________________
૩૪૮
કર્મપ્રકૃતિ ભાગ - ૩
સાબ
નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે પુરુષવેદ અને ચાર સંજ્વલન કષાય એમ પાંચના બંધે ચાર સંજ્વલનમાંથી કોઇપણ એક કષાય, અને ત્રણ વેદમાંથી કોઇપણ એક વેદ, એમ બે નો ઉદય હોય છે. ચાર કષાયને ત્રણ વેદે ગુણતાં બેના ઉદયના કુલ ૧૨ ભાંગા થાય છે. અહીં પાંચના બંધે બે ના ઉદયે સામાન્યથી ઉપશમશ્રેણિ આશ્રયી ૨૮-૨૪-૨૧ એમ ત્રણ, અને ક્ષપકશ્રેણિમાં આઠ કષાયનો ક્ષય ન થાય ત્યાં સુધી ૨૧, અને પછી, ૧૩-૧૨-૧૧ એમ કુલ ચાર, પરંતુ ૨૧નું સત્તાસ્થાન બન્ને શ્રેણિમાં એક જ છે. પણ ભિન્ન નથી, માટે સર્વ મળી સામાન્યથી છ સત્તાસ્થાનો છે. તેમાં પણ પુરુષવેદોદયના ચારે ભાંગાઓમાં છ સત્તાસ્થાન હોવાથી છને ચારે ગુણતાં ૨૪ થાય.
સ્ત્રીવેદોદયવાળા ચાર ભાંગામાં ૧૧નું સત્તાસ્થાન ચારના બંધે જ છે પરંતુ પાંચના બંધે નથી, માટે આ ચારે ભાંગામાં ૧૧ વિના પાંચ પાંચ સત્તાસ્થાનો હોવાથી ચારને પાંચે ગુણતાં ૨૦, અને નપુંસકવેદોદયના ચાર ભાંગામાં પણ ૧૧ નું સત્તાસ્થાન પાંચના બંધ હોતું નથી, અને બારનું સત્તાસ્થાન તો ઘટતું જ નથી માટે ૨૮-૨૪-૨૧-૧૩ આ ચાર સત્તાસ્થાનને ચારે ગુણતાં ૧૬, એમ પાંચના બંધે બેના ઉદયે ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાન ૬૦ થાય છે.
આ જ ગુણસ્થાનકના બીજા ભાગે પુરુષવેદ વિના ચારના બંધે ચાર સંજ્વલનમાંના કોઇપણ એકનો ઉદય હોય છે. માટે ઉદયભંગ ૪, અહીથી દરેક બંધસ્થાનમાં પ્રથમના ત્રણ સત્તાસ્થાનો ઉપશમશ્રેણિમાં જ ઘટે છે અને બીજા સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં જ હોય છે એમ સમજવું, તેથી ચારના બંધે એકના ઉદયે સામાન્યથી ૨૮-૨૪-૨૧-૧૧-૫-૪ એમ છે, અને ચારે ઉદયભાંગે આ છ સત્તાસ્થાનો હોવાથી છને ચારે ગુણતાં ઉદયભંગ ગુણિત ૨૪ સત્તાસ્થાનો થાય છે.
ત્રણના બંધે સંજવલન ક્રોધ વિના ત્રણમાંથી કોઇપણ એકનો ઉદય હોય છે. માટે ઉદયભંગ ત્રણ, અને ઉપશમશ્રેણિમાં સત્તાસ્થાનો પ્રથમના ત્રણ, તથા ક્ષપકશ્રેણિમાં સંવલન ક્રોધનો ક્ષય ન થાય ત્યાં સુધી સમયોન બે આવલિકા કાળ પ્રમાણ ચારનું, અને પછી ત્રણનું, એમ કુલ પાંચ સત્તાસ્થાનો સામાન્યથી અને ત્રણેય ઉદયભાંગામાં આ પાંચ પાંચ સત્તાસ્થાન હોવાથી ઉદયભંગ ગુણિત કુલ ૧૫ સત્તાસ્થાનો છે.
માન વિના બેના બંધે ક્ષપકશ્રેણિમાં ત્રણ અને બે, તેમજ ઉપશમશ્રેણિમાં પ્રથમના ત્રણ, એમ કુલ પાંચ અને ઉદયભંગ બે હોવાથી પાંચને બે એ ગુણતાં ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો દશ થાય છે.
એકના બંધે એકના ઉદયે શરૂઆતના ત્રણ, અને બે તથા એક એમ કુલ પાંચ સત્તાસ્થાનો છે.
બંધના અભાવે દશમા ગુણસ્થાનકે એકના ઉદયે ક્ષપકશ્રેણિમાં એકનું અને ઉપશમશ્રેણિમાં પ્રથમના ત્રણ, એમ ચાર, અને ઉદયના અભાવે પણ અગિયારમે ગુણસ્થાનકે પ્રથમના ત્રણ સત્તાસ્થાનો હોય છે.
(-: અથ સામાન્યથી મોહનીયકર્મના ધ્રુવ ઉદયપદ અને પદોના સમૂહનો વિચાર :-) જે ઉદયસ્થાનમાં મોહનીયકર્મની જેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે તે પ્રકૃતિઓને ઉદયપદ કહેવાય છે. આમાં એકની એક પ્રકૃતિ અનેકવાર આવે તો પણ તે એક જ ગણાય.
જે જે ઉદયસ્થાનમાં જે જે પ્રકૃતિ જેટલીવાર ઉદયમાં આવતી હોય તે દરેક પ્રકૃતિના સમૂહને પદવંદ કહેવાય છે અર્થાત્ આમાં પ્રકૃતિ એક જ હોવા છતાં તે વારંવાર જેટલીવાર આવે એટલી વખત અલગ અલગ ગણાય છે, ત્યાં જે ઉદયસ્થાનની જેટલી ચોવીશી હોય તે સંખ્યાને તે ઉદયસ્થાનની સંખ્યા સાથે ગુણવાથી કુલ જેટલી સંખ્યા આવે તેટલા ચોવીશ પદવંદના સમૂહવાળાં ઉદયપદ થાય છે.
તે આ પ્રમાણે :- દશના ઉદયની એક ચોવીશી હોવાથી તેને દશે ગુણતાં દશ, નવના ઉદયની છ ચોવીશી, તેથી છને નવે ગુણતાં ૫૪, એ જ પ્રમાણે આઠના ઉદયની ૧૧ ચોવીશી તેને આડે ગુણતાં ૮૮,સાતના ઉદયની દશ તેથી દશને સાતે ગુણતાં ૭૦, છનાં ઉદયની ૭ તેથી ૭ ને ૬ એ ગુણતાં ૪૨, પાંચના ઉદયની ચાર ચોવીશી તેથી ૪ ને પાંચે ગુણતાં ૨૦, ચારના ઉદયની એક, તેથી ૧ ને ચારે ગુણતાં ૪, એમ દશથી ચાર સુધીના ઉદયસ્થાનોના સર્વ મળી ૨૮૮ ઉદયપદો થાય છે.
તે દરેકપદો ચોવીશ પદોના સમૂહવાળાં હોવાથી ૨૮૮ને ચોવીશે ગુણતાં છ હજાર નવસો બાર(૬૯૧૨) પદોનો સમૂહ અને તેમાં બેના ઉદયના ૧૨ ભાંગા છે તે દરેકમાં બે બે પદો હોવાથી૧૨*૨= ૨૪ અને એકોદયના ૧૧, એમ ૩૫ ઉમેરવાથી કુલ મોહનીય કર્મના છ હજારનવસો સુડતાલીશ (૬૯૪૭) પદવૃંદ થાય છે અને મતાંતરે ચારના બંધે બેના ઉદયના પણ બારભાગા ગણીએ તો તે બારભાગાના ૨૪ પદવૃંદો અધિક હોવાથી કુલ છ હજારનવસો એકોતેર (૬૯૭૧) પદવૃંદો થાય છે.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org