________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૪૭
ને ત્રણે ગુણતાં ૨૮૮, અને પહેલાના ૯૬ એમ કુલ મળી ૨૨ના બંધે ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાન ૩૮૪ થાય છે. તેમજ ૨૨નો બંધ ૬ પ્રકારે હોવાથી અને એકેક પ્રકારના બાવીસના બંધમાં ૩૮૪ સત્તાસ્થાનો હોવાથી ૩૮૪ x ૬ એ ગુણતાં બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત કુલ ૨૩૦૪ સત્તાસ્થાનો થાય છે.
બીજે ગુણસ્થાનકે ૨૧ના બંધે ૭-૮-૯ (સાત થી નવ સુધીના) ત્રણ ઉદયસ્થાનો છે. અને અહીં ૨૮નું એક સત્તાસ્થાન હોય છે. માટે ઉદયસ્થાન ગુણિત ત્રણ, અને આ ગુણસ્થાનકના ૯૬ ભાંગા માં એકેક હોવાથી ઉદયભંગ ગુણિત ૯૬ તેમજ ૨૧ નો બંધ ચાર પ્રકારે છે તેમાંના એકેક પ્રકારના બંધમાં ૯૬,૯૬ ભાંગા હોવાથી ૯૬ ને ૪ થી ગુણાતાં કુલ બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત ૩૮૪ સત્તાસ્થાનો થાય છે.
ત્રીજે-ચોથે ગુણસ્થાનકે ૧૭ ના બંધે સામાન્યથી છ થી નવ સુધીના ચારઉદયસ્થાન અને ૨૮-૨૭-૨૪-૨૩-૨૨-૨૧ એમ છ સત્તાસ્થાનો હોય છે. ત્યાં ત્રીજે ગુણસ્થાનકે સાતથીનવ સુધીના ત્રણ ઉદયસ્થાનો હોય છે અને ત્રણે ઉદયસ્થાને ૨૮-૨૭-૨૪ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાન હોવાથી ઉદયસ્થાન ગુણિત નવ અને આ ગુણસ્થાનકની ચાર ચોવીસીના ૯૬ ભાંગામાં આ ત્રણે સત્તાસ્થાન ઘટતાં હોવાથી૯૬ને ત્રણે ગુણતાં ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૮૮ થાય છે. તેમજ ૧૭નો બંધ બે પ્રકારે હોવાથી ઉપર જણાવેલ ૨૮૮ ને બે એ ગુણતાં બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત કુલ ૫૭૬ સત્તાસ્થાનો થાય છે.
ચોથે ગુણસ્થાનકે છ થી નવ સુધીના ચાર ઉદયસ્થાન અને સામાન્યથી ૨૮-૨૪-૨૩-૨૨-૨૧ આ પાંચ સત્તાસ્થાનો હોય છે, તેમાં પણ છનો ઉદય ક્ષાયિક અને પથમિક સમ્યકત્વને જ હોવાથી ત્યાં ૨૮-૨૪-૨૧ એમ ત્રણ, અને સાત તથા આઠનો ઉદય ત્રણ પ્રકારના સમ્યકત્વીને હોવાથી આ બન્ને ઉદયસ્થાનમાં ૨૮ આદિ પાંચ પાંચ.
તેમજ નવનો ઉદય કેવલ ક્ષાયોપથમિક સમ્યકત્વને જ હોય છે માટે ૨૧ વિના ચાર સત્તાસ્થાન, એમ આ ગુણસ્થાનકે ઉદયસ્થાન ગુણિત કુલ ૧૭ સત્તાસ્થાનો હોય છે. ક્ષાયિક અને પથમિક સમ્યકત્વીની ચાર ચોવીસીના ૯૬ ભાંગામાં યથાસંભવ ૨૮-૨૪-૨૧ આ ત્રણ ત્રણ સત્તાસ્થાનો હોવાથી ૯૬ ને ત્રણે ગુણતાં ૨૮૮, તેમજ ક્ષાયોપથમિક સમ્યકત્વીની ચાર ચોવીશીના ૯૬ ભાંગામાં ૨૮-૨૪-૨૩-૨૨ એમ ચાર ચાર સત્તાસ્થાન હોવાથી ૯૬ ને ચારે ગુણતાં ૩૮૪ એમ સર્વ મળીને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૬૭૨ થાય અને અહીં પણ ૧૭નો બંધ બે પ્રકારે હોવાથી ૬૭૨ને ૨ એ ગુણતાં બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૧૩૪૪ થાય છે.
પાંચમે ગુણસ્થાનકે ૧૩ના બંધે પાંચથી આઠ સુધીના ચાર ઉદયસ્થાનો અને ૨૮-૨૪-૨૩-૨૨-૨૧ એમ સામાન્યથી પાંચ સત્તાસ્થાનો છે. તેમાં પાંચનો ઉદય ક્ષાયિક અને ઔપશમિક સમ્યકત્વને જ હોવાથી ત્યાં ૨૮-૨૪-૨૧ એમ ત્રણ, અને છે અને સાતનો ઉદય ત્રણ પ્રકારના સમ્યકત્વીને હોવાથી પાંચ પાંચ, અને આઠનો ઉદય કેવલ ક્ષાયોપશમિક સભ્યત્વીને જ હોવાથી ૨૧ વિના ચાર, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૭ છે. ક્ષાયિક અને ઓપશમિક સમ્યકત્વીને ૪ ચોવીશીના ૯૬ ભાંગામાં ૨૮-૨૪-૨૧ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનો હોવાથી ૯૬ ને ૩ વડે ગુણતાં ૨૮૮ અને ક્ષાયોપથમિક સમ્યકત્વીને ચાર ચોવીશીના ૯૬ ભાંગામાં ૨૧ વિના ચાર ચાર સત્તાસ્થાનો હોવાથી ૯૬ ને ૪ વડે ગુણતાં ૩૮૪, એમ સર્વ મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૬૭૨ થાય. અને ૧૩નો બંધ બે પ્રકારે હોવાથી તેને બે એ ગુણાતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત ૧૩૪૪ સત્તાસ્થાનો થાય છે.
છઠે-સાતમ-આઠમે ગુણસ્થાનકે નવના બંધે સામાન્યથી ૪ થી ૭ સુધીના એમ ચાર ઉદયસ્થાનો અને ૨૮-૨૪-૨૩૨૨-૨૧ એમ પાંચ સત્તાસ્થાનો હોય છે. અહીં પણ ત્રણ પ્રકારના સમ્યકત્વી હોવાથી તેના બંધ પ્રમાણે ચારના ઉદયે ૨૮-૨૪-૨૧ એમ ત્રણ, પાંચ તથા છના ઉદયે પાંચ-પાંચ એમ દશ, અને સાતના ઉદયે ૨૧ વિના ચા૨, એમ સર્વ મળી ઉદયસ્થાન ગુણિત ૧૭, ઉદયભંગ ગુણિત ૬૭૨, એમ છઠ્ઠા ગુણસ્થાનકે નવનો બંધ પણ બે પ્રકારે હોવાથી તેને બે એ ગુણતાં બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૧૩૪૪ થાય છે. પરંતુ સાતમે ગુણસ્થાનકે ૯નો બંધ એક પ્રકારે હોવાથી ૬૭૨ સત્તાસ્થાનો હોય છે.
આઠમા ગુણસ્થાનકે ક્ષાયોપથમિક સમ્યકત્વી ન હોવાથી સાત વિના ચાર-પાંચ-છ એમ ત્રણ ઉદયસ્થાનો અને ચોવીસી ભાંગા ૯૬ હોય છે. અને ત્રણે ઉદયસ્થાને સામાન્યથી ૨૮-૨૪-૨૧ એમ ત્રણ સત્તાસ્થાન હોવાથી ઉદયસ્થાન ગુણિઃ નવ અને ૯૬ એ ભાંગામાં આ ત્રણ ત્રણ સત્તાસ્થાન હોવાથી ૯૬ ને ત્રણે ગુણતાં ઉદયભંગ ગુણિત ૨૮૮ અને બંધભંગ પણ એક જ હોવાથી બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો પણ તેટલાં જ હોય છે. આ સાતમ આઠમાં ગુણસ્થાનકના ઉદયસ્થાનો-ઉદયભાંગા તેમજ સત્તાસ્થાનો છઠ્ઠા ગુણસ્થાનકની સમાન હોવાથી અલગ ગણવાના નથી, માત્ર ગુણસ્થાનકની અપેક્ષાએ જ જુદાં ગણાવ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org