________________
૩૪૪
કર્મપ્રકૃતિ ભાગ - ૩
હવે કયા કયા ઉદયસ્થાનની કુલ કેટલી ચોવીશી થાય છે તેનો વિચાર કરીએ....
દશના ઉદયની પહેલે ગુણસ્થાનકે એક, નવના ઉદયની પહેલે ત્રણ, બીજે-ત્રીજે -ચોથે એક-એક, એમ કુલ છે, આઠના ઉદયની પહેલે ત્રણ બીજે -ત્રીજે બે-બે ચોથે ત્રણ અને પાંચમે ગુણસ્થાનકે એક, એમ કુલ ૧૧, સાતના ઉદયની પહેલે બીજે ત્રીજે ગુણસ્થાનકે એક-એક, ચોથે પાંચમેં ત્રણ ત્રણ અને છટ્ટ ગુણસ્થાનકે એક એમ કુલ ૧૦ છ ના ઉદયની ચોથે એક, પાંચમે અને છઠે ગુણસ્થાનકે ત્રણ ત્રણ એમ કુલ સાત, પાંચના ઉદયની પાંચમે એક, છ ત્રણ એમ ચાર, અને ચારના ઉદયની છઠે એક, એમ એકથી આઠ ગુણસ્થાનક સુધીમાં = કુલ ૪૦ ચોવીશી થાય અર્થાત્ ૯૬૦ ભાંગા થાય છે.
નવમા ગુણસ્થાનકે શરૂઆતમાં પાંચનો બંધ હોય છે અને તે વખતે ચારે સંજ્વલનમાંથી કોઇપણ ક્રોધાદિક એક કષાય, અને ત્રણ વેદમાંથી એક વેદ, એમ બે પ્રકૃતિનો ઉદય હોય છે. કારણ કે હાસ્યષકનો ઉદય આઠમા સુધી જ હોવાથી અહીં હોતો નથી, માટે અહીં ચોવીશી થતી નથી, પરંતુ સંજ્વલનને ત્રણ વેદે ગુણતાં બેના ઉદયના કુલ ૧૨ ભાંગા થાય છે. આ ગુણસ્થાનકના અમુક કાળ પછી વેદોદય હોતો નથી અને વેદોદય ન હોય ત્યારે પુરુષવેદનો બંધ પણ હોતો નથી, માટે વેદનો ઉદય અને પુરુષવેદનો બંધવિચ્છેદ થયા બાદ ચારનો બંધ હોય છે. અને તે પણ અમુક કાળ સુધી જ હોય છે, અહીં અમુક કાળ વ્યતીત થયા બાદ સંજ્વલન ક્રોધ-માન-માયાનો બંધ અને ઉદય સાથે જ વિચ્છેદ થાય છે.
માટે ચારથી એક સુધીના ચારે બંધસ્થાનોમાં સંજવલન કષાય રૂપ એક જ પ્રકૃતિનો ઉદય હોય છે પરંતુ ચારના બંધ ચારમાંથી ગમે તે એકનો, ત્રણના બંધે ક્રોધ વિના ત્રણમાંથી ગમે તે એકનો, બેના બંધ માયા-લોભ એ બેમાંથી ગમે તે એકનો, અને લોભરૂપ એકના બંધે એક લોભનો જ ઉદય હોય છે.
એક પ્રકૃતિનો ઉદય સર્વત્ર સમાન હોવા છતાં બંધસ્થાનના ભેદે અલગ અલગ ગણીએ તો ચારના બંધે ચાર, ત્રણના બંધે ત્રણ, બે ના બંધે છે, અને એકના બંધે એક, એમ ન માં ગુણસ્થાનકે એક ઉદયના કુલ દશ, અને બંધના અભાવે દેશમાં ગુણસ્થાનકે સંજ્વલન લોભરૂપ એક પ્રકૃતિનો એક, એ કુલ ૧૧ ભાગ હોય છે એ પ્રમાણે પૂર્વોક્ત ૯૬૦માં દ્વિકોદયના બાર અને એકોદયના ૧૧ મળી ૨૩ ભાંગા ઉમેરવાથી ૯૩ ભાંગા થાય.
કેટલાક આચાર્ય મહારાજા પાંચના બંધમાંથી ચારનો બંધ શરૂ કરે ત્યારે ચારના બંધે પણ શરૂઆતના અમુક કાળ સુધી વેદોદય માને છે, માટે ત્યાં સુધી બેનો ઉદય હોય છે પછી એકનો ઉદય હોય છે. તેથી પાંચના બંધની જેમ ચારના બંધે પણ શરૂઆતના થોડા કાળ સુધી બેના ઉદયના બાર ભાંગા વધારે થાય છે અને તે બાર ભાંગા પૂર્વોક્ત ૯૮૩માં ઉમેરવાથી મતાંતરે ૯૯૫ ઉદય ભાંગા થાય છે અને બંધસ્થાનના ભેદે ભાંગાઓ અલગ ન ગણીએ તો નવમાં ગુણસ્થાનકે એકના ઉદયના કુલ ચાર, અને દશમા ગુણસ્થાનકે એકના ઉદયનો એક ભાગો પણ છે. તે પણ સ્વરૂપના ભેદથી ભિન્ન ન હોવાથી તેની વિરક્ષા ન કરતાં માત્ર એકના ઉદયના ૪ એમ કુલ ૧૬, તે પહેલાં બતાવેલ ૯૬૦ માં ઉમેરતાં કુલ ૯૭૬ ભાંગા થાય છે.
હવે જો ગુણસ્થાનકના ભેદે ચોવીશી જુદી ગણીએ તો પ્રમત્તાદિ ત્રણે ગુણસ્થાનકે નવનો બંધ હોવા છતાં ગુણસ્થાનક અલગ હોવાથી નવના બંધે પહેલાં પ્રમત્તે ૮ ચોવીશી ગણેલ હોવાથી સાતમાની આઠ, અને આઠમાની ચાર, એમ ૧૨ ચોવીશી અધિક થતી હોવાથી તેને અધિક ગણાતાં ૪૦ ને બદલે કુલ પર ચોવીસી, એટલે ૧૨૪૮ ભાંગા થાય છે. અને તેમાં નવમા ગુણસ્થાનકના બેના ઉદયના બા૨, તેમજ અહીં બંધના ભેદે ભાંગા અલગ ગણવાના નથી તેથી એકના ઉદયના ચાર, દશમાં ગુણસ્થાનકે એકના ઉદયનો એક, એમ કુલ ૧૭ ભાંગા ઉમેરવાથી ગુણસ્થાનક આશ્રયી ૧૨૬૫ ભાંગા થાય છે.
કાળ :- આમાંના કોઇપણ ભાંગાનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે. તેથી વધારે કાળ કોઇપણ એક ભાગો ટકી શકતો નથી કારણ કે પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાથી બંધ અથવા ઉદયમાં જઘન્યથી એક સમયમાં પણ પરાવર્તમાન પામે છે અને જો એક સમયમાં પરાવર્તમાન ન પામે તો પણ અંતર્મુહૂર્તમાં તો અવશ્ય બંધ અથવા ઉદયમાં વિવક્ષિત પ્રકૃતિ પરાવર્તમાન પામે જ છે. અહીં ટીકામાં ગુણસ્થાનકના પરાવર્તનથી પણ એક સમય બતાવેલ છે પરંતુ બીજા સિવાય એકથી પાંચમાં ગુણસ્થાનક સુધીનો જઘન્ય કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. માટે તે બહુશ્રુતોએ વિચારવું.
સત્તાસ્થાન :- ૨૮-૨૭-૨૬-૨૪-૨૩-૨૨-૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩-૨-૧ પ્રકૃતિરૂપ મોહનીયકર્મના ૧૫ સત્તાસ્થાનો છે. ત્યાં સર્વ પ્રકૃતિઓ સત્તામાં હોય ત્યારે ૨૮, અને મિથ્યાદૃષ્ટિને સમ્યકત્વમોહનીય ઉવેલ્યા બાદ મિશ્ર મોહનીયની ઉર્વલના ન થાય ત્યાં સુધી ૨૭, અને આ બન્નેની ઉવલના થયા બાદ અથવા અનાદિ મિથ્યાષ્ટિને આ બે પત્તામાં જ ન હોવાથી ૨૬, ક્ષાયોપથમિક સમ્યક્ત્વની ચોથાથી સાતમા સુધીમાં અનંતાનુબંધીનો ક્ષય કરે ત્યારે ૨૪, તેમાંથી
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org