના ઉદયની ત્રણ માટે ૨૧, અને આઠના ઉદયની ત્રણ માટે ૨૪, નવના ઉદયની એક હોવાથી ૯, એમ કુલ ૬૦ ઉદયપદ, ૬૦ને ૨૪ વડે ગુણાતાં ૧૪૪૦ પદવૃંદ થાય છે.
પાંચમા ગુણસ્થાનકે :- પાંચના ઉદયની એક ચોવીશી માટે પાંચ અને છના ઉદયની ત્રણ માટે ૧૮, સાતના ઉદયની ત્રણ તેથી ૨૧, અને આઠના ઉદયની એક માટે આઠ, એમ પર ચોવીશી ઉદયપદ, પ૨ને ચોવીશે ગુણતાં ૧૨૪૮ પદવૃંદ થાય છે. છઠે - સાતમે ગુણસ્થાનકે ચારના ઉદયની એક ચોવીસી માટે ૪, પાંચના ઉદયની ત્રણ માટે ૧૫, છના ઉદયની ત્રણ તેથી ૧૮, સાતના ઉદયની એક ચોવીશી માટે સાત, એમ ૪૪ ઉદયપદ, ૪૪ને ચોવીશે ગુણતાં ૧૦૫૬ પદવૃંદ થાય છે.
સાતમે ગુણસ્થાનકે પણ એ જ રીતે ૪૪ ઉદયપદ અને (૧૦૫૬) પદવંદ, આઠમે ગુણસ્થાનકે ચારની એક માટે ચાર, પાંચની બે માટે દશ, અને છની એક તેથી છે, એમ ૨૦ ઉદયપદ તેને ૨૪ થી ગુણતાં ૪૮૦ પદવૃંદ થાય છે. એમ આઠે ગુણસ્થાનકના કુલ ત્રણસો બાવન (૩૫૨) ઉદયપદ, અને તેઓને ૨૪ વડે ગુણતાં ૮૪૪૮ પદવૃંદ થાય છે, વળી તેમાં દ્વિ કોદયના ૧૨ ભાંગાના ૨૪, અને એકોદયના ૧૧, એમ કુલ ૩૫, અથવા બંધભેદે અલગ અલગ ન ગણીએ તો નવમા ગુણસ્થાનકે એકોદયના ચાર અને દશમા ગુણસ્થાનકે એકાદયનો એક, એમ એકાદયના પાંચ, અને દ્વિ કોદયના ૨૪, એમ કુલ ૨૯. - મતાંતરે ચારના બંધે બેનો ઉદય માનીએ તો તેના ૨૪ વધારે થાય માટે દ્વિકોદયના કુલ ૪૮, અને એકોદયના અગિયાર એમ આ ત્રણે સંખ્યાઓ પહેલાં બતાવેલ ૮૪૪૮ માં ઉમેરતાં અનુક્રમે ૮૪૮૩, ૮૪૭૭ અને ૮૫૦૭ પંદછંદ થાય છે.
મોહનીયકર્મના લેશ્યા, ઉપયોગ, અને યોગ ગુણિત ચોવીશી, ઉદયભાંગ, ઉદયપદ અને પદવૃંદનો વિચાર :- જે ગુણસ્થાનકે જેટલી વેશ્યા, ઉપયોગ અને યોગો હોય તે તે ગુણસ્થાનકે મોહનીયકર્મની ચોવીશીઓ ઉદયભાંગા, ઉદયપદ, અને પદવૃંદ જેટલા હોય તેઓને તેટલાએ ગુણવાથી વેશ્યા આદિથી ગુણિત ચોવીશીઓ વગેરેની સંખ્યા આવે. ત્યાં પહેલાં લેશ્યા ગુણિત ચોવીશીઓ વગેરે આ પ્રમાણે છે :
પ્રથમના ચાર ગુણસ્થાનકોમાં લેક્ષાઓ છે. અને ચોવીશીઓ અનુક્રમે આઠ, ચાર-ચાર અને આઠ એમ કુલ ૨૪. ચોવીશીઓ છે. તેઓને છ એ ગુણતાં ૧૪૪ ચોવીશી થાય. અને પાંચમાથી સાતમા ગુણસ્થાનક સુધી તેજો વગેરે ત્રણ વેશ્યા છે. અને ચોવીશીઓ, અનુક્રમે આઠ-આઠ આઠ એમ ૨૪ ચોવીશીઓને ત્રણે ગુણતાં ૭૨ ચોવીશી, અને આઠમા ગુણસ્થાનકથી એક શુક્લ લેશ્યા જ હોવાથી આઠમા ગુણસ્થાનકની ચાર ચોવીશીને એકે ગુણતાં ૪, એમ આઠ ગુણસ્થાનક સુધીની વેશ્યા ગુણિત સર્વ મળી ૨૨૦ ચોવીશીઓ છે. તેઓને ચોવીશે ગુણતાં પ૨૮૦ ભાંગા થાય. તેમાં નવમા ગુણસ્થાનકના બેના ઉદયના બાર, અને એકના ઉદયના ચાર, તેમજ દશમાં ગુણસ્થાનકે એકના ઉદયનો એક એમ ૧૭ ઉમેરવાથી કુલ મોહનીયકર્મના લેણ્યા ગુણિત પ૨૯૭ ઉદયભાંગા થાય છે.
લેશ્યા ગુણિત ઉદયપદ :- પ્રથમના ચાર ગુણસ્થાનકોમાં અનુક્રમે ૬૮-૩૨-૩૨ અને ૬૦ ઉદયપદો હોવાથી કુલ ૧૯૨ અને આ ચારે ગુણસ્થાનકોમાં છ એ વેશ્યા હોવાથી ૧૯૨ ને છએ ગુણતાં ૧૧૫૨ ઉદયપદ થાય.
પાંચમે - છઠ્ઠું - સાતમે ગુણસ્થાનકે અનુક્રમે પર-૪૪-૪૪ ઉદયપદો છે. માટે કુલ ૧૪૦ ઉદયપદો થાય. અને આ ત્રણે ગુણસ્થાનકે વેશ્યાઓ ત્રણ હોવાથી ૧૪૦ ને ત્રણે ગુણતાં ૪૨૦ ઉદયપદ થાય. અને આઠમા ગુણસ્થાનકના ૨૦ ઉદયપદો છે તેઓને એકે ગુણતાં ૨૦ એમ આઠ ગુણસ્થાનકે મળી લેશ્યાગુણિત સર્વ મળી કુલ ૧૫૯૨ ઉદયપદ થાય. તેઓને ચોવીશે ગુણતાં ૩૮૨૦૮, વળી તેમાં દ્વિકોદયના ૨૪ અને એકોદયના ૫ એમ ૨૯ ઉમેરતાં ૩૮૨૩૭ પદવૃંદ થાય છે.
ઉપયોગ ગુણિત ચોવીસીઓ વગેરે આ પ્રમાણે છે :- પ્રથમના ત્રણ ગુણસ્થાનકોમાં અનુક્રમે આઠ-ચાર-ચાર એમ ૧૬ ચોવીશીઓ છે. અને ત્રણ અજ્ઞાન તથા બે દર્શન એમ પાંચ ઉપયોગો છે માટે ૧૬ને પાંચે ગુણાતાં ૮૦. તેમજ ચોથા અને પાંચમા ગુણસ્થાનકની આઠ-આઠ એમ ૧૬ ચોવીશીઓ છે. અને આ બન્ને ગુણસ્થાનકોમાં ૩ જ્ઞાન- ૩ દર્શન એમ છ ઉપયોગો છે, તેથી ૧૬ને છ એ ગુણતાં ૯૬ ચોવીશી થાય. છઠે - સાતમ-આઠમે ગુણસ્થાનકે અનુક્રમે ૮-૮ અને ૪ એમ ૨૦ ચોવીશીઓ છે. અને આ ત્રણે ગુણસ્થાનકોમાં ૪ જ્ઞાન અને ત્રણ દર્શન હોવાથી ૨૦ને સાતે ગુણતાં ૧૪૦, એમ આઠે ગુણસ્થાનકે મળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org